પુરૂષોની કઈ આંખ ફડકવાથી મળે છે શુભ ફળ, જાણો ફડકવાથી અસર શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

Posted by

સામુદ્રિક શાસ્ત્રમાં આંખો ફડકવા વિશે જણાવવામાં આવ્યું છે. જમણી કે ડાબી આંખના ફડકવામાં ઘણા સંકેતો છુપાયેલા હોય છે. એવામાં આજે જાણીએ કે પુરૂષોની આંખ ફડકવી કઈ વાત તરફ ઈશારો કરે છે.

 

મહિલા કે પુરૂષોની આંખો ફડવા પાછળ સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. જોકે એ વાત મહત્વ ધરાવે છે કે વ્યક્તિની ડાબી આંખ ફડકે છે કે જમણી. તેના વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ, વાસ્તુ અને ફેંગશુઈની જેમ જ સામુદ્રિક શાસ્ત્રનું પણ પોતાનું મહત્વ છે. એવામાં આજે અમે જણાવીશું કે પુરૂષોની આંખો ફડકવા પાછળના શું સંકેત છે.

 

જમણી આંખ 

પુરૂષોની જમણી આંખ ફડકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવા જઈ રહ્યું છે. તે ઉપરાંત અધુરી ઈચ્છા પુરી થશે. તેની સાથે જ પુરૂષોની જમણી આંખ ફડકવી ઘન લાભનો સંકેત છે.

 

ડાબી આંખ 

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો પુરૂષોની ડાબી આંખ ફડકી રહી છે તો તે અશુભ સંકેત તરફ ઈશારો કરે છે. ડાબી આંખ ફડકવાથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. એવામાં જરૂરી છે કે કોઈ પણ પગલું સમજી વિચારીને ભરો.

 

બન્ને આંખ 
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની બન્ને આંખો એક સાથે ફડકી રહી છે તો એ પણ સારો સંકેત માનવામાં આવે છે. તે વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવાનું છે અને જલ્દી જ કોઈ જુના મુત્ર કે સગા સાથે મુલાકાત થઈ શકે છે.