ભૂલ્યા વગર નવા વર્ષે તમારા પર્શ માં આ ચારમાંથી એક વસ્તુ મુકીદેજો, તો તમારી પાસે ક્યારેય પૈસા ખતમ નહીં થાય.

Posted by
  • વા વર્ષની શરૂઆત માં લક્ષ્મીની પૂજા કરો
  • ચાંદીનો સિક્કો પૂજામાં રાખો અને પછી પર્સમાં મુકો
  • એલચી,પીપળાનું પાન, ચોખાનો ઉપયોગ કરી શકો છો

વર્ષ પૂરું થવાને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું હોય. કોઈ પણ પ્રકારની સમસ્યા ના આવે. જીવનમાં પૈસા અને સંપત્તિ હંમેશા રહે. આવી સ્થિતિમાં આજે અમે પર્સ(વોલેટ) સંબંધિત કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આમ કરવાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે.

ચાંદીનો સિક્કો
નવા વર્ષના પહેલા શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ચાંદીનો સિક્કો ચોક્કસ અર્પણ કરો, પછી આ સિક્કો તમારા પર્સમાં રાખો. આ સાથે મા લક્ષ્મીની કૃપા તમારા પર વર્ષભર બની રહેશે અને પૈસાનો વરસાદ થતો રહેશે. જો કે પર્સમાં જે જગ્યાએ ચાંદીના સિક્કા રાખવામાં આવ્યા હોય ત્યાં બીજું કંઈ ન હોવું જોઈએ.

એલચી
નવા વર્ષના પહેલા શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને પાંચ નાની એલચી અર્પણ કરો. આ પછી બધી એલચીને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

પીપળનું પાન
નવા વર્ષમાં શુભ મુહૂર્તમાં પીપળાના પાનને આમંત્રિત કરીને નોટોની સાથે પર્સમાં રાખવું જોઈએ. જેના કારણે આર્થિક સંકટ દૂર થાય છે. બીજી તરફ, નવા વર્ષમાં લાલ કાગળ પર તમારી એક ઇચ્છા લખો અને તેને રેશમના દોરાથી બાંધીને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી આખા વર્ષ દરમિયાન તે મનોકામના પૂર્ણ થશે.

ચોખા
વર્ષના પહેલા દિવસે માં લક્ષ્મીના ચરણોમાં ચોખાના થોડા દાણા અર્પણ કરો, પછી આ ચોખાને તમારા પર્સમાં રાખો. આ સાથે તમારું પર્સ આખા વર્ષ દરમિયાન પૈસાથી ભરેલું રહેશે. બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે. જો કે, મા લક્ષ્મીને જે ચોખા ચઢાવવામાં આવે છે તે ખંડિત હોવા જોઈએ નહીં.