મિથુન વાર્ષિક રાશિફળ 2023 : મિથુન રાશિવાળા જાતકો માટે કેવું રહેશે 2023 નવું વર્ષ, વાંચો આખા વર્ષનું રાશિફળ

Posted by

મિથુન રાશિ  દ્વિસ્વભાવવાળી રાશિ છે. આ રાશિના જાતકો બુદ્ધિજીવી અને સ્વતંત્ર હોય છે, સાથે જ આ લોકો પ્રેમાળ અને બહુમુખી પ્રતિભા ધરાવનારા હોય છે. આ રાશિના જાતકો પ્રેમ સંબંધમાં કોઈપણ પડકારને સ્વીકાર કરવા માટે તૈયાર થઈ જાય છે અને કેટલાક રહસ્યમય કાર્ય કરે છે. આ લોકો એક ક્ષણમાં ક્રોધિત અને બીજી જ ક્ષણમાં શાંત થઈ જાય છે. મિથુન રાશિના લોકોનાં દ્વિસ્વભાવને કારણે તેમને સમજવા મુશ્કેલ થઈ જાય છે. સમાજમાં તેમને અત્યંત પસંદ કરવામાં આવે છે, કારણ કે તેઓ જાણે છે કે લોકોને કેવી રીતે ખુશ રાખવા. મિથુન રાશિના લોકો રોમેન્ટિક પ્રકારના વ્યક્તિ હોય છે. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. બુધ પરિવર્તન અને સંચારનો કારક છે. એટલે મિથુન રાશિના લોકોની ભાષા શૈલી સારી હોય છે. એટલે ટે કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે..

 

કારકિર્દી

આ વર્ષે તમને કારકિર્દીનાં ક્ષેત્રમાં કેટલાય અવસર મળી શકે છે. પહેલા પોતાના પર ધ્યાન આપો અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. દશમ ભાવનો સ્વામી ગુરુ વર્ષની શરૂઆતમાં તમારા ભાગ્ય ભાવમાં હશે, જે તમારા ભાગ્ય ની વૃદ્ધિ કરશે. એપ્રિલ મધ્યથી ગુરુ આજીવિકાના દશમ ભાવમાં પરિવહન કરશે એટલે કાર્યક્ષેત્રમાં અડચણ આવી શકે છે તમારી ધગશ અને મહેનતથી તમે આવનારી દરેક મુશ્કેલીઓને દુર કરી શકશો. વ્યવસાયનાં ક્ષેત્રમાં જોડાયેલા જાતકો આ વર્ષે બહુ મોટા લાભની આશા કરી શકે છે. જો મિથુન રાશિના જાતક કોઈ નવો વ્યવસાય પરીયોજનાઓને લેવાની યોજના કરી રહ્યા છે તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ વર્ષના બીજા ભાગમાં આ પરિયોજના પર કામ કરી શકો છો.

 

આર્થિક સ્થિતિ

વર્ષની શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ તમારા ભાગ્યના સ્થાનમાં પરિવહન કરશે. તેનાથી તમને ધનનો લાભ થશે. આવી સ્થિતિમાં તમારે વધુ ચિંતા કરવી છોડીને પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. આ વર્ષ મિથુન ના જાતકોને માનોવાંછિત ફળ આપશે. તમને અપેક્ષા કરતા પણ વધારે લાભ મળશે. એપ્રિલ, જુલાઈ ઓક્ટોબર અને નવેમ્બરમાં ગ્રહોની સ્થિતિ થી તમે નિશ્ચિત રૂપથી સકારાત્મક પરિણામ મળશે. આ સમયમાં તમારી પાસે ધન નિશ્ચિત રૂપથી સારું હશે અને આ વર્ષે તમને ધનની કોઈ જ કમી થવાની નથી. તેના સિવાય આ વર્ષે તમને પ્રમોશનનાં માધ્યમથી સારું વેતન મળવાની સંભાવના છે. પરંતુ તમારા ખર્ચામાં પણ વધારો થવાની સંભાવના છે, એટલા માટે વેતન અને ખર્ચનું સંતુલન જાળવવાની આવશ્યકતા આ વર્ષે રહેશે.

 

પરિવાર

આ વર્ષ પારિવારિક જીવન માટે અત્યંત અનુકુળ રહેશે. સાથે જ માતા-પિતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેવાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરની જરૂરિયાત પ્રમાણે તમે ખરીદદારી કરતા જોવા મળશો. જેથી પરિવારમાં તમારું માન સન્માન જળવાઇ રહેશે. ગ્રહોની કૃપાથી પરિવારમાં કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમનુ આયોજન પણ આ વર્ષે સંભવ છે.

 

પરીક્ષા-પ્રતિયોગીતા

આ વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરતા વિદ્યાર્થીઓ માટે પણ એપ્રિલ પછીનો સમય વિશેષ રૂપથી સારો રહેશે. તમને આ સમય દરમ્યાન દરેક વિષયને સમજવામાં મદદ મળશે, એટલા માટે તમે ભવિષ્ય માટે પણ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. જે વિદ્યાર્થી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા હોય એના માટે આ વર્ષ વિશેષ ફળદાયી નીવડશે. દ્રઢતા અને આકરી મહેનત તમને મનોવાંછિત પરિણામ પ્રદાન કરશે. ઉચ્ચતર શિક્ષાના ઇચ્છુક વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત કોલેજો અને સંસ્થાનોમાં નોકરી મળવાની સંભાવના છે. સાથે જ આ રાશિના પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને એપ્રિલનાં બીજા સપ્તાહ પછી સફળતા મળી શકે છે.

 

સ્વાસ્થ્ય

આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ રૂપથી સાવધાન રહેવું પડશે. એપ્રિલ મહિના સુધી તમને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ દરમિયાન તમને ગંભીર ઇજા થવાની સંભાવના છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર કોઈ મહત્વપુર્ણ કામ ખરાબ થઈ શકે છે. તમને સ્થુળતા અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે નિયમિત રૂપથી ચિકિત્સકની સલાહ લેશો. સાથે જ યોગ, વ્યાયામ અને ધ્યાન પણ કરતા રહેશો.

 

ઉપાય

કોઈપણ બુધવારે પક્ષીઓના એક જોડાને પિંજરામાંથી સ્વતંત્ર કરવા. તેનાથી તમને સફળતા પ્રાપ્ત થશે. ઘરની વડીલ મહિલાઓને બુધવારે લીલા રંગનું વસ્ત્ર કે બંગડીઓ ભેટ કરવી.