૧૦ ઓક્ટોબરથી શરુ થતું નવું સપ્તાહ આ રાશિ માટે બનશે વરદાન, પૈસાની બાબતમાં પડી જશે જલસા

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને આ આખું અઠવાડિયું ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આરોગ્ય સાથે સાથે સૌભાગ્યનો પણ પૂરો સાથ મળશે. અઠવાડિયાની શરૂઆતમાં વેપારી વર્ગ તેમજ નોકરી કરતા લોકોને રાહત મળવાની સંભાવના છે. વેપાર-ધંધામાં કોઈ મોટું સપનું પૂરું થઈ શકે છે. બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્તિ અને નોકરી કરતા લોકોને પદોન્નતિના યોગ બનશે. જમીન-મકાનના સાથે જોડાયેલ કામ અટકેલા હોય તો તે પૂરા થશે. આ સમયે ચાપલુસ મિત્રો અને સહયોગીઓથી સાવધાન રહેવું પડશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને પ્રેમીની સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક જીવન આનંદમય રહેશે અને જીવન સાથીનો પૂરો સહયોગ મળશે.

કર્ક રાશિ

જીવનમાં યોગ્ય વ્યક્તિનો સાથ મળવો એ પોતાનામાં જ એક સૌભાગ્ય છે. આ સૌભાગ્ય તમારી સાથે આખું અઠવાડિયું બની રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા નજીકના મિત્રોની મદદથી લાંબા સમયથી અટકેલા કામ પૂરાં થશે. શાસન સત્તાનો લાભ મળવાના પૂરા યોગ છે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે. કારકિર્દી અને કારોબારમાં ધીરે ધીરે પરંતુ ઉન્નતિ થશે. વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટેના નવા અવસર મળશે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારા મનને બદલે તમારી બુદ્ધિથી લેવામાં આવેલો નિર્ણય વધારે લાભદાયક સાબિત થશે. અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા સમયે સાવધાન રહેવું. પ્રેમ પ્રસંગોમાં દેખાવ કરવાથી બચવું નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં જીવનસાથીના આરોગ્યની ચિંતા રહી શકે છે.

કન્યા રાશિ

આ અઠવાડિયે કન્યા રાશિના જાતકોને સૌભાગ્યનો ભરપૂર સાથ મળશે. કાર્યક્ષેત્રમાં માત્ર સિનિયર અને જુનિયરનો સહયોગ જ નહીં મળે પરંતુ તમારા કામની પ્રશંસા પણ થશે. બેરોજગાર લોકોને રોજગારના સારા અવસર મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હોય એ પદ મળી શકે છે. આ અઠવાડિયે ધાર્મિક કામમાં માત્ર તમારો રસ જ નહીં વધે પરંતુ અઠવાડિયાના છેલ્લા ભાગમાં કોઈને કોઈ ધાર્મિક સ્થળની યાત્રાના યોગ પણ બનશે. છૂટક વ્યવસાય કરતા લોકોને તેમની ઇચ્છા મુજબનો લાભ મળશે. ઘર-પરિવારમાં સામંજસ્ય વધારે રહેશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. આરોગ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરવી નહીંતર તમારી તબિયત ખરાબ થઈ શકે છે.

મીન રાશિ

આ અઠવાડિયું તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આ અઠવાડિયે તમે વિચાર રહેલા બધા કામ પૂરાં થતાં જશે. મિત્રોનો પુરો સહયોગ મળશે. કારોબારમાં અનઅપેક્ષિત લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. કોઈ મોટી યોજનામાં પૈસાનું રોકાણ કરી શકો છો જેનાથી ભવિષ્યમાં તમને લાભ મળવાની સંભાવનાઓ બનશે. ઘરમાં કોઈ પ્રિય વ્યક્તિના આવવાથી ખુશીનું વાતાવરણ રહેશે. કોર્ટ-કચેરીની બાબતમાં તમારી જીત થશે. શત્રુઓ પોતે તમારી સાથે મિત્રતા કરવા માટે આગળ આવશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પ્રેમી સાથે સારો સમય પસાર કરી શકશો. દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે. તમારૂ આરોગ્ય સામાન્ય રહેશે.