આટલી રાશિ માટે જબરદસ્ત રહેશે ૧૧ ઓગસ્ટ સુધીનો સમય, મળવા લાગશે અણધાર્યા લાભ

Posted by

કન્યા રાશિ

વેપાર-ધંધામાં બદલાવ સાથે જોડાયેલી યોજનાઓ પર કામ શરૂ થશે. આ સમયે તમારે વધારે સમય માર્કેટિંગ અને પ્રોડક્ટની ક્વોલિટી વધારવામાં આપવાની જરૂર છે. નોકરી કરતા લોકોએ આવેશમાં આવીને અધિકારીઓ સાથેના સંબંધોને બગાડવા નહીં. ઘરમા કોઈના લગ્ન સાથે જોડાયેલી યોજના બનવાથી ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમસંબંધોમાં નજીકતા આવશે.

વૃશ્ચિક રાશિ

પાછલી કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારા વર્તમાનને વધારે સારું બનાવવાના પ્રયત્ન કરશો. જેથી તમને જરૂર સફળતા મળશે. કોઈ જમીન અથવા તો મકાન ખરીદવા સાથે જોડાયેલા કામો પૂરા થઈ શકે છે. યુવાનોએ પોતાના લક્ષ્ય પ્રત્યે સચેત રહેવું. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રો તમને તમારા લક્ષ્ય પરથી ભટકાવી શકે છે. વડીલ તેમજ અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે લાભદાયક રહેશે.

વેપાર-ધંધામાં નવા કામની શરૂઆત કરવા માટે સમય યોગ્ય છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. નોકરી કરતા લોકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે. ઘરનું વાતાવરણ સૌહાર્દ પૂર્ણ બની રહેશે. પ્રેમ સંબંધોમાં સમય અને પૈસા બરબાદ ન કરવા.

ધન રાશિ

ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. લોકો સાથેના સંપર્કનો વિસ્તાર વધશે. તમે પોતાની જાતને માનસિક અને ભાવનાત્મક રીતે સશક્ત અનુભવશો. પ્રકૃતિ તમને ભરપૂર સહયોગ આપી રહી છે. તમારી પૂરી ક્ષમતા અને મહેનત તમારા કામ પૂરા કરવામા લગાવી દેવી. ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કોઈ સંબંધી અથવા તો પાડોશી સાથે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલોએ સભ્યોના અનુભવ અને માર્ગદર્શનનો તમારે જરૂર અમલ કરવો. એનાથી તમને સારા પરિણામ મળશે.

વેપારમાં પ્રોડક્શન સાથે જોડાયેલા કામોમાં અભાવ રહેવાથી તણાવ વધી શકે છે. આયાત નિકાસ સાથે જોડાયેલા વ્યવસાયમાં સુધારો આવશે. સરકારી નોકરીમાં તમારા કામ પ્રત્યે બેદરકારી ન કરવી કારણ કે કોઈ ફરિયાદ થવા જેવી સ્થિતિ બની શકે છે. ઘરનું વાતાવરણ મધુર બનાવી રાખવું. કોઈ માંગલિક કામ પૂરા થઈ શકે છે.

મકર રાશિ

આજે કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. આધ્યાત્મ સાથે જોડાયેલા વિષયોમાં રસ રહેશે. તમારા કામને સારી રીતે પૂરા કરવામાં તમે સક્ષમ રહેશો. જો કોઈ પૈતૃક બાબત અટકેલી હોય તો કોઈ મધ્યસ્થતા વ્યક્તિની મદદથી તેનો ઉકેલ આવી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે ખાસ મુદ્દાને લઈને બોલાચાલી જેવી સ્થિતિ બની શકે છે. તમારી કોઈ ખાસ વાત સાર્વજનિક થવાની આશંકા છે.

થોડો સમય અધ્યાત્મિક સ્થળ ઉપર એકાંતમાં પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. આવકના નવા નવા સોર્સ બનશે. નવા કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તેના ઉપર કામ શરૂ કરવું સફળતા મળવાના યોગ છે. વીમા અને શેરબજાર સાથે જોડાયેલા લોકો આજે વધારે વ્યસ્ત રહેશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. યુવાનોના પ્રેમ પ્રસંગો વધારે પ્રગાઢ બનશે.

કુંભ રાશિ

આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે ગંભીર વિષય ઉપર વાર્તાલાપ અને ચર્ચા થશે. આ ચર્ચામાં તમારા દ્વારા રાખવામાં આવેલા પક્ષ મજબૂત રહેશે અને તમને માન-સન્માન મળશે. રોજ બરોજની વ્યસ્તતા વાળી દિનચર્યા માંથી થોડો સમય શાંતિ અને મોજમસ્તી માટે કાઢવો જરૂરી છે. કેટલાક લોકો જલનની ભાવનાથી ભાવનાત્મક રૂપે તમને નબળા કરવાના પ્રયત્નો કરવા માટે નકારાત્મક વાતો કરશે આવા લોકોથી તમારે સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં બેદરકારી ન કરવી.

આ સમયે વધારે મહેનત કરવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે. પરંતુ ઉતાવળ કરવાને બદલે ગંભીરતા અને સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂર છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ફાયદાકારક ડીલ થઈ શકે છે. ઓફીસનું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહેશે. ઘરના બધા સભ્યોની જવાબદારી તમે સારી રીતે પૂરી કરી શકશો. પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે.

મીન રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓનું સમાધાન મળવાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. તેમજ તમારી વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપી શકશો. સામાજિક વિસ્તારમાં વધારો થશે તેમજ ઘણા બધા પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્તતા વધશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે તમારી કોઈ નકારાત્મક વાતને કારણે સંબંધો ખરાબ થઈ શકે છે.

તમારા સ્વભાવમાં સરળતા અને સૌમ્યતા બનાવી રાખવી જરૂરી છે. વેપારમાં આજે કામનું ભારણ વધારે રહેશે અને મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતિ બની રહેશે. અત્યારે વધારે ફાયદાની આશા ન રાખવી. સરકારી નોકરીમા વર્તમાન પરિસ્થિતિઓને લીધે કામનું ભારણ વધારે રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને વાદ વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.