૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ પર બનશે વૃદ્ધી યોગ, આ રાશિની આવકમાં થશે જંગી વધારો

Posted by

મેષ રાશિ

સમય ઉત્તમ છે. તમારા કાર્યો તથા મહેનતનું તમને સંપૂર્ણ ફળ મળી શકે છે. મહેમાનોના સત્કારમાં પણ સમય પસાર થશે. આ સમયે ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે, આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે. તથા તમને તમારી આવડત દર્શાવવાનો પણ અવસર મળી શકે છે. વાતચીતની દૃષ્ટિએ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ગુસ્સાના કારણે કોઈ સ્થિતિ ખરાબ થઈ શકે છે. કોઈ પ્રકારની ખરીદી કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરવો. સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તમારું કામ કઢાવવામાં તમે સફળ રહેશો. અને બધા કામ સારી રીતે પૂર્ણ થવાથી મનમાં બેસી રહેશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં ઇચ્છા મુજબની સફળતા મળશે. નોકરી કરતા લોકો ને કામ વધારે રહેવાને લીધે મુશ્કેલી રહી શકે છે.

વૃષભ રાશિ

ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. મકાન, દુકાન વગેરેમાં સમારકામનું પ્લાનિંગ થશે. કોઈપણ કાર્યને યોજનાબદ્ધ રીતે શરૂ કરવું તમને સફળતા આપી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયર સાથે જોડાયેલ સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. વધારે આત્મવિશ્વાસ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તથા થોડા કામ ખરાબ થવાથી સ્વભાવ ચીડિયો બની શકે છે. સંતાનના કારણે થોડી ચિંતા પણ રહેશે. બિન જરૂરી નકારાત્મક ઉપાય કરવાથી બચવું. આર્થિક બાબતે સમજી વિચાર કરીને નિર્ણય લેવો. કોઈને પૈસા ઉધાર આપેલાં હશે તો તે પાછા મળવાની સંભાવના ઓછી છે. તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે એટલા માટે કોઈ બહારના વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરવો. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. પ્રેમ સંબંધોમાં સમય બરબાદ કરવાને બદલે પરિવાર તથા વ્યવસાય ઉપર ધ્યાન આપવું.

મિથુન રાશિ

તમે શાંતિથી પોતાના કાર્યોને પૂરા કરશો. ભાઈઓ સાથે પણ સંબંધ મધુર બનાવી રાખવાથી સુખમય વાતાવરણ રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓને ગંભીરતાથી અંતિમ સ્વરૂપ આપવામાં સફળ રહેશો. કોઈ પ્રિય વસ્તુના ચોરી થવા કે ગુમ થઈ જવાનો ભય છે. એટલે સાવધાન રહેવું તથા તમારી વાણી ઉપર કાબૂ રાખવો. વધારે કામ રહેવાના કારણે ઘર-પરિવારમાં સમય આપી શકશો નહીં. બિનજરૂરી યાત્રાઓમાં પણ સમય ખરાબ થઈ શકે છે. વેપાર તથા વ્યવસાયની દરેક નાની વાતોને ગંભીરતાથી લેવી. તેનાથી તમારા કામ સરળતાથી પૂરા થતા જશે. કામકાજ સાથે જોડાયેલ શુભ સમાચાર મળી શકે છે. તમારા વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. નોકરીમાં વધારે આવક મેળવવાના પ્રયત્નો ન કરવા. પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલનો ભાવ રહી શકે છે. વિપરિત લિંગના મિત્રોથી દૂરી બનાવી રાખવી.

કર્ક રાશિ

લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. મનોરંજન વગેરે કાર્યોમાં પણ સમય પસાર થશે. સંબંધીઓ સાથે મેલજોલ રાખવાથી સંબંધો વધારે મજબૂત બનશે. પિતા-પુત્રમાં હળવો વિવાદ થઈ શકે છે. તમારી વાણીમાં ગુસ્સો અને નિયંત્રણ રાખવું તથા બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવાથી સ્થિતિ ઘણી હદે સામાન્ય થઈ શકે છે. ધાર્મિક સ્થળે જવાથી શાંતિ થઈ શકે છે. મંદી અને મોંઘવારીની અસર વેપાર ઉપર પણ થઈ શકે છે. પરંતુ ધીરજ બનાવી રાખવી વેપાર-ધંધામાં નવા એગ્રીમેન્ટ મળશે. શેરબજાર વગેરે બાબતોમાં રોકાણ કરવા માટે સમય સારો નથી. ઘરમાં કોઈ પ્રકારના ક્લેશ અને વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઘરની બાબતોમાં વધારે દખલગીરી અને ગુસ્સો ન કરવો.

સિંહ રાશિ

આજનો દિવસ ભાગ્યોદયનો છે. તમે કોઈ કાર્યને હાથમાં લેશો, એ સફળતા અપાવશે. દોડ-ભાગ તો વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરશે. મિલકતને લગતા કાર્યો પૂરા થશે તથા અનુભવી વ્યક્તિઓનો સાથ મળી શકે છે. તમારા અહંકાર ઉપર કાબૂ રાખવો. બાળકોના અભ્યાસ પ્રત્યે આળસ વધશે અને મન ભટકી શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું ધ્યાન રાખવું નહીંતર તેમની નિરાશા સહન કરવી પડી શકે છે. વેપારને આગળ વધારવા માટે કાર્યની યોજના બનાવવી. સારા સમાચાર મળી શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધામાં જુના મતભેદ માંથી રાહત મળશે. નોકરીમાં પ્રગતિ થવાની સંભાવના છે અને લક્ષ્ય પૂરા થશે. જીવનસાથીનો પૂરો સહયોગ રહી શકે છે. પરંતુ તેના આરોગ્યનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે.

કન્યા રાશિ

તમારી વાતો તથા કાર્ય કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થઈ શકે છે. સમય આર્થિક સ્થિતિને વધારે મજબૂત બનાવી રાખવા માટે ખુબજ ઉત્તમ છે. ઘરમાં પણ અધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ રહેશે. સમયની કિંમતને ઓળખવી. યોગ્ય સમયે કામ ન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. જૂની સંપત્તિને લગતી સમસ્યા વધી શકે છે. જેના કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે. કાર્યક્ષેત્રને લગતી નવી યોજનાઓ બની શકે છે. અટકેલી બાબત આગળ વધારવા માટે સારો સમય છે. લાભ મેળવવા માટે કરવામાં આવેલા નવા કરાર વિકસિત થશે. કોઈપણ પ્રકારની ભાગીદારી કરવા માટે સમય ઉત્તમ છે. ઘર તથા વેપારમાં જીવનસાથીનો સહયોગ રહી શકે છે. જેનાથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે.