૧૪ ઓક્ટોબર ૨૦૨૨ પર બનશે વરીયાન યોગ, આ રાશિના જાતકોને પ્રાપ્ત થશે ભાગ્યનો સહયોગ

Posted by

સિંહ રાશિ

તમારે તમારા કામ પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેવું, ભાગ્ય તમારો સહયોગ કરશે. તમને સારી ઉપલબ્ધિઓ મળવાની સંભાવના રહેલી છે. ઘરમાં અનુશાસિત વ્યવસ્થા બનાવી રાખવામાં તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. આ સમયે પિતરાઇ ભાઇ બહેનો સાથેના તમારા સંબંધોને વધારે સંભાળીને રાખવાની જરૂર છે, કારણ કે કારણ વગર તેની સાથે મતભેદ થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને કોઈપણ પ્રકારના વાદ વિવાદ થઈ શકે છે.

તુલા રાશિ

સમય અનુકૂળ છે. તમે કોઈ નવી ટેક્નિકનો ઉપયોગ કરીને કામને આગળ વધારશો. ઘરને સજાવવા માટે નવી વસ્તુઓની ખરીદી સાથે જોડાયેલી યોજનાઓ બનશે. પરિવાર સાથે હરવા-ફરવામાં તેમજ મનોરંજનમાં સમય પસાર થશે. તમારી કાર્યશૈલી તેમજ યોજના ઓને વ્યવસ્થિત રીતે પૂરી કરવાના પ્રયત્ન કરવા કારણ કે કોઈપણની ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. બાળકોની ગતિવિધિઓ તેમજ અભ્યાસ સાથે જોડાયેલી તૈયારીઓ વિશે જાણકારી લેતા રહેવું.

મકર રાશિ

વ્યવસાયના સ્થળ ઉપર શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. કામની ક્વોલિટીને વધારે સારી બનાવવી. આ સમયે કોઈ પણ ઓર્ડર મળવાની આશંકા બની રહી છે. સરકારી સેવા કરતા લોકોને અચાનક જ કાર્ય સાથે જોડાયેલા મોટો ઓર્ડર મળવાની સંભાવના રહેલી છે. પતિ-પત્નીના સંબંધો ખુશનુમાં રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક અનુષ્ઠાન માં જવાના અવસર મળશે. વ્યવસાયિક ગતિવિધિ ઓમાં તમારા કાર્યક્ષેત્રમાં રહીને કામ પૂરા કરવા. કોઈપણ પ્રકારના બહારના કામ તેમજ યાત્રા અત્યારે સ્થગિત રાખવી. સરકારી ગતિવિધિઓમાં સારો ફાયદો મળવાની સંભાવના છે.

વૃષીક રાશિ

દિવસની શરૂઆત ખુબ જ શાંતિ વાળી રહેશે. ફોન દ્વારા કોઈ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ક્રિયા કલાપોમાં થોડો સમય પસાર થશે. કોઈના જન્મદિવસ અથવા તો બીજી કોઈ પાર્ટીમાં જવાનો અવસર મળશે તેમજ લોકો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. દિવસના બીજા પક્ષમાં પરિસ્થિતિઓ પ્રતિકૂળ બનતી જશે. તમને લાગશે કે ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું. પરંતુ તમારે આત્મવિશ્વાસ બનાવી રાખવો, બધું સારું થઈ જશે. ઉતાવળને લીધે તમારા કામ અધુરા રહી શકે છે.

ધન રાશિ

કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે. આ સમયે કામકાજમાં તમારી વ્યસ્તતા વધારે રહેશે. એકબીજાના સહયોગથી ઘરની સમસ્યાઓ ઉકેલવામાં સક્ષમ રહેશો. વેપાર-ધંધામાં પ્રગતિ સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ સમયે તમારા કામ પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂર છે. મુશ્કેલ સમયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. સરકારી સેવા કરતાં લોકોને કોઈ યાત્રા કરવી પડશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે છે.