૧૫ ઓક્ટોબર ૨૦૨૨ પર બની રહ્યા છે પરિઘ યોગ, આ રાશિની સમસ્યામાં થઇ શકે છે વધારો

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે બધી બાબતમાં ઉત્તમ રહેવાનો છે. વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે ગુરુજનોની સલાહ લેવાની જરૂર પડી શકે છે. લગ્ન યોગ્ય જાતકોના લગ્ન માટે સારો પ્રસ્તાવ મળવાની સંભાવના દેખાઈ રહી છે, તેમજ તમારો સંબંધ નક્કી થઈ શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોમાં સાંજના સમયે ખુશીની ભાવના જોવા મળશે. નોકરી કરી રહેલા જાતકોને કેટલાક અધિકારો સોંપવામાં આવી શકે છે, જેનાથી તેના માન સન્માનમાં વધારો થશે. આજે લાંબા સમયથી તમારા કોઈ કામ અટકેલા હોય તો તે પૂરા કરવાના પ્રયત્નો કરવા.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. આજે તમારા ઘર પરિવારમાં કોઈ વ્યક્તિ સાથેના વાદ વિવાદનો ઉકેલ આવી શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે તમે બહાર ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. આર્થિક મુશ્કેલી માંથી છુટકારો મળવાની સંભાવના દેખાઈ રહી છે. લગ્ન જીવન આનંદમય રહેશે. સાંજના સમયે તમે કોઈ જરૂરી સામાનની ખરીદી કરવા માટે જઈ શકો છો જેમા તમારે તમારા જીવનસાથીના સહયોગની જરૂર પડશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે નિશ્ચિત પરિણામ લઇને આવશે. આજે વેપાર કરી રહેલા લોકોને તેના ભાગીદારો તરફથી ફાયદો મળવાની સંભાવના રહેલી છે. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે બહાર ફરવામાં સમય પસાર કરશો, જેમાં તમને કોઈ મહત્વની જાણકારી મળી શકે છે. રોજગારની દિશામાં પ્રયત્ન કરતા લોકોને રોજગારના સારા અવસર મળશે જેનાથી તેની આર્થિક સ્થિતિ વધારે સારી બનતી જશે.

કર્ક રાશિ

આજના દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે પાછા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. માનસિક તણાવ અને ભ્રમ દૂર થવાને કારણે તમને રાહત અનુભવશો. પ્રેમ જીવન જીવી રહેલા લોકોમાં આજે નવી ઉર્જાનો સંચાર થશે. કોઈ સંપત્તિ ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો તેના કરાર લગભગ નક્કી થઈ જશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિથી કામ કરવાનો રહેશે. આજે નોકરી તેમજ વ્યવસાયમાં કોઈપણ વ્યક્તિ સાથે ચાલી રહેલા વાદ વિવાદનો ઉકેલ આવશે જેથી તમે રાહત અનુભવશો. તમારા મનમાં સંતોષ બનાવી રાખવો. જો પૈતૃક સંપતિ સાથે જોડાયેલ વાદવિવાદ ચાલી રહેલો હોય તો આજે કોઈ અધિકારીની મદદથી તેનો ઉકેલ આવશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. જો તમે ટીમમાં કામ કરશો તો આજે બધા કામ સમયસર પૂરા કરવામાં તમે સફળ રહેશો.