૨ ઓક્ટોબર ૨૦૨૨ પર બનશે શોભન યોગ, આ રાશીને અચાનક મળશે કોઈ શુભ સમાચાર

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે. આજે બધી બાબતમાં તમને તમારા જીવનસાથીનો પૂરતા પ્રમાણમાં સહયોગ મળી રહેશે. પરિવારના લગ્ન યોગ્ય સભ્યોના લગ્ન માટેનો કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. જો ઘણા લાંબા સમયથી તમારા કોઈ કામ અટકેલા હોય તો તે કામ પૂરા થતા જશે. સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે. આજે સાંજનો સમય તમે તમારા પરિવારના લોકો સાથે હસી ખુસીથી પસાર કરશો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ પરિણામ આપનારો રહેશે. આજે તમે એ વેપાર ધંધામાં રુપિયા પૈસાની લેવડદેવડ કરશો અને તેમા તેમને સફળતા પણ મળશે. આજે તમને બધી બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ થશે જેનાથી તમે રાહત અનુભવશો. સંતાન પક્ષ તરફથી તમારી પસંદગીના સમાચાર સાંભળવા મળશે. રાત્રિના સમયે તમે તમારા નજીકના મિત્ર સાથે બેસીને કોઈ જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી શકો છો. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને કોઈ નવું પદ મળી શકે છે. સસરા પક્ષ તરફથી માન સમ્માન મળતું દેખાઈ રહ્યું છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે તમે સંતાનોના અભ્યાસ સાથે જોડાયેલ કોઈ યાત્રા પર જઈ શકો છો. જે સંતાનોના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. આજે તમને તમારા પ્રેમી કોઈ મૂલ્યવાન વસ્તુ ભેટ આપી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં તેની ઇચ્છા મુજબની સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે તમારા પિતાજીની સલાહથી તમારા પારિવારિક વેપાર-ધંધામાં ફાયદો રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે નિશ્ચિત પરિણામ લઇને આવશે. રોજગારની દિશામાં જે લોકો કાર્ય કરી રહેલા હોય એ લોકોને કોઈ શુભ સૂચના મળી શકે છે તેનાથી તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ તેના માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે સાંજના સમયે તમે પરિવારના કોઈ સભ્યની મદદ કરી શકો છો જેનાથી તમે ખુશી અનુભવશો. આજે તમે તમારી બુદ્ધિ અને વિવેકની જે પણ નિર્ણય લેશો તેમાં તમને સફળતા મળશે. આજે સસરાપક્ષના વ્યક્તિ તરફથી તમને ધન લાભ મળવાની સંભાવના રહેલી છે.

સિંહ રાશિ

આજે તમને આવકના નવા સ્ત્રોત મળતા રહેશે જેને તમારે ઓળખવા પડશે તો જ તેનાથી તમને લાભ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ મુશ્કેલી આવી રહેલી હોય તો ગુરુજનોની મદદથી તેનો ઉકેલ આવશે. આજે તમારે તમારી વાણીમાં સૌમ્યતા બનાવી રાખવી જેથી સંબંધીઓ સાથેના સંબંધો વધારે સારા બનશે. જો તમારા માતાનું આરોગ્ય ખરાબ હોય તો તેનું આરોગ્ય આજે સારું થઈ જવાથી તમે રાહત અનુભવશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. આજે તમે જેટલી મહેનત કરશો તેના કરતા તમને વધારે સારું પરિણામ મળશે અને જેને જોઈને તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા સંતાનના લગ્નની વાત નક્કી થઈ શકે છે. સસરા પક્ષના વ્યક્તિ તરફથી લાભ મળવાની સંભાવના છે. તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે પાછા મળશે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ વધારે સારી બનશે.