મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવુ વર્ષ ખુબ જ ફળદાયી રહેવાનું છે. આ વર્ષે તેઓ નવી ગાડીની ખરીદી કરી શકે તેવા યોગ બની રહ્યા છે. તે સિવાય આ જાતકો પોતાનું ઘર પણ ખરીદી શકે છે. જે તેમના માટે ખુબ જ શુભ સાબિત થશે. જે લોકોનો સંપત્તિ વિવાદ ચાલી રહેલ છે, તો આ વર્ષે નિર્ણય તેમના પક્ષમાં આવશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ અપાર સમૃદ્ધિ વરસાવનાર સાબિત થશે. તેમને ઘર, ગાડી, સંપત્તિ સિવાય કીમતી જ્વેલરી પણ મળશે. તેમના ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે અને આ તેમના જીવન માટે ખુબ જ શુભ સાબિત થશે. કુલ મળીને ભૌતિક સુખ સુવિધાઓની બાબતમાં આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ રહેવાનું છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે પણ એપ્રિલ બાદનો સમય જ્વેલરી, ઘર, ગાડી ખરીદવા માટે ઉત્તમ જણાઈ રહ્યો છે. આ સમય દરમ્યાન આ બધી ચીજોની ખરીદીનાં યોગ બની રહ્યા છે. તેમને પણ લક્ઝરી લાઇફ જીવવાનો આનંદ આ વર્ષે મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ વર્ષે ખુબ જ મજબુત બની જશે. તેઓ નવું ઘર અને ગાડી ખરીદી શકે છે. શુભ કામમાં પણ ખર્ચ કરશે. તે સિવાય તેઓ રોકાણ પણ કરી શકે છે, જે ભવિષ્યમાં તેમના માટે ફાયદાકારક સાબિત થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો નવી ગાડીની ખરીદી કરી શકે છે અથવા તો ગાડી બદલવા માંગે છે તો આ કામ નવા વર્ષમાં પુરું થઈ શકે છે. વારસાગતમાં ધન સંપત્તિ મળી શકે છે. જોકે એવી કોઇ સોદાબાજી કરવી નહીં જેમાં વિવાદ થાય.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે નવું વર્ષ અઢળક ધનસંપત્તિ લઈને આવશે. તેઓ લક્ઝરી ઘર અને ગાડી ખરીદી શકે છે. કહી શકાય છે કે તેમને કોઈ સોદો ખુબ જ સસ્તામાં પણ મળી શકે છે. જમીનમાં પણ તેઓ ખુબ જ રોકાણ કરી શકે છે.
ધન રાશિ
ધન રાશીનાં જાતકોને પૈતૃક સંપત્તિથી લાભ મળવાના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. તે સિવાય અમુક જાતકો પોતાનું ઘર અને ગાડી ખરીદવામાં સફળ રહેશે. આ રાશિના જાતકોને આખું વર્ષ સુખ સુવિધાઓ મેળવવા માટેના યોગ બની રહ્યા છે.