૨૫ નવેમ્બર ૨૦૨૨ પર બનશે ધૃતિ યોગ, આટલી રાશિના લોકો હવે પછી કહેવાશે પૈસાદાર

Posted by

મકર રાશિ

વેપાર સાથે જોડાયેલા નિર્ણયો સમજી-વિચારીને લેવા જોઈએ. પરિવાર તરફ તમારે તમારી જવાબદારીઓ સમજવી. એક સાથે ઘણા બધા કામમાં તમારે તમારૂ ભાગ્ય ન અજમાવવું નહીંતર મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. પ્રેમ જીવનમાં એક નવું ચેપ્ટર શરૂ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકશે. તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આજે તમે કોઇ સંબંધમાં જોડાઈ શકો છો, જે તમને દગો આપી શકે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારી જમા પૂંજીને સાચવીને રાખવી, અને સમજી-વિચારીને બીજા પર વિશ્વાસ કરવો.

મિથુન રાશિ

તમારે તમારા જીવનસાથીના આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ સમય દરમિયાન થોડી ભાગદોડ થઈ શકે છે. સાથે જ તમારે વ્યક્તિગત જીવનમાં ઘણા બધા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમને મિત્રોનો ભરપૂર સાથ મળશે. જેનાથી તમારા કેટલાક કામ સરળ બની શકશે. કામના ક્ષેત્રે કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો માટે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં દૂરી આવી શકે છે. ઘરના કોઈ વડીલ ની તબિયત ખરાબ થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે અને જૂના કર્જમાંથી મુક્તિ પણ થઇ શકશો. જો તમે ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોવ તો તમારા ભાગીદાર સાથે સંબંધો ખરાબ ન થવા દેવા. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થવાથી ખુશ રહી શકો છો. દાંપત્યજીવન સુખમય રહેશે.

સિંહ રાશી

બધા ક્ષેત્રોમાં સફળતા તમારી રાહ જોઈ રહી છે. આ સંયોગના પ્રભાવથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પ્રેમ જીવનમાં તમને સન્માન અને કોઈ ભેટ મળી શકે છે. માતા-પિતા સાથે બગડેલા સંબંધો સુધરી શકશે. પોતાની જાતને સુધારવા માટે પણ આ સમય અનુકૂળ છે. કામ કરવાના સ્થળ ઉપર તમારે તમારું કામ સમયસર પૂરું કરવું અને જરૂર વગર કોઈ સાથે ઝઘડો ન કરવો. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી નહિતર દુર્ઘટનાનો શિકાર બની શકો છો.

વૃષીક રાશિ

બની રહેલા યોગથી આ રાશિના જાતકો ઉપર મિશ્ર અસર રહેશે. પરિવારના સભ્યોની મદદ માટે તમે હંમેશા તૈયાર રહેશો. ભાઈ-બહેનો સાથે સારો સમય પસાર કરી શકશો. આ રાશિના જાતકોના પરાક્રમ વધારો થશે, એનો ફાયદો તમને કામ કરવાના ક્ષેત્રે મળી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂર રહેશે,  નહીતર કોઈ ખાસ વ્યક્તિ સાથે અણબનાવ બની શકે છે.

કુંભ રાશિ

તમારા ખર્ચાઓમાં વધારો થઇ શકે છે. લેવડદેવડમાં સાવધાની રાખવી. તમારા ગુપ્ત દુશ્મનો તમારી છાપને ખરાબ કરવાના પ્રયત્નો કરશે. તમારા પરિવારના સભ્યોના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. જે જાતકો વિદેશ યાત્રા કરવા માગે છે એના માટે સારો સમય છે. તમારી આવકના સ્ત્રોતમાં અચાનક વધારો થશે જેને લીધે તમે ધનવાન બની જશો. કામના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે.