૨૬ ઓક્ટોબર ૨૦૨૨ પર બની રહ્યા છે આયુષમાન યોગ, તુલા સહીત આ રાશીને લાગશે લોટરી

Posted by

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ રહેશે. આજે તમે સાહસપૂર્વક તમારા મુશ્કેલ કામ પણ પૂરા કરી શકશો અને તમારી ઇચ્છિત જગ્યા પર તમે પહોંચી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે એકાગ્ર રહીને ધ્યાન આપવું જેથી જરૂર સફળતા મળશે. આજે વેપાર સાથે જોડાયેલી યોજના ઉપર રોકાણ કરવું જેથી તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમે સફળ રહો. સંતાનોના લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે જેને પરિવારના સભ્યો દ્વારા મંજૂરી મળી શકે છે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવશે. તમે જે કોઈપણ કામ કરવાનું મન બનાવશો તે કામ જરૂર પૂરા થશે, જેને કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ગુરૂ પ્રત્યે ભક્તિભાવ અને નિષ્ઠા ભાવ રાખશે તો તેનાથી તેને લાભ મળશે. વેપારમાં આજે નવા નવા માધ્યમથી ધન લાભ મળી શકે છે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોય તો તેના બધા પાસાઓને સારી રીતે જોઇ પરખી લેવા જરૂરી છે. સાંજના સમયે તમે તમારા માતા-પિતા સાથે દેવ દર્શન માટે યાત્રા પર જઈ શકો છો.

વૃષીક રાશિ

આજે તમારું મન શાંત રહેશે. આજે તમારા સંતાનોના ભવિષ્યની ચિંતા દૂર થવાથી તમે રાહતનો શ્વાસ લેશો કારણ કે તમારા સંતાનોને કોઈ કોર્સમાં એડમિશન મળવાની સંભાવના રહેલી છે. વેપારમાં વધારો તેમજ વિવેક માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં ઉતાવળ ન કરવી, તે તમારા માટે ફાયદાકારક રહેશે. સાંજના સમયે તમારા શત્રુઓ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું કંઈ બગાડી નહીં શકે. જીવનસાથી સાથે આજે હશી ખુશીથી સમય પસાર કરી શકશો તેમજ તમે તમારા જીવનસાથીને કોઈ ભેટ પણ આપી શકો છો જેથી તે ખુશ દેખાશે.

ધન રાશિ

આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. આજે તમે સુખ સુવિધાઓની વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ કરશો. ધાર્મિક અનુષ્ઠાનમાં આગળ પડતાં રહીને ભાગ લેશો. આજે તમારા પરિવારના લોકો માટે તમે પૈસાની સગવડ કરી શકો છો. નાના વેપારીઓને લાભની સ્થિતિ બની રહેશે. સસરાપક્ષ તરફથી માન સન્માન મળતું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની વિદ્યા અને જ્ઞાનમાં વધારો થશે. સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યોને બહાર ભોજન કરવા જઈ શકો છો.

મકર રાશિ

આજનો દિવસ બહુ મૂલ્યવાન વસ્તુઓની પ્રાપ્તિ માટેનો દિવસ રહેશે. આજે તમે પૈસાની બચત કરવા માટે સક્ષમ રહેશો. આજે તમારા સંતાનોને તેની ઈચ્છા મુજબના પરિણામ મળવાથી તમે પણ ખુશ રહેશો. આજે તમારા ખર્ચા ઓછા રહેવાથી તમે તમારા ભવિષ્ય માટે બચત કરી શકશો. આજે તમારા વેપાર માટે મોટી યોજનાઓ ઉપર વિચાર કરવા પડશે જેથી તમે લાભ મેળવી શકશો. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે હસી ખુશીથી પસાર કરશો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારી બુદ્ધિ અને વિવેકથી લેવામાં આવેલા નિર્ણયના શુભ પરિણામ આપનારો રહેશે. આજે જો તમારા ઘર તેમજ નોકરી સાથે જોડાયેલ કોઇ પણ નિર્ણય લેવા જઈ રહ્યા હોય તો બુદ્ધિ અને વિવેકથી લેવો જેથી તમારા પ્રગતિના રસ્તામાં આવી રહેલી અડચણો દૂર થશે. આજે તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ મળવાથી કાર્યક્ષેત્રે તમે સારી સફળતા મેળવી શકશો. આર્થિક લાભ મળવાની સંભાવના રહેલી છે. સાંજના સમયે તમે તમારા સંતાનોના લગ્ન સાથે જોડાયેલી વાતો માટે લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમારા ભાઈઓ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. જો તમારા કોઈ કામ ઘણા સમયથી અટકેલા હોય તો આજે તે પૂરા થશે. આજનો દિવસ પરિવારના લોકો સાથે હસી ખુસીથી પસાર કરશો. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે તમારા પરિવારના લોકો સાથે પૂજા પાઠનું આયોજન કરી શકો છો. આજે વેપારમાં તમારા ભાગીદાર તરફથી તમને લાભ મળવાની સંભાવના રહેલી છે.