૨૯ ઓગસ્ટ ૨૦૨૨ પર બનશે સંધ્યા યોગ, આ રાશિ માટે બનવા લાગશે બગડેલા કાર્ય

Posted by

કર્ક રાશિ

તમારો દિવસ સુખ શાંતિથી પસાર થવાનો છે. મનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. તમે તમારા કામકાજ માટે યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પારિવારિક વાતાવરણ ખુશાલ રહેશે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. દાંપત્યજીવનમાં મધુરતા વધશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. તમારા પરાક્રમમાં વધારો થશે. કોર્ટ-કચેરીની બાબતે તમારે જીત થઈ શકે છે.

સિંહ રાશિ

આજનો દિવસ ખૂબ જ ખાસ દેખાઈ રહ્યો છે. તમે વિચારેલા બધા કામ પૂરાં કરી શકો છો. મનમાં ખુશી બની રહેશે. તમારું મનોબળ મજબૂત રહેશે. અચાનક જ મોટા પ્રમાણમાં ધન લાભ મળી શકે છે. પૈસાની બચત કરવામાં તમે સફળ રહેશો. દૂર સંચારના માધ્યમથી સારા સમાચાર મળવાની સંભાવના છે, જેનાથી ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા બનેલું રહેશે. માતા-પિતા સાથે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો ચાન્સ મળશે. મિત્રોની પૂરી મદદ મળશે. સસરાપક્ષ સાથે મતભેદ પૂરા થશે.

કન્યા રાશિ

આજનો દિવસ મિશ્ર રહેવાનો છે. આરોગ્ય ઉપર થોડું ધ્યાન આપવું. કારોબારમાં સુધારો થઇ શકે છે. અચાનક કોઈ કામ માટે તમારે ઈચ્છા મુજબનો ફાયદો મળશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે સખત મહેનત કરવી પડશે. ગુરુજનોના આશીર્વાદ તમારી સાથે રહેશે. બાળકો તરફથી પ્રગતિની ખુશ ખબર મળી શકે છે. મહાન લોકો સાથે ઓળખાણ થશે. કોઈ સંબંધી તરફથી ખુશખબર મળવાની સંભાવના છે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે.

તુલા રાશિ

આજનો દિવસ સારો રહેવાનો છે. આજે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને કારણે વાતાવરણ ખુશહાલ રહેશે. સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. નોકરીના ક્ષેત્રે પદોન્નતિ મળી શકે છે અને વેતનમાં વધારો થશે. રોજગારીની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા માટેની ચર્ચા થઇ શકે છે. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળવાથી ખુશી મળશે. કારકિર્દીના ક્ષેત્રે તમે આગળ વધશો. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

વૃષીક રાશિ

આજનો દિવસ થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. તમે કામકાજમાં ખુબજ વ્યસ્ત રહેશો. આરોગ્ય ખરાબ થઈ શકે છે. બહારના ખાવા-પીવામાં ધ્યાન રાખવું. આજે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું. મિત્રો સાથે બોલાચાલી થવાની સંભાવના છે જેનાથી તમારું મન ચિંતિત રહેશે. વાહન ચલાવતા સમયે બેદરકારી ન રાખવી નહિતર દુર્ઘટના થવાની આશંકા દેખાઈ રહી છે. અજાણ્યા લોકો પર જરૂર કરતાં વધારે ભરોસો ન કરવો.

ધન રાશિ

તમારો દિવસ સામાન્ય રીતે પસાર થવાનો છે. કામકાજમાં મુશ્કેલી થોડી ઓછી રહેશે. નોકરીના ક્ષેત્રે મોટા અધિકારીઓ તમને પૂરો સહયોગ આપશે. જીવનસાથીના આરોગ્યમાં સુધારો થશે. સસરા પક્ષ તરફથી ધન લાભ મળવાની આશા છે. જરૂર પડે તો પરિવારના બધા લોકો એક સાથે દેખાશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપી રહ્યા હોય તો સમજી વિચારીને આપવા કારણ કે નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. ઉધાર આપેલા પૈસા પાછા લેવામાં મુશ્કેલી રહી શકે છે.