૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ પર બનશે પ્રીતિ યોગ, આ રાશિના જાતકો માટે રહેશે અતિ લાભનો સમય, થશે નવી મુલાકાત

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારી આવકમાં વધારો થશે. જેથી તમે તમારા ભવિષ્ય માટેનો પ્લાનિંગ બનાવી શકો છો. સંતાન પક્ષ તરફની બધી ચિંતાઓ દૂર થવાથી આજે તમે રાહતનો શ્વાસ લેશો. વેપારધંધા કરી રહેલા જાતકોને આજે તેના વેપાર ધંધામાં નવી યોજનાઓનો અમલ કરવો જેનાથી ભવિષ્યમાં સારો લાભ મળશે. તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી સંબંધો મધુર રહે. સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેનાથી પરિવારના બધા સભ્યો ખુશ રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. લાંબા સમયથી તમારા કામ અટકેલ આવશે તો તે પૂરા થઈ જશે અને તેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. તેમજ તમારું આરોગ્ય પણ સારું રહેવાથી તમે તમારા બધા કામ સમયસર પૂરા કરી શકશો. આજે તમારે શાંતિપ્રિય રહેવાથી તમારો આખો દિવસ સારી રીતે પસાર થશે. આજે સન્માન સાહિત્ય ક્ષેત્રમાં પણ તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થતો દેખાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રમાં આજે કોઇ વડીલ વ્યક્તિના સહયોગથી લાભના અવસર મળતા રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. રાજનીતિની દિશામાં કામ કરતા લોકોને તારી એવી સફળતા મળશે જેનાથી મન પ્રસન્ન રહેશે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચાર સાંભળવા મળશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય ભરપૂર પ્રમાણમાં મળતા દેખાઈ રહ્યા છે. આજે તમારા પ્રિય વ્યક્તિ તરફથી તમને બધા કામમાં સહયોગ મળશે. જો તમે કોઈ પાસેથી ઉધાર પૈસા લીધેલા હશે તો તે પાછા મેળવવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે નોકરી તેમજ વેપાર કરી રહેલા લોકોને કામકાજમાં નવા નવા અવસર મળશે જેનાથી તેની આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને કોઈ મહિલા મિત્રોના સહયોગથી તેના વેતનમાં વધારો થઇ શકે છે. સાંજના સમયે તમારા સંતાનોના લગ્ન સાથે જોડાયેલ કોઇ પ્રસ્તાવ આવી શકે છે જેને પરિવારના સભ્ય દ્વારા મંજૂરી મળી શકે છે. તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે તમારે તમારા ગુરૂજનો સાથે વિચાર-વિમર્શ કરવો જરૂરી છે.

સિંહ રાશિ

આજે પારિવારિક જીવનમાં ચાલી રહેલા વાદવિવાદ દૂર થવાથી તમે રાહતનો શ્વાસ લેશો. ધીરજથી કામ તમારા બધા કામ સારી રીતે પૂરા થતા જશે. જીવનસાથી બધી બાબતમાં તમારી સાથે રહેશે. કોઈ મોટી મુશ્કેલી ચાલી રહેલી હોય તો તેમા તમારા પરિવારના સભ્યો તમારો સાથ આપશે. ભાઈ-બહેનો સાથે ચાલી રહેલો વાદ વિવાદ દૂર થશે અને સંબંધોમાં સુધારો આવશે. સાંજના સમયે તમારી મુલાકાત તમારા જૂના મિત્ર સાથે થશે અને તમે સાથે બેસીને જૂની યાદો તાજી કરશો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા સામાજિક ક્ષેત્ર માટે સુખદ પરીસ્થિતિથી લઇને આવશે. સામાજિક દ્રષ્ટિકોણ આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઓછી મહેનતે વધારે સફળતા મળશે. આજે તમે વેપારની બાબતે કોઇ પણ યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોય તો યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થશે. પરિવારમાં સંપત્તિ સાથે જોડાયેલા વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેમાં તમારી જીત થશે અને તમને સંપત્તિમાં સારો એવો ભાગ મળી શકે છે.