૩ સપ્ટેમ્બરે બની રહ્યા છે વૈધૃતિ અને વિષકુંભ યોગ, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાચવીને

Posted by

મેષ રાશિ

તમારી ઉર્જા અને જોશને સકારાત્મક દિશામાં લગાવવાથી તમારા ખાસ કામ પૂરા થતા જશે. સાથે જ તમારા વ્યક્તિત્વ ઉપર પણ તેની શુભ અસર જોવા મળશે. તમારી વ્યસ્તતા વાળી દિનચર્યા માથી થોડો સમય પરિવાર અને મિત્રો સાથે પસાર કરવો જરૂરી છે. કોઈ પણ વિપરિત પરિસ્થિતિમાં ભાવનાઓ અને આવેશમા ન આવવું, ઠંડા મગજથી વિચાર કરીને નિર્ણય લેવો નહીતર તમારું લક્ષ્ય નબળું પડી શકે છે. કોઇ નજીકના સંબંધીની નાનકડી વાત પર મતભેદ થવાની આશંકા રહેલી છે. કામના ક્ષેત્રે મહેનત મુજબ યોગ્ય પરિણામ મળશે. બની શકે તો કોઈ સમસ્યા આવે તો તમારે તમારા સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી. નોકરી અને વ્યવસાય બંને જગ્યાએ વાતાવરણ અનુકૂળ બનાવવામાં તમે સફળ રહેશો. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમે વ્યસ્તતાને લીધે પરિવારના લોકોને સમય નહીં આપી શકો.

મિથુન રાશિ

પરિવાર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી તેના શુભ પરિણામ સામે આવશે. યુવાનોને કારકિર્દીમાં નવા અવસર મળવાથી રાહત મળશે. આ સમયે પ્રકૃતિ તમારી પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલી રહી છે, ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરવું. જવાબદારીઓ વધારે રહેવાને કારણે વ્યસ્તતા વધશે, એટલા માટે તણાવ અને થાકને તમારા ઉપર હાવી ન થવા દેવો. બાળકો ઉપર અભ્યાસનું દબાણ રહેશે. માતા પિતાની જવાબદારી છે કે એ લોકો બાળકોનું આત્મબળ બનાવી રાખે. નોકરી કરતા લોકો માટે વર્તમાન સમય ચુનોતી વાળો રહી શકે છે. રાજકીય કામમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે, એટલા માટે હાથમાં આવેલા ચાન્સને જવા ન દે. નોકરીમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી રહેશે. ધીરજ રાખીને તેનો ઉકેલ લાવવો. વ્યવસાયિક ભાગદોડને કારણે દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ રહી શકે છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

કર્ક રાશિ

ગ્રહનું પરિભ્રમણ તમારા પક્ષમાં છે. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી ચિંતા અને મુશ્કેલીઓનું સમાધાન મળશે. તમારે તમારા બળ ઉપર બધા કામ કરવા. વ્યસ્ત હોવા છતાં તમે સંબંધીઓ અને મિત્રો માટે સમય કાઢી શકશો. પરંતુ વધારે પડતા આત્મવિશ્વાસની સ્થિતિ તમને નુકસાન કરાવી શકે છે. ઉતાવળમાં કોઈપણ કામ ન કરવા. ઉધાર આપેલા પૈસા માંગવાથી વિવાદની સ્થિતિ બની શકે છે. વિપરિત પરિસ્થિતિઓને કાબુમાં કરી લેશો. વેપાર-ધંધામાં તમારી ઈચ્છા મુજબના પરિણામ મળવાની આશા છે. તમારે તમારા આ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. ઘણા લોકો તમારી કાર્યપ્રણાલીની નકલ કરી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા કામને વધારે મહત્વ આપવું. તમારા અધિનસ્થ સ્ટાફ પર સખત નજર રાખવી. ઘરનું વાતાવરણ સુખમય બનાવવામાં તમારૂ ખાસ યોગદાન રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.

સિંહ રાશિ

તમારા સપના અને મહત્વાકાંક્ષાઓને પૂરા કરવા માટેનો સમય છે. યોગ્ય ઉર્જા અને સકારાત્મકતા બનાવી રાખવી. સાથે જ કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન અને પરામર્શ તમારા માટે સહાયક રહેશે. તમે પોતાની જાતને તણાવમુક્ત અનુભવશો. ખરાબ ટેવો તેમજ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું, નહીંતર તેને લીધે તમે કોઈ સમસ્યામાં ફસાઈ શકો છો. રૂપિયા પૈસાની બાબતે કોઈ ઉપર વધારે ભરોસો ન કરવો. તેમજ બધા નિર્ણય તમારે જાતે જ લેવા. વેપાર-ધંધામાં તમારા નવીન કામને લઈને જે યોજનાઓ બનાવેલી હતી, તેના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે. શેર માર્કેટમાં રસ રાખવા વાળા લોકોએ સાવધાન રહેવું. થોડો સમય આ ગતિવિધિઓને સ્થગિતતા રાખો તો સારું રહેશે. પ્રેમ સંબંધો પર વધારે સંવેદનશિલ રહેવાની જરૂર છે, મતભેદો ઉભા થઇ શકે છે.

કન્યા રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી અસ્ત વ્યસ્ત દિનચર્યામાંથી થોડી રાહત મળશે, જેનાથી આર્થિક બાબતોમાં યોગ્ય પ્રકારે મહત્વના નિર્ણય લઈ શકશો. કડવા અનુભવો પરથી શીખીને તમે તમારી જીવનશૈલીમાં બદલાવ આવશો તો તે તમારા માટે સારી સાબિત થશે. કેટલાક લોકો જલની ભાવનાથી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ બનાવી શકે છે. પરંતુ આ બધી વાતો ઉપર ધ્યાન ન આપીને તમારે તમારા કામમાં વ્યસ્ત રહેવું. ઉતાવળમાં નિર્ણય ન લેવો. તેમજ તમારી બનાવેલી નીતિઓ ઉપર જ કામ કરવા વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ છે. કોઇની દખલગીરી તમારી કાર્ય વ્યવસ્થાને ખરાબ થઈ શકે છે. સરકારી ઓર્ડર પૂરા કરવા પ્રત્યે વધારે સાવધાની રાખવું. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધો પણ મર્યાદા વાળા રહેશે.