૩૧ ઓગસ્ટ ૨૦૨૨ પર બની રહ્યા છે શુક્લ યોગ, આ રાશિના જાતકો માટે નસીબ રહેશે બળવાન

Posted by

મેષ રાશિ

કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા જીવનસાથીની સલાહ લેવી સારી રહેશે. ઓફીસના કોઈ કામો માટે તમે લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો. આજે કેટલીક બાબતોમાં તમને મૂંઝવણ રહી શકે છે. તમારું મન પૂજા પાઠમાં વધારે લાગશે. કોઈ નવા મિત્રો બનવાની સંભાવના છે. તમારી ચિંતા દૂર થશે. ઘરના રખરખાવ સાથે જોડાયેલ ઓનલાઇન ખરીદી થશે. આજ કાલ તમે તમારી દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છો, તો તમારા આરોગ્ય અને વ્યક્તિત્વ ઉપર અસર જોવા મળશે. આવકના સાધનોમાં અત્યારે મજબૂતી રહેશે.

મકર રાશિ

નકારાત્મક વાતોથી દૂર રહેવાના પ્રયત્નો કરવા. કામના ક્ષેત્રે આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. માટે વધારે સારું રહેશે કે તેને ટાળી દેવા તેમજ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. સેવા કરતા લોકોને વધારે કામ રહેવાને લીધે ઓવરટાઈમ કરવો પડશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રીતે તણાવ રહી શકે છે. તમારા અભિમાન અને ગુસ્સાને કાબૂમાં રાખવા. લગ્ન સંબંધોમાં એક-બીજાની ભાવનાઓને સમજવી જરૂરી છે.

કુંભ રાશિ

ઘરના નવીનીકરણ અથવા તો સુધારા માટેની યોજનાઓ બનશે, જેના માટે વાસ્તુના જાણકાર સાથે વિચાર વિમર્શ કરવા. બાળકો તરફથી ચાલી આવી રહેલી સમસ્યાનો આજે ઉકેલ મળવાથી રાહત અને શાંતિ રહેશે. દરેક કામ કરતા પહેલા તેના માટે બજેટ બનાવી લેવું જરૂરી છે. તમારા સામાનની સાર સંભાળ પોતે જ રાખવી, સામાન ચોરી થવાની અથવા તો ખોવાઈ જવાની સંભાવના લાગી રહી છે. કોઈપણ ઉપલબ્ધિ મળે તો તરત જ તેના ઉપર કાર્ય કરવું, વધારે સમજવા વિચારવામાં સમય હાથમાંથી નીકળી શકે છે.

વૃષભ રાશિ

આ સમયે મિત્રો સાથે સમય બરબાદ કરવાને બદલે તમારે તમારા કામ ઉપર ધ્યાન આપવું. ઘરની સાથે સાથે કાર્યક્ષેત્રમાં પણ અત્યારે રસ્તા બની રહેશે. કર્મચારીઓને લીધે બધા કામ સારી રીતે ચાલતા રહેશે. જેને કારણે તમે તમારા માટે થોડો સમય મેળવી શકશો. નોકરી કરતા લોકોને કોઈ ટાર્ગેટ પૂરા કરવામાં સફળતા મળશે. લગ્નજીવન સુખમય રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની ભાવના રાખવી.

મીન રાશિ

વડીલોના માન સન્માન અને આદરમા અભાવ ન આવવા દેવો. તેના આશીર્વાદ અને સહયોગથી તમારો ભાગ્યોદય થશે. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધી થશે જેનાથી સકારાત્મક ઉર્જા બની રહેશે. ધ્યાન રાખવું કે કોઈ પાડોશી સાથે નાનકડી વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો તેમજ સહજ બની રહેવું. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો, તેનાથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. વર્તમાનમાં ચાલી રહેલા કામમાં ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે.