૪ ઓક્ટોબર ૨૦૨૨ પર બનશે સુકર્મ યોગ, આ રાશીને હવે મળશે સારા કર્મનું ફળ, નસીબ રહેશે બળવાન

Posted by

મેષ રાશિ

કેટલાક વ્યક્તિગત કારણોને લીધે વ્યવસાય ઉપર વધારે ધ્યાન નહીં આપી શકો, પરંતુ કર્મચારીઓના સહયોગથી વ્યવસ્થા ઉચિત બની રહેશે. નોકરીમાં ફાઈલ અથવા તો કાગળિયાને લગતું કામ કરવા માટે તમારે ઓવર ટાઈમ કરવો પડશે.  ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળશે ભાગીદાર સાથે વ્યવસાયિક પારદર્શિતા બનાવી રાખવી. નોકરી અથવા વ્યવસાયમાં સ્ત્રી વર્ગને ખાસ સફળતા મળી શકે છે.

વૃષિક રાશિ

કોઈપણ ઉપલબ્ધિ અથવા તો પ્રમોશન પણ મળી શકે છે. પારિવારિક જીવન શાંતિ વાળું રહેશે, પરંતુ આ પ્રેમ સંબંધોમાં થોડી દૂરી બનાવી રાખવી. કામના ક્ષેત્રે તમારા અટકેલા કામ કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિની મદદથી ઉકેલાઈ જશે, પરંતુ તમારા વિરોધીઓને ગતિવિધિ ઓમા બેદરકારી ન રાખવી. સ્ત્રી વર્ગ સાથે જોડાયેલા વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાથી સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધો રહેશે. ધ્યાન રાખવું કે લગ્ન બહારના સંબંધો ઉત્પન્ન ન થાય.

મકર રાશિ

આવક અને ખર્ચા બંનેમાં સમાનતા બની રહેશે. જો ઘરની સારસંભાળ અને સુધારા સાથે જોડાયેલી યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરવું. થોડો સમય એકાંત અથવા તો આધ્યાત્મમાં પસાર કરવાથી તમારા વ્યક્તિત્વ પર સકારાત્મક પ્રભાવ પડશે. બિનજરૂરી ખર્ચા સામે આવી શકે છે તેના ઉપર કૌટિતી કરવી જરૂરી છે. સસરાપક્ષ સાથેના સંબંધોમાં તણાવ ન આવવા દેવો.

કર્ક રાશિ

કામના ક્ષેત્રમાં પરિસ્થિતિ સારી બનેલી રહેશે. ગ્લેમર, કળા, સૌંદર્ય પ્રસાધન જેવા વેપાર-ધંધામાં ઇચ્છા મુજબની સફળતા મળશે. પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. વિદેશ સાથે જોડાયેલ વેપારમાં શુભ સમાચાર મળી શકે છે. વ્યાપારિક અને આર્થિક બાબતોમાં જીવનસાથીનો સહયોગ મળી રહેશે. પ્રેમી પ્રેમિકાને મુલાકાતના અવસર મળશે. આ સમયે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

કુંભ રાશિ

સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં દિવસનો વધારે પડતો સમય પસાર થશે. સાથે જ મહત્વપૂર્ણ લોકો સાથે લાભદાયક સંપર્ક થઇ શકે છે. તમારો ખુશનુમા મિજાજ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી રાખશે. નકારાત્મક ગતિવિધિઓ તરફ યુવાનોનું ધ્યાન આકર્ષિત થઈ શકે છે, પરંતુ તેનાથી દૂર રહેવું. કોઈપણ પોલીસી વગેરેમાં રોકાણ કરતા પહેલા તેના વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે. ખોટો નિર્ણય લઈને પછી પાછળથી પસ્તાવું પડશે.

મીન રાશિ

વ્યવસાયિક યોજનાઓ સફળ રહેશે. નજીકના ભવિષ્યમાં તેના સારા પરિણામ મળશે. યુવાનોને તેની અભ્યાસમાં સારા પરિણામથી નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને સ્થાન પરિવર્તન યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા બનાવી રાખવી. યુવાનોએ પ્રેમ સંબંધોમાં પડીને પોતાની કારકિર્દી સાથે બાંધછોડ ન કરવી. સરકારી સેવા કરતા લોકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.