૪ સપ્ટેમ્બર ૨૦૨૨ પર બની રહ્યા છે પ્રીતિ યોગ, આટલી રાશિ માટે રહેશે જાહોજલાલી

Posted by

મેષ રાશિ

આ સમયે ભાગ્યના સિતારાઓ બળવાન છે. ઘરના સભ્યોની સલાહ પર ધ્યાન આપવું અને તેની સલાહનો અમલ કરવો, આવું કરવાથી તમને સારા પરિણામ મળશે. અટકેલા કામ ગતિ પકડશે અને તેના માટે લેવામાં આવેલા નિર્ણયો પણ સફળ રહેશે. કોઈ ખાસ વસ્તુ ખોવાઈ જવાની અથવા તો ચોરી થઇ જવાની સ્થિતિ બની રહેશે, માટે વધારે સારું રહેશે કે તમે તમારી કિંમતી વસ્તુઓને સાચવીને રાખો. ભાઈ-બહેનો સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા. નકારાત્મક વાતોને કારણે સંબંધોમા ખટાશ આવી શકે છે. કેટલાક સમયથી વ્યવસાયિક ક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને આજે તેમાં તમને સફળતા મળવાની સંભાવના રહેલી છે. કોઇ કામની દેખરેખમાં સમય પસાર થશે. અજાણ્યા લોકો ઉપર ભરોસો કરવો તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણને લીધે દૂરી આવી શકે છે. એકબીજા પર વિશ્વાસ રાખવો અને લગ્નજીવન ખુશનુમાં બનાવી રાખવું.

વૃષભ રાશિ

થોડો સમય આત્મનિરીક્ષણ અને આત્મસન્માન લગાવવો જરૂરી છે. તમારી કુશળતા અને સમજદારીથી સારા પરિણામ મળશે તમારા વિરોધીઓને તમે હરાવી શકશો. સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. ઘર સાથે જોડાયેલી બધી વિધિઓમાં વધારે સમય પસાર થશે. તમારા બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી છે. દેખાવ કરવાના ચક્કરમાં તમે તમારું નુકસાન કરી શકો છો, માટે ધ્યાન રાખવું કે અભિમાનને તમારા ઉપર હાવી ન થવા દેવું. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધા ગતિવિધિઓ અત્યારે ધીમી રહેશે, પરંતુ સમયસર તેનો હિસાબ કરતા રહેવા જરૂરી છે અને ભવિષ્યમાં તેનાથી તમને ફાયદો મળશે. ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હોય તો અત્યારે તેના માટે ઉત્તમ સમય છે. બદલતા વાતાવરણને કારણે વાયરલ તાવ જેવી સ્થિતિ રહી શકે છે, યોગ્ય આરામ અને ઇલાજ બંને જરૂરી છે.

મિથુન રાશિ

આજનો સમય મિશ્રિત ફળદાયક રહેશે. બીજા તરફથી માન સન્માન મેળવવા ઈચ્છતા હોય તો તમારે પહેલાએ લોકોને માન-સન્માન આપવું પડશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ કામનું ભારણ મળી શકે છે. કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારો સહયોગ બની રહેશે. રૂપિયા-પૈસા સાથે જોડાયેલી ઉધારી સમજી વિચારીને કરવી, કારણ કે એ પાછા મળવાની સંભાવના નથી. કોઇ વાતને લઇને વાદ વિવાદની સ્થિતિ બની શકે છે, જેની નકારાત્મક અસર તમારી પરિવારની વ્યવસ્થા ઉપર પડશે. વ્યવસાયિક ક્ષેત્રમાં આજે તમારે કામ કરવાની નિતીમાં બદલાવ લાવવાના પ્રયત્ન કરવા. મીડિયા અને સંપર્ક સૂત્રને વધારવાની જરૂર છે. તેનાથી તમને યોગ્ય પરિણામ મળશે. ઓફીસનું વાતાવરણ શાંતિ વાળું રહેશે. પ્રેમ જીવન ખુશખુશાલ રહેશે. પરિવારના સભ્યો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

કર્ક રાશિ

પાછલા કેટલાક દિવસોથી જે કામમાં તમે સખત મહેનત કરી રહ્યા હતા તેમાંથી સારું ફળ મળવાની સંભાવના રહેલી છે. કોઈ પણ કામ કરતાં પહેલા તેના બધા પાસા ઓને સારી રીતે સમજી વિચારી લેવા જરૂરી છે. મકાન અને જમીન વગેરે સાથે જોડાયેલા કાગળિયાને સંભાળીને રાખવા. કલ્પના કરવાની સાથે સાથે તેને હકીકતમાં બદલવાના પ્રયત્નો કરવા. તણાવ રહેતો હોય તો મોટીવેશન પ્રોગ્રામ તમારા માટે લાભદાયક રહેશે. વ્યવસાયિક બાબતોમાં કોઈપણ વ્યક્તિ ઉપર ભરોસો ન કરવો અને બધા નિર્ણય તમારે જાતે જ લેવા. તમે પૂરી મહેનતથી તમારા કામ પૂરા કરશો. લાભના રસ્તાઓ વધારે ખુલ્લા રહેશે. નોકરીમાં લોકોને કામ વધારે રહેવાને લીધે તણાવ રહી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં સામંજસ્ય બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા વધશે.

સિંહ રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી ઉથલપાથલ વાળી દિનચર્યામાંથી રાહત મળશે. પરિવાર અને ફાઈનાન્સ સાથે લેવામાં જોડાયેલા મહત્વના નિર્ણય ના સકારાત્મક પરિણામ સામે આવશે. યુવાનોને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાની સંભાવના છે. પૈસા સાથે જોડાયેલી બાબતોને લઈને ચિંતા રહી શકે છે પરંતુ ધીરજ રાખવી. બપોર પછી ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેશે. તમે તમારા વ્યક્તિગત કામમાં તમે વ્યસ્ત રહેશો. બિનજરૂરી ગતિવિધિમાં ધ્યાન ન આપવા તેનાથી તણાવ રહી શકે છે. કામના સ્થળે અને નોકરીમાં તમારું માન-સન્માન બની રહેશે. પરંતુ કોઈ સહયોગીનું નકારાત્મક વલણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે એટલા માટે વધારે સારું રહેશે કે તમે બધા કામમાં તમારી નજર હેઠળ જ કરાવો. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવાથી નુકસાન થવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવન સુખમય રહેશે. ઘરમાં પ્રેમ અને સૌહાર્દ બની રહેશે.

કન્યા રાશિ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ તમારા વ્યવહારને વધારેમાં વધારે સકારાત્મક બનાવશે. મીડિયા તથા માર્કેટિંગ સાથે જોડાયેલી જાણકારીમાં વધારે સમય પસાર કરવો અને તમારા કામને નવી દિશા મળી શકે છે. રોકાણ સાથે જોડાયેલ કામમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. અજાણ્યા લોકોને પૈસા ઉધાર આપવા અને તેના ઉપર વિશ્વાસ ન કરવો. ગેરસમજણને લીધે સંબંધોમાં અણબનાવ શકે છે. વ્યવસાય સાથે જોડાયેલ કાનૂની વિવાદ ચાલી રહેલો હોય તો તેના સકારાત્મક પરિણામ મળી શકે છે. સાથે જ કાર્યસ્થળ પર યોજનાબદ્ધ રીતે બધા કામ પૂરા થતા જશે. નોકરી કરતા લોકોને કામમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તણાવ રહી શકે છે. લગ્ન સંબંધોમાં કડવાહટ ન આવવા દેવી, કારણકે મતભેદોની અસર તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર પડી શકે છે.