૫ નવેમ્બરે આવી રહ્યું છે પ્રદોષ વ્રત, આ રાશિ પર ખુશ થશે ભગવાન શંકર

Posted by

મિથુન રાશિ

આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. નવી-નવી જાણકારીઓ મેળવવામાં તમારો રસ વધશે. સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધી શકે છે. અધ્યાત્મને લગતા કાર્યો માટે થોડો સમય પસાર કરવો જરૂરી છે.bબાળકોના અભ્યાસ કે કરિયરને લઇને થોડી ચિંતા રહી શકે છે. કોઇ કરિયર કાઉન્સલર સાથે પણ ચર્ચા-વિચારણાં થઈ શકે છે. આળસ અને વધારે વિચારવામા સમય વગાડવાથી લાભદાયક પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી શકે છે.

કર્ક રાશિ

વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો આવી શકે છે. માત્ર થોડી સુજબુજ સાથે કામ કરવાની જરૂર છે. કર્મચારીઓનો સહયોગ બની રહેશે. ઓફિસના કામનું ભારણ વધી શકે છે જેને લીધે તમારે ઓવરટાઈમ કરવો પડશે. લગ્નજીવનમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું. નાની-નાની નકારાત્મક વાતોને અવગણવી. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સિંહ રાશિ

મહિલાઓ માટે આજનો દિવસ ખાસ રીતે અનુકૂળ છે. દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરશો તો સફળ રહેશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી તમારી મહેનતને વધારે સારી કરવાની જરૂરિયાત છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમને કોઈ નજીકના મિત્ર કે સંબંધી દગો આપી શકે છે. આ સમયે રૂપિયાને લઇને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરવી. કેમ કે તેના પાછા આવવાની શક્યતા નથી. તમારી ક્ષમતા કરતા વધારે કામ કરવાથી તેની અસર તમારા આરોગ્ય ઉપર પડી શકે છે.

કન્યા રાશિ

વેપારને લગતી કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. પરંતુ આર્થિક બાબતોને લઈને વધારે મનન અને ચિંતન કરવાની જરૂર છે. તમારા પ્રયત્નો માં અભાવ ન રહેવા દેવો જેથી જલ્દી તમને અનુકૂળ પરિણામ મળશે. પતિ-પત્નીના એકબીજા સંબંધ મધુર બની રહેશે. પરંતુ પ્રેમ સંબંધો ઉજાગર થવા થી તમારા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

વૃષીક રાશિ

ઘરમાં કોઈ શુભ અને માંગલિક કાર્ય થવાને લગતી યોજના બનશે. જો કોઈ સરકારી બાબતો અટવાયેલ છે તો આજે તેના ઉપર ધ્યાન આપવું. તમારો વિજય નક્કી છે. તમારી રહેણી કહેણી અને બોલચાલની રીત લોકોનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરશે. ક્યારેક-ક્યારેક વધારે પરેશાની આવવાના કારણે તાંત્રિક ક્રિયાઓ તરફ પણ ધ્યાન આકર્ષિત થઈ શકે છે. આ ગતિવિધિઓમાં સમય અને રૂપિયા ખરાબ થવા સિવાય કશું જ મળશે નહીં.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલ રહેશે. માત્ર તમારી યોજનાઓને તમારા સુધી જ રાખવાની જરૂર છે નહીતર કોઈ કર્મચારી તમારી ગતિવિધિઓ લીક કરી શકે છે. તમારા કામની ક્વોલિટીને વધારે સારી બનાવવી. તમારું પરિવાર પ્રત્યે ધ્યાન ન આપવાના કારણે પારિવારિક લોકો સાથે મનભેદ રહી શકે છે. થોડો સમય પારિવારિક યોગદાનમાં આપવો જરૂરી છે.