૫ ઓક્ટોબરે બની રહ્યા છે ધૃતિ યોગ, આ રાશિના જાતકોને વેપાર ધંધામાં મળશે અફલાતુન લાભ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. આજે તમારા વેપારમાં તમે કોઈ નવી ડીલ ફાઇનલ કરી શકો છો જેને તમે લાંબા સમય રાહ જોઈ રહ્યા હતા અને તેના પર મહેનત કરી રહ્યા હતા, કોઈ ડીલ ફાઇનલ થવાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે. આજે તમે પરિવારના સભ્યો સાથે કોઈ પ્રિય વ્યક્તિના ઘરે લગ્ન, નામકરણ વગેરે માંગલિક આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ શકો છો. સમાજમાં તમારી કીર્તિમાં વધારો થશે. જો તમે સરકારી કામોને થોડા સમય માટે ટાળો તો તેનાથી તમને ફાયદો મળશે. કોઈ સભ્ય તરફથી તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે તમે વેપારમા કંઈક નવું કરવાનું વિચારશો જેના માટે તમારે તમારા ભાઈની સલાહની જરૂર પડશે. આજે તમારા માતા-પિતાને તમે દેવ દર્શન માટે યાત્રા પર લઈ જઈ શકો છો, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. જો પારિવારિક સંપત્તિ સાથે જોડાયેલ વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નોકરી કરી રહેલા જાતકોને ઓફિસમાં આજે તેની ઇચ્છા મુજબનું વાતાવરણ રહેશે. આજે તમે કોઈ સારું કામ કરશો અને તેનાથી તમારા પરાક્રમમાં વધારો થશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે જે કોઈપણ કામ કરશો તે સમજી-વિચારીને કરો તો તેનાથી તમને ફાયદો મળશે. આજે તમારા શત્રુઓ પણ તમારા મિત્રો બની જશે. વેપાર-ધંધા માટે તમે કેટલીક નવી યોજનાઓ બનાવશો અને તેમા તેમને સફળતા પણ મળશે. આજે તમારા સાથીઓ તરફથી તમારે સહયોગની જરૂર પડશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવશે. આજે વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. પરિવારમાં આજે શુભ માંગલિક કાર્યક્રમો પર ચર્ચા થઇ શકે તે જેને જોઈને પરિવારના વડીલ સભ્યો ખુશ રહેશે. જો તમારા કોઈ કામ અધુરા હોય તો કોઇ મિત્ર સાથે મળીને તમે પૂરા કરવાના પ્રયત્ન કરશો. નોકરી કરતા જાતકોને આજે માન-સન્માન મળશે તેમજ તેના વતનમાં પણ વધારો થઇ શકે છે. સાંજના સમયે આજે તમે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે. આજે સાંજના સમયે તમે તમારા સંતાનોને બહાર ફરવા લઈ જા લઈ જઈ શકો છો જેથી તેની ખુશીમાં વધારો થશે. આજે ધર્મ અને આધ્યાત્મમાં પ્રત્યે તમારો રસ વધતો દેખાશે. આજે નાના વેપારીઓને તેની ઇચ્છા મુજબનો ફાયદો મળી શકે છે જેનાથી તેની આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હોય તો તે પૂરા થઈ શકે છે. પરિવારમાં આજે લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવો મળી શકે છે.