૫૦૦ વર્ષ પછી બની રહ્યો છે આ દુર્લભ સંયોગ,આજ ના દિવસે ગાય ને ખવડાવી દો આ એક વસ્તુ , રોડપતિ થી કરોડપતિ બની જશો

Posted by

યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુ ની વિધિપુર્વક પુજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખીને મોક્ષ પ્રદાન કરવાની મનોકામના કરવામાં આવે છે. યોગિની એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી પાપ અને દુઃખ દુર થઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગમાં સ્થાન મળે છે. સાંસારિક જીવનમાં વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય અને તેની બધી મનોકામના પુર્ણ થાય. જેથી તેનું જીવન કોઈ પણ ચીજનાં અભાવમાં પસાર ન થાય. જ્યોતિષાચાર્ય જણાવે છે કે યોગિની એકાદશી ના દિવસે કરવામાં આ ઉપાયોથી ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તથા દરેક મનોકામના પુરી થાય છે.

 

યોગિની એકાદશી વ્રત નાં ઉપાય

એકાદશી વ્રતના દિવસે તમે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો. ખીરમાં તુલસી ના પાન ઉમેરો. તેનાથી શ્રી હરિ વિષ્ણુ તમારી ઉપર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પુરી થશે. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં, તેને એક દિવસ પહેલા તોડી લેવા જોઈએ.

 

ભગવાન વિષ્ણુને પંચામૃત પ્રિય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને પંચામૃતથી અભિષેક કરો. પ્રસાદ સ્વરૂપ પંચામૃત ગ્રહણ કરો, તેનાથી તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો. સાથોસાથ આ ઉપાય કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની સાથોસાથ દરેક મનોકામના પણ પુર્ણ થાય છે.

 

એકાદશી વ્રત વાળા દિવસે પુજાના સમયે ભગવાન વિષ્ણુની સાથે દક્ષિણાવર્તી શંખની પુજા કરો. પુજા બાદ પીળા ચોખા, ચણાની દાળ, કેળા, ગોળ, પીળાં વસ્ત્ર વગેરેનું દાન કરો. વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે.

એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પિત કરો અને ત્યાં દીવો પ્રગટાવો પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

 

એકાદશીના દિવસે સાંજના સમયે તુલસીની પુજા કરો. તુલસી ની બાજુમાં ઘીનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછી ૫ થી ૧૧ વખત પરિક્રમા કરો. તેનાથી તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે અને જીવન સુખમય બનશે.