૬ ઓક્ટોબર ૨૦૨૨ પર બનશે શૂલ અને ગંડ યોગ, આ રાશિના જાતકોએ ખાસ રહેવું ચેતીને, આવી શકે છે મોટી મુસીબત

Posted by

વૃષિક રાશિ

તમારી વ્યવસાય યોજનાઓ તેમજ કાર્યપ્રણાલી ને કોઈ સાથે શેર ન કરવી. આ સમયે સાથે જોડાયેલી કોઇપણ યોજનાઓ ઉપર કામ કરવાથી બચવું. ઓફિસમાં વાતાવરણ સારું બનાવી રાખવું. પતિ-પત્નીના સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે. તેનાથી ઘરનું વાતાવરણ દૂષિત થઇ શકે છે. સંબંધોને સંભાળવામાં તમારું યોગદાન જરૂરી છે. કાર્યક્ષેત્રમાં સમય ન આપી શકતા હોવા છતાં દરેક કામ સારી રીતે ચાલતા રહેશે. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ બનેલી છે તેનો યોગ્ય સદુપયોગ કરવો.

કન્યા રાશિ

આજે આરમ તથા પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. સાથે જ સંતાનને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ વિશ્વાસ જાળવી રાખવો, તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થઇ શકે છે. બિનજરૂરી ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરો. કારણ વગર જ કોઇ મિત્રો સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. નહીંતર બેદરકારીની અસર તમારા પરિણામ ઉપર પડી શકે છે.

મિથુન રાશિ

નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તન સાથે જોડાયેલા યોગ બની રહ્યા છે. પ્રેમી/પ્રેમિકાએ એકબીજાના સંબંધોમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવો. ઘર પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે વ્યવસાયિક ગતિવિધિઓ અત્યારે ધીમી જ રહી શકે છે. કોઈ અટકેલું પેમેન્ટ પાછું મળી શકે છે. યુવાનોને પોતાનો પહેલો પગાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. ઓફિસમાં સફાઈ કર્મચારીઓ સાથે સારો તાલમેલ બનાવી રાખવો. પતિ-પત્નીને એકબીજા પ્રત્યે પૂર્ણ સમર્પણની ભાવના રહી શકે છે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર થવાથી બધાને ખુશી મળશે.

તુલા રાશિ

ઘરનું વાતાવરણ સકારાત્મક જાળવી રાખવામા તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. ઘરના વડીલોના સ્નેહ અને આશીર્વાદ પણ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને વિશ્વાસથી કોઈ પ્રતિસ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આવકની અપેક્ષાએ ખર્ચ વધારે રહેશે. ક્યારેક વધારે મેળવવાની ઇચ્છા અને કામ પ્રત્યેની ઉતાવળ બંને જ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

ધન રાશિ

વેપારમાં કોઈ નવા કામની શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરવા. આજે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ નજીકના ભવિષ્યમાં મળી શકશે. ઓનલાઈન કામ સાથે જોડાયેલા વ્યવસાય સફળ રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. બિનજરૂરી પ્રેમસંબંધોમાં પડીને તમે તમારી કારકિર્દી ખરાબ કરી શકો છો. થોડી પણ બેદરકારી નુકસાન કરી શકે છે. આ સમયે યોજનાઓ ઉપર વધારે સુધારો લાવવાની જરૂર છે.

કુંભ રાશિ

આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે રાહત અનુભવશો. જો કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. આજે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને પદ ઉન્નતિ મળવાની સંભાવના પણ રહેલી છે. વાતાવરણ રોમેન્ટિક રહેવાથી તમે તમારા પ્રેમીની સાથે બહાર ફરવા જઈ શકો છો. વ્યવસાયમાં જો તમારા ભાગીદાર સાથે વાદવિવાદ ચાલી રહેલો હોય તો આજે તેનો ઉકેલ આવશે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારી બુદ્ધિ અને વિવેકથી બધું મેળવી શકશો, જે તમે મેળવવા ઇચ્છતા હતા. વેપાર બાબતે તમે કોઈ ડીલ ફાઈનલ કરવા જઈ રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. પરિવારના સભ્યો તમારા કામમાં તમારી મદદ કરશે. આજે તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી તમારા સંબંધોમાં નજીકતા આવશે. આજે સાંજના સમયે તમે તમારા કોઈ મિત્રને મળવા તેના ઘરે જઈ શકો છો.

મેષ રાશિ

આ દિવસ તમારા માટે સુખદ પરિણામ આપનારો રસ્તો ઘણા સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓ માંથી તમને રાહત મળશે. આજે તમે વેપાર માટે લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો યાત્રા તમારા માટે લાભદાયક રહેશે. નોકરી કરી રહેલા જાતકોને પાર્ટ ટાઇમ નોકરી કરવી હોય તો તેના માટે સમય મેળવવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને આજે પરીક્ષામાં સારી સફળતા મળશે જેનાથી તેનું મન પ્રસન્ન રહેશે. જો તમે કોઈ કામ ભાગ્યના ભરોસે કરશો તે તો તે કામમાં તમને જરૂર સફળતા મળશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયક રહેવાનો છે. આજે તમારા પરિવારમાં કોઈ સભ્યના લગ્ન સાથે જોડાયેલ ચર્ચા થઇ શકે છે. આજે તમારા ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં જેનાથી તમારા ઘરના બધા સભ્યો ખુશ દેખાશે. આજે તમારા પરિવારની સુખ સુવિધા માટેની વસ્તુઓની ખરીદી કરી શકો છો. આજે સાંજના સમયે તમે પરિવારના નાના બાળકો સાથે રમત ગમતમાં સમય પસાર કરશો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે સંતાનોની પ્રગતિ જોઇને તમે ખુશ રહેશો. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે તેના વેતનમાં વધારો થઈ શકે છે જેને જોઈને પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે અને તમે ઘરે કોઈ નાનકડી પાર્ટીનું આયોજન કરી શકો છો. નોકરી માટે જો તમે કોઈ અરજી કરેલી હોય તો તેમાં સફળતા મળશે. આજે પૈસાની બાબતે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. વેપાર-ધંધામાં તમારા પૈસા કોઈ જગ્યાએ અટકેલા હોય તો તે પાછા મળશે.