૭ ઓક્ટોબર ૨૦૨૨ પર આવી રહ્યું છે પ્રદોષ વ્રત, આ રાશિની પ્રસિદ્ધી અને નામનામાં થશે વધારો, ભોળાનાથ કરશે કૃપા

Posted by

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેવાનો છે. આજે તમારે તમારી આળસને દૂર કરીને કામ કરવા પડશે જેથી તમે આગળ વધી શકશો અને તમને કોઈ પ્રસિદ્ધિ મળી શકશે. આજે કાર્યક્ષેત્રમાં એક પછી એક કામ પૂરા થતા જશે જેનાથી તમારા બધા કામ સમયસર પૂરા થતા જસે. આજે સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે હસી ખુશીથી સમય પસાર કરશો. બધા કામમાં તમારે ધીરજ રાખવી જરૂરી છે. અધિકારીઓ તમારા ઉપર પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફાયદાકારક રહેશે. આજે તમારા સંતાનોના ભવિષ્ય માટે તમે કોઈ નિર્ણય લઈ શકો છો. આજે સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે અને તેના દ્વારા કોઈ શુભ સૂચના મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો જેનાથી તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. આજે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. સાંજના સમયે તમે તમારા બાળકો સાથે રમત ગમતમાં સમય પસાર કરશો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે લાભદાયક રહેવાનો છે. શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આજે તમને તમારી આશા પ્રમાણે લાભ મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને જીવનસાથીનો સાથ અને સહયોગ ભરપૂર પ્રમાણમાં મળશે. પરિવારના કોઈ સભ્ય તરફથી આજે ખુશીના સમાચાર સાંભળવા મળશે. જો તમે સંતાનોને કોઈ કોર્સમાં એડમિશન અપાવવા ઈચ્છતા હોય તો તેના માટે આજના દિવસ ઉત્તમ રહેશે. સાંજના સમયે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓ માંથી રાહત અપાવનારો રહેશે. આજે તમારી બધી ચિંતાઓ દૂર થશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. વિદેશોમાં નોકરી અથવા તો વિદેશી નાગરિકતા માટે પ્રયત્ન કરી રહેલા હોય તો તેમાં પણ સફળતા મળશે. આજે રાજનૈતિક તમારામાં અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો અને જૂની યાદો તાજી કરશો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. આજે તમે તમારા સંતાનોના લગ્ન સાથે જોડાયેલ કોઈ નિર્ણય લઈ શકો છો જેમાં તમારે પરિવારના બધા સભ્યોની મદદની જરૂર પડશે. આજે સાંજથી લઈને રાત્રે સુધી તમે પરિવારના લોકો સાથે હસી ખુસીથી સમય પસાર કરશો. આજે તમારા માતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ મુશ્કેલી આવી રહેલી હોય તો તેના ગુરુજનોની મદદથી તેનો ઉકેલ આવશે.

તુલા રાશિ

આજના દિવસ તમારા માટે ખાસ લાભ અપાવનારો રહેશે. આજે તમે વેપાર-ધંધા માટે લાભદાયક કરાર કરી શકો છો જેની તમને આશા પણ ન હતી અને તેને કારણે તમારું મન ખુશ રહેશે. આજે કોઈ વડીલ વ્યક્તિની વાત માનીને તમે તમારા વેપાર-ધંધામાં પ્રગતિ કરી શકો છો. રાત્રિના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે મનોરંજનમાં સમય પસાર કરશો. જો તમારા કોઈ કામ પાછલા કેટલાક સમયથી અટકેલા હોય તો તે આજે પૂરા થઈ શકે છે.

વૃષીક રાશિ

આજના દિવસે સામાજિક કામમાં તમારો રસ વધતો દેખાશે અને જેમાં તમે પૈસા ખર્ચ કરશો અને તેનાથી તમારા યશમાં વધારો થશે. સામાજિક કામમાં આગળ પડતાં રહીને ભાગ લેશો અને તેનાથી લોકોના સમર્થનમા વધારો થશે. આજે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી તમે ખુશી અનુભવશો. તમારા સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલ કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. આજે સાંજના સમયે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે કઈક ખાસ રહેવાનો છે. ઘર પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહેલી હોય તો આજે તેનો ઉકેલ આવશે, જેમાં તમારા વડીલોની સલાહ ફાયદાકારક સાબિત થશે. સંતાન પક્ષ તરફથી આજે ખુશીના સમાચાર સાંભળવા મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે તમારા મિત્ર સાથે મુલાકાત થશે અને તમે સાથે બેસીને જૂની યાદો તાજી કરશો અને તેનાથી તમારું મન પ્રસ્સન રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેવાનો છે. અભ્યાસના ક્ષેત્રમાં આજે તમને ખાસ ઉપલબ્ધિઓ મળી શકે છે. વેપાર કરી રહેલા જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે અને જેને માટે તમારે આળસનો ત્યાગ કરવો પડશે અને મહેનત કરવી પડશે. વ્યસ્ત હોવા છતા તમે તમારા પરિવારના સભ્યો માટે સમય મેળવી શકશો જેને કારણે એ લોકો ખુશ રહેશે.