૭ ઓક્ટોબર ૨૦૨૨ પર બની રહ્યા છે વૃદ્ધી યોગ, આ રાશિને વ્યવસાયના ક્ષેત્રમાં થશે જબરદસ્ત લાભ

Posted by

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે તમારા કોઈ મિત્ર મારી મદદ માટે આગળ આવશે. અને એ બનતા બધા પ્રયત્નો કરશે. આજે તમારા વ્યવસાયને લઈને કોઈ નવા કામ શરૂ કરવા જઈ રહ્યા હોય તો તેના માટે દિવસ ઉતમ છે. આજે તમારા જીવનસાથી માટે સમય મેળવવામાં તમે સફળ રહેશો. આજે તમારા માતા-પિતાનું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતા દૂર થશે. સસરાપક્ષ તરફથી આજે તમને માન સન્માન મળતું દેખાઈ રહ્યું છે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ સંપત્તિના સંકેત લઈને આવી રહ્યો છે. જો તમે ઘર તેમજ દુકાન ખરીદવા ઈચ્છતા હોય તો તે ખરીદવામાં તમને સફળતા મળશે તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારું મન પણ પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યો આજે તમારી પ્રગતિ જોઇને તમારા માટે કોઈ મોટી પાર્ટીનું આયોજન કરી શકે છે. સંતાન પક્ષ તરફથી આજે તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે. તમારા કામ લાંબા સમયથી અટકેલા હોય તમે પૂરા કરવામાં સક્ષમ રહેશો.

કુંભ રાશિ

પૈસાની લેવડદેવડમાં અને રોકાણામા લાભ મળવાની સંભાવના રહેલી છે. કોઈ સામાજિક આયોજનમાં ભાગ લેવાનો ચાન્સ મળી શકે છે. તમારા ધન-ધાન્યમાં વધારો થશે. તમારું મન પૂજા પાઠમાં વધારે લાગશે જેનાથી તમારા ભૌતિક સુખમાં વધારો થશે અને તમને આત્મિક સંતુષ્ટિ મળશે. આજે તમારા ભાગ્યના સિતારાઓ તમારા પક્ષમાં છે. આજે પૂરી એકાગ્રતાથી કામ કરવા જેથી તમારું ભાગ્ય ચમકશે. પૈસાની બાબતમાં તમને વધારે લાભ મળવાની સંભાવના રહેલી છે. વિદેશમાં રહેતા તમારા પરિવારના લોકો તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે અને તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે.

મીન રાશિ

આજે તમારા ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે. સંતાન પક્ષ તરફની ચિંતા દૂર થશે. યુવાનોને નવી નોકરી મળવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની તૈયારી અથવા તો અભ્યાસમાં સમય વધારે આપવો જેથી વધારે સારા પરિણામો મળી શકે. કોઈ આનંદ ઉત્સવમાં ભાગ લેવાનો ચાન્સ મળી શકે છે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે બધા કામ સમયસર પૂરા કરી શકશો. આજે તમને કામનું ભારણ સોંપવામાં આવશે અને તેને તમે સારી રીતે પૂરો કરી શકશો. આજનો દિવસ મુશ્કેલીઓ માંથી રાહત અપાવનારો રહેશે.. આજે તમે સારા ભોજનનો આનંદ લઈ શકો છો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. આજે તમે બીજાની મદદ કરવા માટે આગળ આવશો. આજે તમારે બીજા સાથે સાથે તમારા કામને પણ પ્રાથમિકતા આપવી. આજે કોઈ એવું કામ કરવું જે ઘણા લાંબા સમયથી અટકેલા હોય. સંતાનોની પ્રગતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે વેપાર બાબતે કોઈ યાત્રા પર જઈ શકો છો અને તે તમારા માટે લાભદાયક સાબિત થશે.

મેષ રાશિ

આજે તમારા ઉત્તમ વ્યક્તિત્વ તેમજ આ વ્યવહારને લીધે સામાજિક ગતિ વિધિમાં તમારી પ્રતિભા ખુલીને સામે આવશે. સ્થાન પરિવર્તન સાથે જોડાયેલ ઉત્તમ યોગ બની રહ્યા છે. યુવાનોએ પોતાની કારકિર્દીને લઈને વધારે ગંભીર રહેવું. ધ્યાન રાખવું કે ક્યારેક આળસ તમારા ઉપર હાવી થઈ શકે છે જેને લીધે તમારા મહત્વના કામો અટકી શકે છે. કાર્યક્ષમતા તેમજ મનોબળ બનાવી રાખવું. કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું કારણ કે તેને લીધે તમારા માન-સન્માનને નુકસાન થઈ શકે છે. ભાગીદારી સાથે જોડાયેલા કામમાં ફાયદાકારક પરિસ્થિતિઓ બનેલી છે. આ ગતિવિધિ ઓમા પારદર્શિતા રાખવી જરૂરી છે. કમિશન સાથે જોડાયેલા કામમાં નુકસાન થઈ શકે છે એટલા માટે સાવધાન રહેવું. ઓફીસના વાતાવરણમાં તમારે સામંજસ્ય બનાવી રાખવું પડશે. પતિ પત્ની અથવા તો પ્રેમ સંબંધો વચ્ચે ગેરસમજણને લીધે બોલાચાલી થઈ શકે છે. એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે.

વૃષભ રાશિ

આજે તમારા પારિવારીક તેમજ વ્યવસાયિક ગતિ વિધિમાં સારું સંતુલન બનાવી રાખવામાં તમે સક્ષમ રહેશો. આ સમયે આર્થિક લાભ મળવાની મહત્વપૂર્ણ સંભાવનાઓ બનેલી છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં એકાગ્ર ચિત્ત રહેવું પડશે. મિલકત સાથે જોડાયેલ કોઈ પણ કામ આજે સ્થગિત રાખવા. કોઈ કાગળિયાને લગતું કામ કરતા પહેલા તેના વિશે સારી રીતે અધ્યયન કરવું જરૂરી છે. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા તે પાછા ક્યારે મળશે તે નક્કી કરી લેવું જરૂરી છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધામાં ચાલી રહેલો તણાવ દૂર થશે તેમજ સંબંધોમાં મધુરતા આવશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે તેમા તમને અડચણો નહીં આવે. તમારા કામમાં જીવનસાથીનો પૂરો સહયોગ તમારી ચિંતાઓને ઓછી કરશે. પ્રેમી સાથે ડેટિંગ પર જવાના અવસર મળશે.

મિથુન રાશિ

આજે વધારે પડતો સમય ઘરની વ્યવસ્થાને સારી બનાવવામાં પસાર થતો જશે. બાળકો સાથે સમય પસાર કરવો તેમજ તેનું માર્ગદર્શન કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે. આ સમયે ખર્ચ પણ વધારે રહેશે અને આવકના સ્ત્રોતો ઓછા રહેશે. નજીકના સંબંધી સાથે મતભેદની સ્થિતિ બની રહી હોય તો વધારે સારું રહેશે કે તમારા સ્વભાવમાં લચીલાપણું રાખો. કોઈની વ્યક્તિગત બાબતમાં દખલગીરી ન કરવી. વ્યવસાયમાં કોઈપણ નવા કામની યોજનાઓ પર ગંભીરતાથી કામ કરવું. જેથી તમને જરૂર સફળતા મળશે. ઘરના કોઈ વડેલા સભ્યનું માર્ગદર્શન તમારા માટે સહાયક રહેશે. નોકરી કરતા લોકોએ પોતાના કામ ધ્યાનથી કરવા કારણકે કોઈ ભૂલ થવાની આશંકા છે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. પરીવાર સાથે બહાર ફરવા જવા તેમજ મનોરંજન સાથે જોડાયેલ પ્રોગ્રામ બનશે.