૮ ઓગસ્ટે બની રહ્યા છે ઇન્દ્ર યોગ, આ રાશિ માટે બનશે નવી લાભની યોજનાઓ, સમય રહેશે પક્ષમાં

Posted by

તુલા રાશિ

દિવસની શરૂઆતમાં તમારે તમારા મહત્વના કામ સાથે જોડાયેલી યોજનાઓ બનાવી લેવી કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ નહીં રહે. આધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ તમને માનસિક શાંતિ આપશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ક્યારેક ક્યારેક તમારું આત્મકેન્દ્રીત હોવું અને માત્ર તમારા વિશે વિચારવું એ નજીકના સંબંધોમાં કડવાહટ લાવી શકે છે. સામાજિક બની રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓનું અભ્યાસ માંથી ધ્યાન હટીને મિત્રો સાથે હરવા ફરવામાં વધારે ધ્યાન લાગશે.bવ્યવસાયિક ગતિ વિધિઓ મધ્યમ રહેશે. તમારા કામની ક્વોલિટીને વધારે સારી બનાવવાની જરૂર છે. પેમેન્ટ ભેગુ કરવા માટે સમય અનુકૂળ છે, તેના માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય રહેવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. પરંતુ આ સમયે લગ્ન બહારના સંબંધો બનવાની આશંકા રહેલી છે માટે સાવધાન રહેવું.

વૃશ્ચિક રાશિ

કોઈ લાભદાયક સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ચાલી રહેલી ગેરસમજણ કોઈ મધ્યસ્થ વ્યક્તિની મદદથી ઉકેલાઈ જશે. જો રોકાણ સાથે જોડાયેલી કોઇ યોજના બની રહી હોય તો તરત જ તેના ઉપર અમલ કરવો. આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. નજીકના સંબંધીઓ સાથે મતભેદની સ્થિતિ બની રહે છે. પરંતુ થોડું સકારાત્મક બનવાથી સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલ બાબતમાં આજે કોઈ કાર્યવાહી ન કરવી. વેપાર-ધંધામાં ગતિવિધિઓ સામાન્ય રહેશે પરંતુ વધારે ફાયદાની આશા ન રાખવી. શેર બજારમાં પૈસા લગાડવા માટે સમય અનુકૂળ છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મધુર બનાવી રાખવાની જરૂર છે. ઘરની વ્યવસ્થા સારી બની રહેશે. પ્રેમી સાથે લોંગ ડ્રાઈવ પર જવાના અવસર મળશે.

ધન રાશિ

થોડા સમયથી ચાલી આવી રહેલા પારિવારિક વાદવિવાદ દૂર થવાથી ઘરમાં શાંતિ વાળું વાતાવરણ બની રહેશે, તેમજ તમે તમારા વ્યક્તિગત કામ ઉપર ધ્યાન આપી શકશો. આ સમયે નવી ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે અને તેનું સારું પરિણામ મળશે. ઉતાવળ અને વધારે પડતા આત્મવિશ્વાસને લીધે તમારા કામ બગડી શકે છે એટલા માટે ધીરજ અને સંયમથી કામ કરવા. ધ્યાન રાખો કે તમારા કોઈ નજીકના વ્યક્તિ જ તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી શકે છે માટે એ વધારે સારું રહેશે કે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. તમારું ધ્યાન માર્કેટિંગ અને પ્રમોશનમાં લગાવવું જરૂરી છે. સારી રણનીતિ બનાવીને કામ કરવાથી સફળતા મળવાની સંભાવનાઓ વધી જશે. વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ ઉપર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. નોકરીમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી રહેશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. પ્રેમસંબંધોમાં નજીકથી વધવાથી મન પ્રફુલ્લિત રહેશે.

મકર રાશિ

સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. છેલ્લા કેટલાક સમયથી તમારા કામ અટકેલ હોય તો તે ગતિ પકડશે તેમજ ભવિષ્યના લક્ષ્યને મેળવવા માટેની સંભાવનાઓ વધશે. જો વાહન ખરીદવા માટેની યોજના બનાવી રહ્યા હોય તો સમય અનુકૂળ છે. ભાવુકતા અને ઉદારતામાં આવીને લેવામાં આવેલા નિર્ણય નુકસાનકારક રહી શકે છે એટલા માટે કોઈપણ યોજના બનાવતા પહેલા ગંભીરતાથી વિચાર કરી લેવો જરૂરી છે. દિનચર્યાને સારી બનાવી રાખવી જરૂરી છે, બેદરકારી ન રાખવી. કામકાજને લઈને કોઈ નજીકની યાત્રા બની શકે છે. નવી ઉપલબ્ધિઓ મળવાના યોગ છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં સહયોગીઓ સાથે તાલમેલ રાખવામાં થોડી મુશ્કેલીઓ આવશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો તમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

કુંભ રાશિ

ઘણા બધા પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તેમજ સામાજિક વિસ્તાર પણ વધશે. ગ્રહનું પરિભ્રમણ લાભદાયક બનેલું છે. પાછલી કેટલીક ભૂલમાંથી શીખીને તમે આગળ વધશો. તમને નવી ઉપલબ્ધિઓ મળવાની છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. યુવાનોએ ધ્યાન રાખવું કે થોડી પણ બેદરકારી તમને તમારા લક્ષ્ય પરથી ભટકાવી શકે છે. ઘરના વડીલ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનો અમલ કરવો જરૂરી છે. બહારના લોકોને તમારા વ્યક્તિગત જીવનમાં દખલગીરી ન કરવા દેવી. આ સમય વ્યવસાયને આગળ વધારવા માટે લોકો સાથેના સંપર્કો ફાયદાકારક સાબિત થશે. સ્થાન પરિવર્તનની યોજના બનવાની સંભાવના છે. ટેક્ષ અને લોન જેવી બાબતોને સ્થગિત રાખવી. કારણ કે તેમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે નાનકડો વાદવિવાદ રહેશે. સંબંધોમાં એક-બીજાની ભાવનાઓને સન્માન કરવું.

મીન રાશિ

તમારા સપના પુરા કરવા માટેનો સમય છે. સખત મહેનત કરવી. મુશ્કેલમાં મુશ્કેલ કામ તમે તમારા દઢનિશ્ચયથી પુરા કરવાની ક્ષમતા રાખશો. ઘરના રખરખાવ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં ધ્યાન રહેશે. આળસને લીધે તમારા કામને કાલ ઉપર ટાળવાના પ્રયત્નો ન કરવા. આ કારણે તમારા કામમાં અડચણો આવી શકે છે. તમારા સ્વભાવમાં સમય મુજબ બદલાવ કરવો જરૂરી છે. આવેશને કારણે સંબંધોમાં કડવાહટ આવી શકે છે. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે કારણે કે કોઇપણ કર્મચારીની નકારાત્મક ગતિવિધિને લીધે નુકશાન થઇ શકે છે. નોકરી કરતા લોકોને બદલાવ સાથે જોડાયેલી યોજનાઓ માટેના અવસર મળે તો તરત જ તેનો ઉપયોગ કરી લેવો. પારિવારિક વાતાવરણ શાંતિ વાળું રહેશે. પ્રેમસંબંધોમાં સ્થિરતા બનાવી રાખવાના પ્રયત્નો કરવા.