૯ ઓગસ્ટ ૨૦૨૨ પર આવી રહ્યું છે પ્રદોષ વ્રત, આ રાશિ માટે જળવાઈ રહેશે ભોલેનાથની કૃપા દ્રષ્ટિ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા આરોગ્ય માટે ખૂબ જ સારો રહી શકે છે, એટલા માટે તમારા બધા કામમાં સમયસર પૂરા થતા જશે. જો તમને કોઈ મુશ્કેલી હોય તો આજના દિવસે તમને બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે. આજે તમારા તમે તમારા જૂના મિત્રોને મળશો અને તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે જીવનસાથીનો ભરપૂર સહયોગ અને સાનિધ્ય મળતું દેખાઈ રહ્યું છે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધેલા હશે તો તે આજે તમે ચૂકવી શકશો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. જે કામ પુરા કરવા માટે તમે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા એ કામમાં આજે પૂરા થશે અને તેનાથી તમને લાભ મળશે. કોર્ટ કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો નિર્ણય આવશે અને ઉકેલ તમારા પક્ષમાં આવશે. સાંજના સમયે જો તમે યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોય તો યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થશે. યાત્રા દરમિયાન પરિવારના સભ્યો ખુશ રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉતમ ફળદાયક રહેશે. આજે તમારા બિન જરૂરી ખર્ચાઓ ઓછા રહેવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે અને તેનાથી તમને પદ ઉન્નતિ મળવાની સંભાવના પણ રહેલી છે. આજે તમારૂ આરોગ્ય સારું રહેવાથી તમારા બધા કામો સમયસર પૂરા કરતા જશો. ધર્મ અને આધ્યાત્મન પ્રત્યે તમારો રસ વધશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. સંતાન પક્ષ તરફથી આજે તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ ભાગ્યના દ્રષ્ટિકોણથી ઉત્તમ રહેવાનો છે. આજે તમારે તમને ચારે બાજુથી શુભ સૂચનાઓ મળતી રહેશે. સંતાન પક્ષે કોઇ પરીક્ષા આપેલી હોય તો તે પરીક્ષામાં સફળતા મળશે અને સંતાનો પ્રત્યેનો તમારો વિશ્વાસ પણ મજબૂત બનશે. આજે તમે તમારા માતા માટે કોઈ ભેટ ખરીદી શકો છો. મોસાળ પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. આજે તમારા માન અને પ્રતિષ્ઠામા વધારો થતો દેખાશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે તમારી બધી ચિંતાઓ દૂર થવાથી તમે રાહતનો શ્વાસ લેશો. વેપારમાં કોઈ મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમે તમારા બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેશો, જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત નક્કી થઈ શકે છે, જેમા પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવશે. આજે સાહસ અને નિર્ભયતાથી તમે જે કોઈપણ કામ પૂરા કરશો તેમા તમને ખૂબ જ લાભ મળશે. માતા-પિતાના આશીર્વાદથી કરવામાં આવેલા કામમાં ભરપૂર સફળતા મળશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે જેની તમે ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય આજે ભરપૂર પ્રમાણમા મળતું દેખાઈ રહ્યું છે.

તુલા રાશિ

આજનો દિવસ તમને શુભ ફળ આપનારો રહેશે. આજે તમારી સંપત્તિમાં વધારો થવાના સંકેત મળી શકે છે. વિદ્યાર્થીઓને તેના ગુરુજનો અને સિનિયરના સાથ અને આશીર્વાદની જરૂર પડશે. જો તમે કોઈ નવા વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે પરિવારમાં કોઈ ખાસ મુદ્દા ઉપર વિચાર વિમર્શ થઈ શકે છે. તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી સંબંધ નજીકતા અને મધુરતા વધે.