૯ ઓક્ટોબર ૨૦૨૨ પર આવી રહી છે શરદ પૂર્ણિમા, આ રાશીનું નસીબ તારાની જેમ થશે ટમટમ, ખરાબ સમયનો થશે અંત

Posted by

મકર રાશિ

આજનો દિવસ તમને તમારી અપેક્ષા મુજબના લાભ અપાવનારો રહેશે. જો કોઈ ડીલ ફાઇનલ કરવામાં સમસ્યા આવી રહેલી હોય તો તમારા ભાગીદારની સલાહ લેવી તેનાથી તેમાં ફાયદો મળશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ પહેલા કરતા વધારે સારી રહેશે, જેને જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. જો ભાગીદારીમાં કોઈ વેપાર કરવાનું મન બનાવી રહ્યા હોય તો તેનાથી ભરપૂર લાભ મળશે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે છે જેને જોઈને પરિવારના સભ્યો તેના માટે મંજૂરી આપી દેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે પ્રતિષ્ઠિત લોકોને મળવાનો રહેશે. આજે તમારી મુલાકાત કેટલાક એવા લોકો સાથે થશે જે તમારા વેપાર ધંધા માટે કોઈ સારી સલાહ આપશે. વ્યવસાયના ક્ષેત્રમાં તમારી ઈચ્છા મુજબના લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે. વિદેશમાં કોઈ વેપાર કરી રહેલા હોય તો તેનાથી મોટા પ્રમાણમાં લાભ મળશે. સંતાનોના ભવિષ્ય માટેની યોજનાઓ ઉપર પૈસા ખર્ચ કરશો. આજે સાંજના સમયે તમે તમારા માતા પિતાની સેવામાં સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને આજે તેની ઇચ્છા મુજબ અનુકૂળ પરિણામ મળશે, જેને લીધે તેનું મન પ્રસન્ન રહેશે.

મીન રાશિ

આજે તમારા અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. વિદેશી સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ સંબંધી સમાચારની રાહ જોઈ રહ્યા હોય તો સારા સમાચાર મળશે. આજના દિવસે તમારી યોજનાઓમાં જલ્દી જ બદલાવ આવી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. યોગ્ય દિશામાં ઈમાનદારીથી લેવામાં આવેલું પગલું નિશ્ચિત તમને લાભ અપાવશે. તમે જે કોઈપણ કામ કરશો તે સમયસર પૂરા થતા જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

કુંભ રાશિ

આજે વડીલોના આશીર્વાદ તમારી ઉપર બની રહેશે. ભાગીદાર સાથેના સંબંધો સારા રહી શકે છે. આર્થિક મુશ્કેલની હાલત માંથી તમે બહાર નીકળી શકો છો. ઘરમાં થોડો બદલાવ લાવવા માટે પહેલા બીજા લોકોના વિચારો સારી રીતે જાણી લેવા. આજે તમારી આજુબાજુ બની રહેલી ઘટનાઓથી તમે સહજ અનુભવશો. આજે પોતાની જાતને ઉર્જાથી ભરેલી અનુભવશો. આધ્યાત્મિકતા તરફ તમારો રસ રહેશે.

મિથુન રાશિ

રોજિંદી જરૂરિયાતો પૂરી થવાથી લગ્નજીવન ખુશી રહી શકે છે. જે યુવાનો નોકરીની શોધમાં છે તેને સારી નોકરી મળી શકે છે. તમારે તમારા વ્યક્તિત્વને વધારે સારા બનાવવાના પ્રયત્ન કરવા, જે સંતોષજનક સાબિત થશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી ખુશીના સમાચાર સાંભળવા મળશે. કોઈ નજીકના સંબંધીની સલાહથી તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો.

મેષ રાશિ

વડીલોનો સહયોગ તેમજ માર્ગદર્શન મળશે. પુરા પ્રયત્ન કરવા કે તમે બધાને સંતુષ્ટ કરી શકો. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં સમય સારો પસાર થઇ રહ્યો છે. આજે તમે કોઇ કાનૂની કાગળીયા પર સહી કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે વેપારીઓને સારો લાભ મળશે. કાર્ય સ્થળ ઉપર તમે મહેનત કરશો અને તમને ઉપલબ્ધિઓ મળવાથી ગર્વનો અનુભવ કરશો. મનમાં પ્રસન્નતા બની રહેશે. ધાર્મિક કામ પ્રત્યે તમારો રસ વધશે.

કર્ક રાશિ

આજે તમારી મધુર વાણીને કારણે તમે બધા લોકોનું દિલ જીતી લેશો. કોઈ મુદ્દા પર ઘરના લોકો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરશો. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. તમારા વિવેક અને બુદ્ધિથી તમે નવા કામની શોધમાં લાગશો. તમે તમારી નબળાઈઓ ઉપર કાબૂ મેળવી શકશો. શારીરિક મુશ્કેલી દૂર થવાથી તમે તમારા બધા કામ સમયસર પૂરા કરશો. તમારા પ્રિય વ્યક્તિ સાથે તમારો પ્રેમ ભર્યો વ્યવહાર સંબંધોમાં પ્રગાઢતા લાગશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ચારે બાજુથી ખુશીનું વાતાવરણ બનાવી રહ્યો છે. આજે તમે કોઈ નવા કામો પૂરા કરશો અને તેમાં તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આજે તમારા કાર્ય સ્થળ ઉપર કેટલાક પરિવર્તન કરી શકો છો જે તમારા માટે લાભદાયક સાબિત થશે. આજે તમે તમારા ઘર, નોકરી અને વ્યવસાય વગેરેમાં અટકેલા કામ પૂરાં કરશો. આજે તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી સંબંધો વધારે સારા બને. આજે લોકોના દિલ જીતવામાં તમે સફળ રહેશો તેનાથી તમને લાભ પણ મળશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવશે. વેપારમાં પ્રગતિ જોઇને તમારા કેટલાક શત્રુઓ તમારી ઈર્ષા કરશે પરંતુ એ લોકો તમારું કંઈ બગાડી નહીં શકે. તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે અને આજે કોઈપણ દેશમાં રહેતા તમારા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. મિલકતની બાબતમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઇ શકે છે જેનાથી તમને ભરપૂર લાભ મળશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો દિલ ખોલીને રોકાણ કરો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં ભરપૂર લાભ મળશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે તમે ઘણો સમય ધાર્મિક કામમાં પસાર કરશો અને તેમાં આગળ પડતા રહીને ભાગ લેશો. આજનો દિવસ તો તમારા માન સન્માનમાં વધારા માટેનો દિવસ રહેશે. આજે તમારા બધા કામો સરળતાથી પૂરા થતા જશે. આજે તમારા મનમાં સકારાત્મક ભાવના રહેશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને કોઈ મહિલા મિત્રોની મદદથી ધન લાભ મળી શકે છે. આજે તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સંતોષજનક રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈ સાથે વેપાર કરવા જઈ રહ્યા હોય તો તેનાથી તમને ભરપૂર લાભ મળશે. આજે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તમે પરિવારના લોકો સાથે ખરીદી કરવા જઈ શકો છો. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે વાતચીત અને હસી મજાક કરવામાં સમય પસાર કરશો. નોકરી કરી રહેલા જાતકને તેના બોસ સાથેના સંબંધોમાં સુધારો આવશે. આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ

દિવસ તમારા માટે મોજ મસ્તી વાળો રહેશે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે એટલા માટે આજે એ જ કામ કરવા જે તમે ખૂબ જ વધારે પ્રિય હોય. આજે સામાજિક કામમાં તમારું યોગદાન આપવા માટે તમે આગળ આવશો અને તેનાથી લોકો તમારી પ્રશંસા કરશે. જો તમારા પિતાજી સાથે કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો તેનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ જો કોઈ જગ્યાએ પરીક્ષા માટે અરજી કરવા ઈચ્છતા હોય તો આજે કરી શકે છે.