૯ ઓક્ટોબર ૨૦૨૨ પર બનશે વ્યાઘાત યોગ, આ રાશિ માટે થોડું ધ્યાન રાખવા જેવું ખરું

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ પરિણામ લઇને આવશે. આજે તમે વેપારમાં થોડું પરિવર્તન કરી શકો છો જેનાથી તમારા સહયોગી ખુશ રહેશે. જો કોઈ કાનૂની બાબતો ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવવાની સંભાવના દેખાઈ રહી છે. નોકરી કરી રહેલા જાતકોને આજે કોઈ અધિકારી સાથેના વાદ વિવાદનો ઉકેલ આવશે. જેથી પ્રમોશનના મળવાના ચાન્સ વધારે રહેશે. સાંજના સમયે તમે તમારા વેપાર માટેની અધુરી યોજના પૂરી કરવા સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના રસ્તા ખુલશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. આજે વેપારમાં તમારા શત્રુઓ તમને પરેશાન કરવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું બગાડી રહી શકે. આત્મવિશ્વાસની સાથે કામ આગળ વધારશો તો બધા કામ સારી રીતે પૂરા થશે. તમારી વાણીમાં મધુરતા રાખવાથી સંબંધોમાં નજીકતા આવશે. આરોગ્ય સારું રહેવાથી તમારી બધી ચિંતાઓ દૂર થશે. સાંજના સમયે તમે તમારા જીવનસાથી સાથે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે ખરીદી કરી શકો છો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે નિશ્ચિત પરિણામ લઇને આવશે. આજે વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રમાં તેની ઇચ્છા મુજબની સફળતા મળશે, જેનાથી તેનું મન પ્રસન્ન રહેશે. સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચાર સાંભળવા મળશે. પરિવારના સભ્યો સાથે જો બોલાચાલી થઈ હોય તો તેનો ઉકેલ આવશે. વિદેશમાં વેપાર કરી રહેલા લોકો તરફથી કોઈ સૂચના મળી શકે છે જેનાથી તમને ધન લાભ મળશે. રાજનૈતિક ગતિવિધિઓમાં આપે આગળ વધતાં રહીને ભાગ લેશો અને તેનાથી લોકોના સમર્થનમાં વધારો થશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. આજે તમને બધા કામોમાં સફળતા મળતી દેખાઈ રહી છે, માટે આજે તમારે એ જ કામ કરવા જે તમને વધારે પ્રિય હોય. આજે તમારા ભવિષ્ય સાથે જોડાયેલ બચત કરી શકો છો. જેનાથી તમને ભવિષ્યમાં ભરપૂર લાભ મળશે. જો તમારા ભાઈઓ સાથે વાદવિવાદ ચાલી રહેલો હોય તો તમારા પરિવારના લોકોની મદદથી તેને ઉકેલવામાં તમે સફળ રહેશો.

મકર રાશિ

આજના દિવસે ઘણા લાંબા સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ આવશે અમે તેને લીધે તમે પ્રસન્ન રહેશો. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે લોકસભા કરવાનો ચાન્સ મળી શકે છે જેને કારણે લોકોના સમર્થનમાં વધારો થશે. જો તમારા કોઈ મિત્રને લાંબા સમયથી મળવાનું મન હોય તો તે મિત્ર આજે તમારી સામે આવી શકે છે. જીવનસાથી સાથે આજે તમે બહાર ફરવા જઈ શકો છો જેનાથી તમારી વચ્ચેના સંબંધો સારા બનશે. કાર્યક્ષેત્રમાં આજે તમે વિવેક અને બુદ્ધિથી કામ કરશો તો તેનાથી તમને ભરપૂર લાભ મળશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઓછી મહેનતે વધારે સફળતા અપાવનાર રહેશે. તમે જેટલી મહેનત કરશો તેનું તમને વધારે સારું પરિણામ મળી શકશે. આજે વ્યસ્તતા હોવા છતાં તમે તમારા પ્રેમ જીવન માટે સમય મેળવવામાં સફળ રહેશો. ઘરમાં રંગરોગાનનું કામ થઈ શકે છે. જો તમે તમારા ખર્ચાને કાબુમાં રાખશો તો તમે તમારા ભવિષ્ય માટે બચત કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારા ભવિષ્યની ચિંતા દૂર થશે.

મીન રાશિ

આજનો દિવસ આરોગ્યના દ્રષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે તમારા બધા કામો સમયસર પૂરા કરી શકશો. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે કોઈ મહિલા મિત્રના સહયોગથી ઉન્નતિ મળી શકે છે. નાના વેપારીઓ માટે લાભની પરિસ્થિતિ બની રહે છે. જો તમે તમારા સંતાનો માટે કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. આજે તમે પરિવારના સભ્યો સાથે બેસીને કોઈ વાત ઉપર વિચાર વિમર્શ કરશો. આજે સાંજના સમયે તમે તમારા માતા પિતા સાથે વાતચિત કરવામાં સમય પસાર કરશો.