આ રાશીને ૨ દિવસમાં મળશે નવા અવસર, આતુરતાનો આવશે અંત, ઉઘડી જશે નસીબ

Posted by

મીન રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલા તણાવ માંથી આજે રાહત મળશે. તેમજ તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ કરશો. તમારી દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન આવશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના પુરા યોગ બનેલા છે. તમારી વ્યસ્તતા વાળી દિનચર્યાને કારણે વ્યક્તિગત કારણો ઉપર ધ્યાન નહીં આપી શકો. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા કામમાં અડચણો આવી શકે છે પરંતુ આ સમયે કોઈ સાથે વાદવિવાદની સ્થિતિમાં ન પડવું, અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ મેળવવો.

કન્યા રાશિ

વ્યવસાયિક ગતિવિધિઓ અડચણો વગર પૂરી થશે. બધા કામ યોજનાઓ બનાવીને પૂરા થતા કરવા. આ સમય માર્કેટિંગ અને પેમેન્ટ ભેગુ કરવા માટે અનુકૂળ છે. પતિ-પત્નીએ ઘરની વ્યવસ્થાને લઈને એકબીજા માટે સમય નહીં કાઢી શકે, પરંતુ ઘરના વડીલોના અનુશાસન અને દેખરેખથી ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે. ઘર-પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ રહેશે. ભાવનાત્મક રૂપથી પોતાને મજબૂત અનુભવ કરશો.

મેષ રાશિ

થોડો સમય બગીચાની પ્રકૃતિની નજીક રહેશો. તેનાથી તમને નવી ઊર્જા મળી શકશે. ક્યારેક કોઈ વાત ઉપર જિદ્દ કરવાથી તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. એટલે સ્વભાવમાં થોડું લચીલાપણુ જાળવી રાખવું. કોઇ પરેશાનીમાં નજીકના મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરવી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. તમે જો કોઈ નવું કામ શરૂ કર્યું છે તો અત્યારે થોડી અડચણો આવી શકે છે. પરંતુ તમારે હિંમત ના હારવી અને જલ્દી પરિસ્થિતિઓ તમને અનુકૂળ બની જશે.

વૃષભ રાશિ

કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની પૂરી યોજના તૈયાર કરી લેવાથી કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. કોઈ સમાજ સેવા સંસ્થામાં સહયોગ આપવાથી તમને માનસિક અને આત્મિક રૂપથી સુખ મળી શકે છે. ભાઈઓ કે મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખવું. તેની નકારાત્મક અસર તમારા સંબંધો તથા તમારી માનસિક શાંતિ ઉપર પડી શકે છે. બહારની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરશો.

કર્ક રાશિ

તમારો તમારા કામ પ્રત્યે પૂર્ણ સહયોગ તમારા અનેક કાર્યોને ઉકેલવામાં સક્ષમ રહેશે. સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. જો ઘરમાં સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ પ્રમાણે તેનું પાલન કરવું. આજે મનમાં થોડી વિચલિત સ્થિતિ રહેશે એટલે બીજા લોકોની વાતોમાં ન આવીને તમારે તમારા કામથી કામ રાખવું. નહીંતર વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. કોર્ટ કચેરીને લગતી બાબતોને ટાળો તો સારું રહેશે.