આ રાશીને ૫ ઓક્ટોબર સુધી રહેશે સારો સમય. અગત્યના કામમાં મળશે સંતોષજનક પરિણામ

Posted by

તુલા રાશિ

આજે તમારી ચારે બાજુનું વાતાવરણ સુખમય રહેશે. પરિવારમાં ભાઈ બહેનના લગ્નની કોઈ સમસ્યા ચાલી રહેલી હોય તો તેનો વડેલા સભ્યોની મદદથી ઉકેલ આવશે અને તેનાથી પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે, તેમજ પરિવારમાં શુભ માંગલિક કાર્યક્રમો પર ચર્ચા થશે. આજે વેપારમાં લાંબા સમયથી તમને પૈસાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સૂચના સાંભળવા મળશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે. આજે તમે તમારા બધા કામો સમયસર પૂરા કરશો, જેથી તમે તમારા પોતાના માટે થોડો સમય કાઢી શકશો. જો તમારા વેપાર માટે કોઈ નવા વિચારોનો અમલ કરવા જઈ રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે તમારા સહયોગી ઓનો સહયોગ મળી રહેશે. રોજગારની દિશામાં કામ કરતા લોકોને રોજગારના નવા અવસર મળશે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે બહાર ફરવા જઈ શકો છો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. નોકરી અને વેપાર બંને જગ્યાએ તમારા શત્રુઓ તમારી પ્રશંસા કરશે અને જેને જોઈને તમને આશ્ચર્ય થશે. આજે તમને શાસન સત્તાનો ભરપૂર પ્રમાણમાં લાભ મળતો દેખાઈ રહ્યો છે. સાંજના સમયે તમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સસરાપક્ષ તરફથી ધન લાભ મળશે. જો તમારા કોઈ સરકારી કામ ઘણા સમયથી અટકી પડેલા હોય તો તેને પૂરા કરવાના પ્રયત્નો કરવા, આજે તેમા તમને ફાયદો મળશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિણામ આપનારો રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને સારા અવસર મળી શકે છે. જો તમે કોઈ નવા વેપાર ધંધામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે સાંજના સમયે તમારા માતા તમારા માટે કોઈ ભેટ લાવી શકે છે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમે તમારા કામ સમયસર પૂરા કરી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં ઘણા સમયથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ આવશે અને સંબંધોમાં મધુરતા વધશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લઇને આવશે. જો તમારા ઘર અને વ્યવસાયમાં પાછલા કેટલાક દિવસોથી મુશ્કેલી ચાલી રહેલી હોય તો આજે તેનો ઉકેલ આવશે અને તેનાથી તમે રાહત અનુભવશો. આજે તમારા પ્રિય વ્યક્તિ તરફથી તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે. આજે તમારે વેપાર-ધંધા માટે યાત્રા પર જવું પડશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમે બીજા લોકોને તેના કામમાં મદદ કરવા માટે આગળ આવશો.

મીન રાશિ

આજનો દિવસ શાંતિ વાળો રહેશે. આજે તમે તમારા સંતાનોના ભવિષ્ય માટેની યોજનાઓ બનાવશો અને તેમાં રોકાણ પણ કરશો, તેમાં તમારે તમારા જીવનસાથીના સહયોગની જરૂર પડશે તેમજ આજે તમારા સંતાનના ભવિષ્યની ચિંતા દુર થવાથી તમે રાહત અનુભવશો. જો તમે ઘણા સમયથી કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો આજે તે પાછા મળશે. તમારું લગ્ન જીવન આનંદમય રહેશે. આજે તમે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો જેનાથી તમને શાંતિનો અનુભવ થશે.