આ રાશી દિવાળી સુધીમાં બની જશે પૈસાદાર, રોકેટ ગતિએ ઉપડશે ભાગ્યના સિતારા

Posted by

મેષ રાશિ

આજે રોજબરોજની દિનચર્યાથી અલગ તમે કેટલાક રત્ના રચનાત્મક અને સર્જનાત્મક કામમાં સમય પસાર કરશો. ઘણા સમયથી ચાલી આવી રહેલી કોઈ જૂની સમસ્યાનો ઉકેલ કોઈ સંબંધીની મધ્યસ્થતાથી આવી શકે છે. કુલ મળીને સમય ખુશનુમા પસાર થશે. જોખમ વાળા કામમા કોઇપણ પ્રકારનું રોકાણ ન કરવું કારણ કે નુકસાન થવાની આશંકા રહેલી છે. ભાઈ અથવા તો કોઈ નજીકના સંબંધી સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દેવી. વ્યવસાયની ગતિવિધિઓ ધીમે ધીમે ગતિ પકડી રહી છે. તમારું ધ્યાન માર્કેટિંગ અને તમારા પ્રોજેક્ટરનું પ્રમોશન કરવામાં કેન્દ્રિત કરવું. તેના માટે મીડિયા એક સારું માધ્યમ છે. નોકરી કરતા લોકોને પોતાના કાગળીયાને લગતું કામ ખૂબ જ સાવધાનીથી કરવાની જરૂર છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરના બધા સભ્યો વચ્ચે સામંજસ્ય પૂર્ણ વાતાવરણ રહેશે.

વૃષભ રાશિ

પાછલા કેટલાક સમયથી ચાલી રહેલી તમારી કાર્યક્ષમતા અને વ્યક્તિત્વને નિખારવામાં તમે વધારે મહેનત કરશો, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે કામમાં આજે ભરપૂર સહયોગ આપવાને કારણે તમારા માન સન્માનમાં વધારો થશે અને તમારી ઓળખાણ પણ વધશે. ઘરના પરિવર્તન સાથે જોડાયેલ કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો તેના ઉપર અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. કોઈ મિત્ર અથવા તો પાડોશી સાથે અણબનાવ ચાલી રહેલો હોય તો તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે. મશીનરી સાથે જોડાયેલા વેપારધંધામાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા રહેલી છે. નોકરી કરતા લોકો મહત્વના કામો સારી રીતે પૂરા કરવામાં સક્ષમ રહેશે. ઘરના વાતાવરણને સારું બનાવવામાં જીવનસાથીનો સહયોગ જરૂરી છે. પ્રેમસંબંધોમાં મર્યાદા બનાવેલી રાખવી. અપયશ મળી શકે છે.

મિથુન રાશિ

કોઈ સંપત્તિ સાથે જોડાયેલ વાદ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવશે. ઘરના વડીલો તેમજ અન્ય વ્યક્તિ સહયોગ મેળવવો જરૂરી છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા સારા પરિણામ મળવાથી તણાવમાંથી મુક્તિ મળશે. પૈસાની લેવડદેવડ બાબતે ખુબ જ સાવધાની રાખવી. દગો અથવા તો વિશ્વાસઘાત મળી શકે છે. વિદ્યાર્થી વર્ગને પોતાના કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાયમાં ચુનોતીઓનો સામનો કરવાથી તમારે ડરવું નહીં કારણકે અત્યારનો સંઘર્ષ અને પરિશ્રમ નજીકના ભવિષ્યમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપશે. નોકરી કરતા લોકોને કોઈ મોટા અધિકારીની મદદ થી ટારગેટ પુરો કરવામાં સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા વાદવિવાદ રહી શકે. ઘરમાં બાળકોની કિલકારી સાથે જોડાયેલ ખુશ ખબર મળી શકે છે.

કર્ક રાશિ

નજીકના લોકો સાથે ઘણા સમયથી ચાલી આવી રહેલી ગેરસમજણ આજે દૂર થશે અને સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. ટેક્સ સાથે જોડાયેલા કામ સારી રીતે પૂરા કરી લેવા નહીંતર પાછળથી કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. બિનજરૂરી કામમાં પૈસા ખર્ચા ન કરવા, તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કોઈ નજીકના સંબંધી તરફથી તમને શુભ સમાચાર મળવાથી મન ખુશ રહેશે. વેપાર-ધંધામાં મહત્વના અને ગંભીર નિર્ણય લેવાની જરૂર છે. તમારા વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી. નોકરી કરતા લોકોને ઓફિસમાં ષડયંત્રનો શિકાર થવું પડશે માટે સાવધાન રહેવું. પારિવારિક સુખ શાંતિ બની રહેશે. બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓમાં તમે વ્યસ્ત રહેશો.

સિંહ રાશિ

આજે મહેમાનોના સ્વાગત સ્વાગતમાં સમય પસાર થશે. તેમજ ઘરમાં આવેલા લોકો સાથે મહત્વપૂર્ણ સમસ્યાઓ પર વિચારવિમર્શ થશે. વાહન ખરીદવાનો વિચાર બનાવી રહ્યા હોય તો આજનો દિવસ શુભ છે. ખર્ચા વધારે રહેશે, પરંતુ તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. યુવાનોએ હવે તેની કારકિર્દી પ્રત્યે બેદરકારી ન કરવી કારણ કે કોઈ નવી ઉપલબ્ધિ જલ્દી મળવાની નથી. કોઈ વાતને લઈને વધારે અભિમાન રાખવું સારું નથી. રાજકીય કામ સાથે જોડાયેલા વેપાર ધંધામાં સફળતાના યોગ બની રહ્યા છે. તેના ઉપર વધારે ધ્યાન આપવું. સરકારી સેવા કરતા લોકોએ પોતાના કામકાજ પુરી ગંભીરતા અને ઈમાનદારીથી કરવા કારણ કે પૂછપરછ થવાની આશંકા છે. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે.

કન્યા રાશિ

આર્થિક ગતિવિધિઓ અનુકૂળ રહેશે. જેને લીધે આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. અનુભવી તેમજ વડીલ લોકો સાથે સમય પસાર કરશો તેનાથી તમારા વ્યક્તિત્વમા નિખાર આવશે. કોઈ જગ્યાએ રોકાણ કરવા પર પૈસા ન લગાવવા કારણે કે નુકસાન થઈ શકે છે. સાથે જ વ્યવહારિક દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે. કારણ કે ભાવુકતા અને ઉદારતાથી તમારો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આ સમયે ગ્રહ નક્ષત્ર તમારા માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ બનાવી રહ્યા છે. તેનું સન્માન કરવું જરૂરી છે. રાજનીતિ તેમજ મહત્વપૂર્ણ લોકો સાથેના સંબંધો લાભદાયક સાબિત થશે. કોઈ નવા કરાર થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે બાળકોને કોઈ સમસ્યાને લઈને તણાવ ઊભો થઈ શકે છે. પરિવાર પર તેની અસર ન પડવા દેવી સાથે બેસીને સમસ્યા ઉકેલવી.

તુલા રાશિ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક સ્થળમાં થોડો સમય પસાર કરવો તેનાથી તમને તણાવમાંથી આરામ મળશે. વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈ અટકેલા બાંધકામમાં સાથે જોડાયેલ કામ સારી રીતે શરૂ થતા જશે. નજીકના વ્યક્તિ દ્વારા ગેરસમજણ અને માનહાનિ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલા માટે કોઈ પણ ઉપર વધારે વિશ્વાસ ન કરવો. તમારી કાર્યક્ષમતા અને ઊર્જા ઉપર જ વિશ્વાસ રાખીને આગળ વધવું. આજે કામમાં ચુનોતીઓ તમારી સામે આવશે. સૂઝ બુજ અને દૂરદર્શિતાથી કામ લેવું. જેથી તમને જરૂર સફળતા મળશે. ઓફિસની કાર્યપ્રણાલીમાં બદલાવ લાવવો જરૂરી છે. તેનાથી સકારાત્મક વાતાવરણ બનશે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે સહયોગાત્મક વલણ રાખવું જેથી ઘરમાં સુખ-શાંતિ બની રહે. કોઈ મિત્ર તમારા ઘરે આવી  શકે છે.

વૃષીક રાશિ

આજે કોઈ પણ કામ કરતાં પહેલા સારી રીતે સમજી વિચારીને યોજનાઓ બનાવવી. તેનાથી તમારા કામ સારી રીતે પૂરા થતા જશે અને સારા પરિણામ મળશે. આવકના નવા સ્રોતો મળશે. કોઈ નજીકના સંબંધીના લગ્ન સાથે જોડાયેલ શુભ સમાચાર મળવાથી તમે ખુશ રહેશો. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કોઇની વાતોમાં ન આવીને તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા સમજી વિચારી લેવું જરૂરી છે. વેપાર-ધંધામાં પ્રોડક્શનની સાથે-સાથે માર્કેટિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવી જરૂરી છે. કાર્ય સાથે જોડાયેલ કરવામાં આવેલા બદલાવથી તમને સારા પરિણામ મળશે. નોકરી કરતા લોકોએ પોતાના વ્યવહારને મૃદુ રાખવો જેથી કામમાં માન સન્માન મેળવી શકશો. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે તેમજ વડીલોના સહયોગ અને આશીર્વાદથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે.

ઘન રાશિ

વિદ્યાર્થીઓને પોતાની મહેનત પ્રમાણે ઈચ્છા મુજબના પરિણામ મળતા રહેશે. ઘરમાં મિત્રો અને સંબંધીઓનું આવન-જાવન થતું રહેશે. કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને મદદ કરવી જરૂરી છે તેનાથી તમને માનસિક શાંતિ મળશે. ધ્યાન રાખવું કે તમારી કોઈ વસ્તુ ચોરી અથવા તો ખોવાઈ જવાની સંભાવના રહેલી છે. વાહન અથવા તો મિલકત સાથે જોડાયેલ કોઈ હપ્તા ચૂકવવા માટે તમારે વધારે લેવો પડી શકે છે. તમારા બજેટનું ધ્યાનમાં રાખવું. કારોબાર વિસ્તારો સાથે જોડાયેલી જે યોજનાઓ બની રહે છે તેમાં અડચણો આવી શકે છે. પરંતુ ધીરજ બનાવી રાખવી જેથી સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવી જાય. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સારા બનાવી રાખવા. પરિવાર તથા જીવનસાથીનો સહયોગ મળી રહેશે. જેનાથી તમે ફરીથી આત્મવિશ્વાસ અને ઊર્જા સાથે કામ ઉપર ધ્યાન આપી શકશો.

મકર રાશિ

કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે. જેનાથી તમારી સમસ્યાઓ માંથી તમે મુક્તિ મેળવી શકશો. તમારા અંગત સંપર્કના માધ્યમથી તમારા કામ સારી રીતે પૂરા થતા જશે. સંતાનોની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખવી જરૂરી છે. ઇન્કમટેક્સ સાથે જોડાયેલ કોઈ પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે, આ બાબતમાં જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં બેદરકારી ન રાખવી. આજે વ્યવસાયમાં ગ્રહ-નક્ષત્ર તમારા પક્ષમાં મહત્વપૂર્ણ યોગ બનાવી રહ્યા છે. તેનો ભરપુર સહયોગ આપવો. ધીમી ગતિથી ચાલી રહેલા કારોબારમાં આજે સુધારો આવશે. ધ્યાન રાખવું કે નોકરીમાં વિરોધીઓ જલનની ભાવનાથી તમને થોડું નુકસાન પહોંચાડી શકે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોને પરિવારની સ્વીકૃતિ મળી શકે છે.

કુંભ રાશિ

આજે કોઇ મહત્વપૂર્ણ ચર્ચા અથવા તો સભામાં જવાનો અવસર મળી શકે છે. તેને અવગણવો નહીં કારણ કે તેનાથી તમને મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. સોના અથવા તો મીડિયા દ્વારા તમને શુભ સમાચાર મળી શકે છે. યુવાનોએ આ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ અનૈતિક કામ સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં ન રહેવું. તેને લીધે તમારા માન-સન્માનને નુકસાન થઈ શકે છે. સાથે જ વાહન ચલાવતા સમયે વધારે સાવધાની રાખવાની જરૂર છે. આજે કારોબારની ગતિવિધિઓમાં થોડી અડચણો રહી શકે છે. કોઈને પૈસા ઉધાર આપેલા હોય તો તમારા પૈસા ફસાઇ શકે છે માટે સાવધાની રાખવી. નોકરી કરતા લોકોને પોતાના કાર્યસ્થળ ઉપર શાંતિ વાળું વાતાવરણ રહેશે. ઘરનું વાતાવરણ સુખમય બની રહેશે. કોઈ બાળપણના મિત્ર સાથેની મુલાકાતથી જૂની યાદો તાજી થશે.

મીન રાશિ

રોજબરોજની તણાવવાળી દિનચર્યામાંથી રાહત મેળવવા માટે થોડો સમય મનોરંજન અને આનંદ પ્રમોદ સાથે જોડાયેલા કામમાં પસાર કરવો જરૂરી છે. તેનાથી તમારી અંદર નવી ઊર્જા અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. પરિવારમાં સુખ-શાંતિ વાળું વાતાવરણ રહેશે. પેમેન્ટ ભેગુ કરવામાં બેદરકારી ન કરવી. ભાઈઓ સાથે અણ બનાવની સ્થિતિ ઉભી થઇ શકે છે. થોડી પણ સૂઝ બુજથી તમારી પરેશાનીઓ દૂર રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રીતે ચાલતી રહેશે. કર્મચારીઓ તેમજ સહયોગી સાથે સારા સંબંધો રાખવા અને તેની કાર્યક્ષમતાને વધારવી. નોકરી કરતા લોકોને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ રહેશે. લગ્ન બહારના સંબંધો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલા માટે તેનાથી દૂર રહેવું જરૂરી છે. જીવનસાથી તેમજ પરિવારની સાથે સમય પસાર કરવાથી સંબંધો મજબૂત બનશે.