આ રાશિ માટે જકાસ રહેશે આવનારા ૪૮ કલાક, અચાનક જ મળી જશે મોટો જેકપોટ

Posted by

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ લઇને આવી રહ્યો છે. આજે વિદેશમાં રહેતા તમારા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. વેપાર બાબતે તમારી આવક સારી રહેવાથી તમે તમારા ભવિષ્ય માટે બચત કરી શકો છો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવવા માટે એક સાથે રહીને મહેનત કરવી પડશે. આજે તમે પોતાની જાત માટે સમય કાઢવા બાબતે વિચારશો અને તેમાં તમે સફળ પણ રહેશો. આજે સાંજના સમયે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે મંગલમય રહેવાનો છે. આજે તમે તમારા પરિવારમા શુભ માંગલિક કાર્યક્રમ ઉપર ચર્ચા કરી શકો છો અને જેથી પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. આજે તમારા સંતાનો એ જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધેલો હોય તો તેમાં ઉત્તમ પરિણામ મળશે અને ઇચ્છા મુજબની સફળતા મળશે. આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરાવનારો દિવસ રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિની ચિંતા ઓછી થશે. આજે તમે તમારા ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો.

વૃષભ રાશિ

આજે તમારા જીવનસાથી તમારા આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી શકે છે. આજે તમે બીજા લોકો સાથે પોતાની જાતને અપેક્ષિત અનુભવ કરશો. આજે તમારા ઉપર કામનું ભારણ રહી શકે છે જેમાં તમારા પરિવારના બધા સભ્યો તમને મદદ કરી શકે છે, જેથી આજે આખો દિવસ તમે રાહત અનુભવી શકો છો. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે તમારા મનમાં શાંતિની ભાવના રહેશે. માતા-પિતાનો સહયોગ મળશે.

મિથુન રાશિ

વેપારમાં અલગ-અલગ ક્ષેત્રો માંથી તમને લાભ મળવાની સંભાવના રહેલી છે. તમારા આત્મવિશ્વાસ અને આશાઓ તમારી ઇચ્છાઓ માટે નવા દરવાજાઓ ખોલી શકે છે. બહારના વ્યક્તિની દખલગીરી ન થવા દેવી. અભ્યાસના ક્ષેત્રે તમારી પરીક્ષામાં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલી કોઇ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. આજે તમને પૈસા અને સન્માન બંને મળી શકે છે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે ફરવા કરવામાં સમય પસાર કરશો.

કર્ક રાશિ

પઠન પાઠનમાં રસ વધશે. આજે નવા આર્થિક કરારને છેલ્લું રૂપ આપવાથી તમને પૈસા મળવાની સંભાવના રહેલી છે. જીવનસાથી પ્રત્યે સારો વ્યવહાર રાખવાથી તમારો દિવસ ખુશનુમા બની શકે છે. આજે તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને તમે પૂરી કરવા માટે સક્ષમ રહેશો. પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા રહેશે. રોજગાર પ્રાપ્તિ માટેના પ્રયત્નોમાં સફળતા મળશે. આજે સાંજના સમયે તમે તમારા બાળકોને બહાર ફરવા લઈ જઈ શકો છો.

કુંભ રાશિ

રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારા દ્વારા કરવામાં આવેલા કામોમાં તમને સફળતા મળશે. આજે માતા-પિતાના આશીર્વાદથી કરવામાં આવેલા કામો સફળ રહેશે. નોકરી કરી રહેલા જાતકોને તેના ઉપરી અધિકારીઓના સહયોગથી બધા કામો સમયસર પૂરા થતા જશે. આજે તમારી આર્થિક સ્થિતિની ચિંતા ઓછી રહેશે કારણકે વધારે લાભ મેળવવાથી તમે તમારા ભવિષ્ય માટે બચત કરી શકો છો.

મીન રાશિ

આજના દિવસ સંતાન પક્ષ તરફથી આશાજનક સમાચાર આપનારો રહેશે. આજે તમે તમારી જવાબદારીઓ પૂરી કરવા માટે સક્ષમ રહેશો. આજે સાંજના સમયે તમારી મુશ્કેલીઓનું સમાધાન શોધવા માટે મિત્રોનો સાથ મળશે. વેપાર બાબતે ભાગીદારો તરફથી વધારે લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. આજે તમારા શત્રુઓ તમને પરેશાન કરવાના પ્રયત્નો કરશે પણ એ લોકો તમારું કંઈ બગડી નહિ શકે. નોકરી કરી રહેલા જાતકો જો નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો તેની ઈચ્છા મુજબની જગ્યાએ નોકરી મળવાથી મન ખુશ રહેશે.