આ રાશિના સંઘર્ષનો આવશે અંત, ખુલી જશે પ્રગતિના નવા રસ્તા, બની જશો માલદાર

Posted by

મેષ રાશિ

ઘણા બધા સંઘર્ષ પછી આજે તમને મુશ્કેલીઓ માંથી રાહત મળશે. હવે ધીમે ધીમે તમને ભાગ્યનો સાથ મળશે તથા આર્થિક કષ્ટો માંથી મુક્તિ મળશે. આજે કોઈ કારણથી નજીક અથવા તો દૂરની યાત્રાઓ પણ થઈ શકે છે. નાના-મોટા પાર્ટ ટાઈમના વેપાર માટે પણ સમય સહેલાઇથી કાઢી શકશો. મહત્વકાંક્ષાઓની પૂર્તિનો દિવસ છે. પ્રયત્નશીલ રહેવું.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારમાં કોઈ માંગલિક કાર્ય આયોજન પર ચર્ચા થશે. પોતાના જીવન સ્તરને સુધારવા માટે આજના સમયમાં સ્થાયી પ્રયોગમાં આવનારી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. સાંજના સમયે કોઈ ખાસ મહેમાનનું આગમન થઇ શકે છે.

મિથુન રાશિ

આજે તમારો સમય ઝડપથી આગળ વધવાનો છે. તમારી અપ્રત્યાશિત ઉન્નતિ જોઈને બધા આશ્ચર્ય ચકિત થશે. સ્વયં તમારી નજર પણ તમારી ઉપલબ્ધિઓ પર લાગેલ રહી શકે છે. પ્રગતિની આ ગતિને સ્થાયી રાખવી એ તમારું મુખ્ય કાર્ય હોવું જોઈએ, નહીંતર આગળ ચાલીને પ્રતિષ્ઠાને ધક્કો લાગી શકે છે. બિન જરૂરી માન વાળી ઈચ્છાઓના કાર્યોથી દૂર રહેવું.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા ભાઇ-બહેનની ચિંતા સેવામાં પસાર થશે. કારણકે તમે હંમેશાથી પોતાના પરિવારની સલામતી માટે ચિંતિત રહો છો. આજે પણ તે ચિંતા તમને પરેશાન કરી શકે છે. જો બધાની સહમતી થઇ જાય તો કોઈ સ્થાન પરિવર્તનનો વિચાર કરવો.

સિંહ રાશિ

આજે તમારા વેપારની ચિંતા ખાસ રૂપથી પરેશાન કરશે, કારણ કે છેલ્લા દિવસોથી વ્યવસાય નથી. અસ્થિરતા તમારું પાછળ પીછો નથી છોડતી. નોકરી-વ્યવસાય વગેરે ક્ષેત્રમાં જો તમે પણ સુધાર કરવા માંગો છો તો તમારે આળસ અને આરામનો ત્યાગ કરવો પડશે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

કન્યા રાશિ

તમારી રાશિના સ્વામી બુધ રાશિમાં આવી ચૂક્યા છે. મંગળ ગ્રહને કારણે પાપા કાન્ત થયું છે. ખાસ પ્રકારની ભાગદોડ તમારી કરવી પડશે તેના પર ઉપકાર રહેશે હાલમાં તમારે તમારા કાર્યને ઉત્સાહપૂર્વક પૂરો કરો, થોડા સમય બાદ તેનાથી સારો કરાર તમને મળશે.

તુલા રાશિ

આજે તમને કારણ વગર ચિંતા અને પરેશાની રહેશે. શુક્ર ગ્રહને કારણે અમુક મુશ્કેલીઓ વાસ્તવિક છે, તો અમુક તમારા દૂરંદેશી સ્વભાવને કારણે તમે પોતે પણ ઉભી કરો લેતા હો છો. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે ઉત્પન્ન થઈ શકે છે. તમે તમારા સાહસ અને બુદ્ધિમાન નીતિથી લોકોને પરાજિત કરી શકો છો. મનની દુર્બળતા તેમજ દુર્ગુણોનો ત્યાગ કરવો.

વૃશ્ચિક રાશિ

આજે અકસ્માતે મંગલમય સમાચાર મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં આવેલ તણાવને હાવી ન થવા દેવા બનતા. બગડતા સંબંધોમાં નવી યોજનાઓ સફળ રહેશે. જુના ઝઘડાઓથી છુટકારો મળશે. અધિકારી વર્ગ વચ્ચે સામાન્ય સમસ્યા વધશે. નિરાશાજનક વિચારોને મનમા ન આવવા દેવા. સમય ખૂબ જ અનુકૂળ છે.

ધન રાશિ

આજે તમને કોઈ નવા સંપર્કોથી લાભ મળશે. ભૂતકાળના સંદર્ભમાં અનુસંધાનનો ફાયદો પણ મળી શકે છે. અટકેલા પૈસા મુશ્કેલીઓથી મળશે. રોજના કામોમાં સાવધાની રાખવી. વ્યવસાયિક ઉન્નતિથી વિશ્વાસમાં વધારો થશે. સાંજના સમયમાં માંગલિક કાર્યક્રમમાં જવાનો અવસર મળશે.

મકર રાશિ

આજે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેતા રહેવાને કારણે તમારું સન્માન વધશે. ગ્રહોની ચાલ ભાગ્ય વિકાસમાં સહાયક છે. લે વેચના વ્યવસાયમાં લાભ મળશે. શુભ સમાચાર પણ આખો દિવસ મળતા રહેશે. મિત્રોમાં પણ હાસ્ય વિનોદ વધશે. બિન જરૂરી બાબત થી બચવું. ધાર્મિક સ્થાનોની યાત્રાની ભૂમિકા આજે બની શકે છે. મોસાળ પક્ષ તરફથી સહયોગ મળશે.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની ઘનિષ્ઠતાથી લાભ મળવાના અવસર આજે દિવસભર બની રહેશે. આયાત નિકાસના વ્યવસાયમાં મહત્વનો નિર્ણય આજે થઈ શકે છે. અધ્યાત્મ અને ધર્મમાં રુચિ વધશે. યાત્રા તેમજ મંગલ ઉત્સવનો સંયોગ બની રહ્યો છે. સમયનો સદુપયોગ કરવાથી તમારા સીતારાઓ તમારા પક્ષમાં થશે.

મીન રાશિ

તમારી રાશિના સ્વામી દેવ ગુરુ જ્ઞાનના ભંડાર છે. ઉન્નતિના ક્ષેત્રમાં ઘણા રસ્તાઓ ખોલશે. અધ્યાત્મમાં રસ વધવો સ્વાભાવિક છે. વિવાદને વધારનારા પ્રકરણ પૂરા થશે. ગુપ્ત શત્રુઓ તેમજ સાથીઓથી સાવધાન રહેવું. કોઈને પણ આજે પૈસા ઉધાર ન આપવા કારણકે તે પાછા નહીં મળે. માતા-પિતા અને ગુરુની સેવા તેમજ દેવપૂજનમાં પણ ધ્યાન લગાવવાનું ન ભૂલવું.