આ રાશિના જાતકોને મળશે તેના પુણ્યનું ફળ, નસીબ રહેશે પર્વતની ટોંચ પર

Posted by

મિથુન રાશી

મિથુન રાશિના લોકોને ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.  તમારે તમારો કોઈપણ કામ ઉતાવળમાં કરવું નહીં, નહિતર તમારું કામ બગડી શકે છે. સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે, નહીંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારી આવક પ્રમાણે ખર્ચાઓ પર કંટ્રોલ રાખવો. અચાનક વેપારની બાબતમાં તમારે કોઈ યાત્રા પર જવું પડશે. યાત્રા સમયે ગાડી ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. અજાણ્યા લોકો ઉપર જરૂર કરતાં વધારે ભરોસો ન કરવો, નહીંતર તમને દગો મળી શકે છે. કોઈપણ પ્રકારના વાદ વિવાદથી બચવું.

કર્ક રાશી

કર્ક રાશિવાળા લોકોનો સમય મિશ્ર રહેશે. મહત્વની યોજનાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. નોકરીના ક્ષેત્રે ઘણા લોકો તમારા કામ પર નજર રાખી રહ્યા હોય છે. માટે તમારા દુશ્મનોથી સંભાળીને રહેવું. તમારે તમારી વાણીને કાબુમાં રાખવી. કોઈપણ સાથે વાતચીત કરતા સમયે તમારે તમારા શબ્દો ઉપર ધ્યાન આપવું. જીવનસાથી સાથે કોઈ વાતને લીધે વાદવિવાદ થઈ શકે છે, જેનાથી તમારું મન ખૂબ જ ચિંતિત રહેશે.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લોકોનો સમય ઉતાર ચઢાવ વાળો રહેશે. તમારા દુશ્મનો સક્રિય રહેશે. એ લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે, માટે સાવધાન રહેવું. કામકાજમાં વધારે પડતી મહેનત પછી જ સફળતા મળશે. તમારા આરોગ્ય પ્રત્યે તમારે સાવધાન રહેવું પડશે. કોઈ જૂની બીમારીને લીધે આજે તમે ખૂબ જ ચિંતિત રહેશો. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં કારણકે ઉધાર આપેલા પૈસા પાછા મળવાની શક્યતા નથી. પ્રાઇવેટ નોકરી કરતા લોકોએ તેના કામના સ્થળે સંભાળીને રહેવાની જરૂર છે, મોટા અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

તુલા રાશી

તુલા રાશિ વાળા લોકોનો સમય થોડો ચિંતાજનક રહેશે. આવક કરતાં ખર્ચા વધારે થવાને લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે, માટે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો. માનસિક તણાવ વધારે રહેશે. કામ ધંધામાં ધ્યાન આપવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે. કોઈપણ પ્રકારના લડાઈ-ઝઘડામાં ન પડવું.  વેપાર-ધંધો સારો ચાલશે. ભાગીદારોનો પુરો સાથ મળશે. જમીન-જાયદાદ સાથે જોડાયેલી બાબતોના ઉકેલ આવી શકે છે.

ધન રાશી

ધન રાશિવાળા લોકોને સામાન્ય ફળની પ્રાપ્તિ થશે. પૈસાની લેવડદેવડ સમયે સાવધાન રહેવું પડશે. નહીંતર તમારા પૈસા ફસાઇ શકે છે. કામની બાબતમાં તમારે કોઈ ઉપર વધારે પડતી આશા રાખવી નહીં. ઘર માટે મોંઘી વસ્તુઓની ખરીદારી કરી શકો છો. તમારી આવક મુજબ તમારે ખર્ચાઓ પર લગામ રાખવી પડશે.  તમારા કામના ક્ષેત્રે તમે કોઈ ષડયંત્રનો શિકાર થઈ શકો છો માટે સાવધાની રાખવાની જરૂર છે . કારણ વગરના વાદ-વિવાદ થી દૂર રહેવું. કોર્ટ-કચેરીની બાબતોમાં તમારે કોર્ટની બહાર જ ઉકેલ લાવવો.

મકર રાશી

મકર રાશિવાળા લોકોનો સમય વધારે પડતો ઠીકઠાક રહેશે. તમે તમારા કામમાં ખૂબ જ વધારે મહેનત કરશો, જેનું તમને ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. તમારા સ્વભાવમાં અચાનક બદલાવ આવવાની સંભાવના છે. તમારો સ્વભાવ ચીડિયો બની જાય છે. તમે કોઈપણ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો ઘરના વડીલોની સલાહ જરૂર લેવી. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. લગ્ન સાથે જોડાયેલી વાતોમાં થોડો વિલંબ થઈ શકે છે. દાંપત્યજીવનમાં કડવાશ આવવા દેવી નહીં.