આ ૫ કામ સ્ત્રીઓ એ ક્યારે પણ ન કરવા જોઈએ, દેવતા નારાજ થઈ જાય છે, પાપ લાગે છે

Posted by

આજનાં મોર્ડન જમાનામાં મહિલાઓ અને પુરુષો બંને બરાબર છે. મહિલાઓ એવા ઘણા કામ કરી રહી છે, જે પુરુષો કરતા હતા. ઘણા ક્ષેત્રોમાં તો મહિલાઓ પુરુષો કરતાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. હવે આ તો પ્રોફેશનલ કામ સાથે જોડાયેલા વાત છે, પરંતુ ધાર્મિક કાર્યોમાં મહિલાઓ દરેક ચીજ કરી શકતી નથી. હકીકતમાં શાસ્ત્રોમાં અમુક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને મહિલાઓએ કરવા જોઈએ નહીં. જો તેઓ આ કાર્ય કરે છે તો તે અશુભ માનવામાં આવે છે. તેનું અશુભ ફળ મહિલાઓને મળે છે. આ કાર્ય ફક્ત પુરુષો માટે બનેલા છે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રો અનુસાર ક્યાં ક્યાં એવા કાર્ય છે જેને મહિલાઓએ કરવાથી બચવું જોઈએ.

શ્રીફળ વધેરવું

 

શ્રીફળને માં લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતિક માનવામાં આવે છે, જેના કારણે શાસ્ત્રોમાં મહિલાઓને શ્રીફળ વધેરવાની મનાઇ કરવામાં આવી છે. તમે મંદિરોમાં જોયું હશે કે મોટાભાગે પુરુષો જ શ્રીફળ વધેરે નજર આવે છે. વળી જો કોઈ શુભ કાર્ય હોય છે ત્યારે પણ મહિલાઓ શ્રીફળ વધેરતી નથી.

 

જનોઈ ધારણ કરવી

તમે મોટાભાગે પુરુષોને જ જનોઇ ધારણ કરતા જોયા હશે. મહિલાઓ ક્યારેય પણ જનોઈ ધારણ કરતી નથી. હાં, તેઓ જનોઈ બનાવી જરૂર શકે છે, પરંતુ તેને મહિલાઓ માટે પહેરવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવવામાં આવેલી છે.

 

બલિ આપવી

જ્યારે પણ દેવી-દેવતાઓને બલિ આપવામાં આવે છે, તો આ કાર્ય ફક્ત પુરૂષો કરતા હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને બલી આપવાની પરવાનગી આપવામાં આવી નથી. આ કાર્ય મહિલાઓને શોભા આપતું નથી.

 

બજરંગબલીનાં ચરણ સ્પર્શ

આ વાત બધા જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી હતા. તેવામાં મહિલાઓએ તેમને સ્પર્શ કરવો જોઈએ નહીં. તેઓ દૂરથી બજરંગ બલીના પૂજાપાઠ અવશ્ય કરી શકે છે. શાસ્ત્રોમાં પણ મહિલાઓ દ્વારા હનુમાનજીને સ્પર્શ ન કરવાની વાત કહેવામાં આવેલી છે.

 

એકલા યજ્ઞ કરવો

મહિલાઓએ એકલા મુખ્ય યજમાનનાં રૂપમાં યજ્ઞ કરવો જોઈએ નહીં. શાસ્ત્રો તેની પરવાનગી આપતા નથી. મહિલાઓ જ્યારે પણ યજ્ઞ કરે છે, તો તેમની સાથે તેમના પતિનું હોવું આવશ્યક છે. આ વાત અન્ય ધાર્મિક કાર્યોમાં પણ લાગુ થાય છે. તેને કરતા સમયે તેમની સાથે કોઈ પુરુષ હોવું અતિ આવશ્યક હોય છે.

 

આશા રાખીએ છીએ કે તમને શાસ્ત્રોમાં લખવામાં આવેલી આ વાત અને અમારી જાણકારી પસંદ આવી હશે. શાસ્ત્રોમાં જે ચીજો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે, તેની પાછળ તેના કારણ પણ જણાવવામાં આવે છે. વળી આ બાબતમાં તમારું મંતવ્ય શું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.