આ દેવીની મૂર્તિ પૂજા ઘરમાં ના રાખવી જોઈએ, ભૂલથી પણ પૂજા ઘર અપવિત્ર થઈ જશે.

Posted by

દરેક ઘરના મંદિરમાં ભગવાનની તસ્વીર અથવા મુર્તિ જરૂર હોય છે. કહેવામાં આવે છે કે ઘરમાં ભગવાન અને યોગ્ય મુર્તિ રાખવી જોઈએ વાસ્તુ અનુસાર મંદિર નું સૌથી મહત્વપુર્ણ સ્થાન હોય છે, એટલા માટે વાસ્તુ અનુસાર પુજા ઘરને લઈને અમુક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. ભગવાનની પુજા-અર્ચના કરવાથી આપણને ફક્ત શકતી નથી મળતી, પરંતુ તેનાથી મગજ અને ધાર્મિક રૂપથી પણ સંતુષ્ટિ મળે છે. વાસ્તુશાસ્ત્ર નું માનવામાં આવે તો ઘરના ઉત્તર પુર્વ ખુણામાં પુજા ઘર હોવું જોઈએ.

 

અહીંયા આજે આ લેખમાં અમે તમને પુજાઘર સાથે જોડાયેલા એવા નિયમો વિશે જણાવીશું, જેને તમે અપનાવી લેશો તો ઘરની અંદર રહેલ વાસ્તુદોષને દુર કરી શકો છો. આ લેખના માધ્યમથી તમને જાણવા મળશે કે ઘરના મંદિરની અંદર ક્યાં માતાજીની મુર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે.

 

શનિદેવ ન્યાયના દેવતા છે. મંદિરમાં જઈને તમે શનિદેવની પુજા અવશ્ય કરતા હશો, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે તો ઘરમાં શનિદેવની મુર્તિ લગાવવી જોઈએ નહીં. વળી ભગવાન શિવની નટરાજ રૂપ ની મુર્તિ તેમના વિધ્વંશક સ્વરૂપને દર્શાવે છે. કહેવામાં આવે છે કે નટરાજ રૂપમાં ભગવાન શિવ તાંડવ કરે છે, એટલા માટે ઘરના મંદિરમાં ક્યારે પણ ભગવાન શિવની આવી મુર્તિ અથવા તસ્વીર લગાવવી જોઈએ નહીં.

 

ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મુર્તિ અવશ્ય રાખવી જોઈએ. પરંતુ ઘરમાં ક્યારેય પણ માં લક્ષ્મી ઉભા હોય એવી અવસ્થા વાળી મુર્તિ બિલકુલ પણ રાખવી જોઈએ નહીં. બની શકે તો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને સરસ્વતી દેવી બેસેલા હોય એવા સ્વરૂપની મુર્તિ જરૂરથી રાખવી જોઈએ.

 

સદીઓથી હિન્દુ ધર્મમાં લોકો દેવી-દેવતાઓની પ્રતિમાને અથવા ચિત્રોની પુજા આરાધના કરતા આવી રહ્યા છે. ૩૩ કોટી દેવતાઓ માંથી અમુક દેવી-દેવતાઓ જાગૃત માનવામાં આવે છે. એટલે કે તેમની મુર્તિ ઘરમાં રાખવાનો અર્થ છે કે આ દેવી-દેવતાઓ સાક્ષાત આપણા ઘરમાં રહે છે. આવા જ જાગૃત દેવી-દેવતાઓ માંથી એક છે શક્તિની દેવી માં દુર્ગાનાં રોદ્ર રૂપમાં ઓળખવામાં આવતા માં કાળી ની.

માં કાળી ના ચિત્ર અથવા મુર્તિ આપણે પોતાના ઘરમાં રાખવા જોઈએ કે નહીં, તેને લઈને ઘણા લોકો પોતાનો તર્ક રાખતા નજર આવે છે. તો ચાલો આ બંને પક્ષોના વિચારને વિસ્તારપુર્વક જાણવાની કોશિશ કરીએ, જેનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.

 

માં કાળી નું ચિત્ર અથવા મુર્તિ પોતાના ઘરમાં રાખવી કે નહીં

માં કાળી  ની જાગૃત શક્તિથી વ્યક્તિના સંકટ તુરંત દુર થઈ જાય છે, પરંતુ માં કાળી નું સ્વરૂપ અત્યંત ક્રોધથી ભરેલું હોય છે અને નરમુંડ ની માળા પહેલી હોવાને કારણે થોડું ડરામણું પણ લાગે છે. આપણે બધા પોતાના ઘરમાં મંદિર સ્થાપિત કરીએ છીએ અને તેમાં સૌમ્ય રૂપનાં દેવી-દેવતાઓના ચિત્ર સ્થાપિત કરીએ છીએ. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા નો સંચાર થાય છે અને મનુષ્યના હૃદય તથા મસ્તિષ્કમાં સારી ઉર્જાનો સંચાર થાય છે. રોદ્ર રૂપ માં રાક્ષસોનો સંહાર કરતા માં કાળી ની તસ્વીર ઘરમાં રાખવી જોઈએ નહીં, કારણ કે આ તસ્વીરમાં મા કાળી અત્યંત ગુસ્સામાં દેખાય છે.

 

વાસ્તુના નિયમો અનુસાર સમજવામાં આવે તો માં કાળી ની તસ્વીર અથવા મુર્તિ રાખવા અથવા ન રાખવાનું સીધું વર્ણન નથી, પરંતુ અનેક વાસ્તુ વિશેષજ્ઞ માને છે કે કોઈપણ ક્રોધમાં દેખાય રહેલ તસ્વીર અથવા મુર્તિ પછી તે ભલે કોઈ દેવતાની હોય તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતાનો સંચાર થાય છે અને ઘરના વાતાવરણમાં પણ શાંતિ રહેતી નથી.

 

અનેક શાસ્ત્રો અને પ્રાચીન સમયની કથાઓમાં પણ માં કાળી ની તાંત્રિક પુજા નું વર્ણન મોટાભાગે જોવા મળે છે. તેનાથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આ પુજા આપણે જેવા સાધારણ ઘરમાં રહેતા મનુષ્યો માટે નથી. એટલા માટે ઘણા બધા વિચારકો માને છે કે માં કાળી ની મુર્તિ અથવા તસ્વીર પોતાના ઘરમાં રાખવી જોઈએ નહીં.

 

વળી મોટી સંખ્યામાં ભક્તો અને વિચારકો એવું પણ માને છે કે જે લોકો માં કાળીના રોદ્ર રૂપ હોવાને કારણે તેની પ્રતિમાને ઘરમાં ન રાખવાની સલાહ આપે છે, તેમણે માં કાળીના સાચા સ્વરૂપને ક્યારેય જાણેલ નથી. તે ક્રોધ ફક્ત દૈત્યો અને રાક્ષસને મારવા માટે કરે છે. આખરે તે બધાની માં છે, આપણે તેમના બાળકો છીએ એટલા માટે તેમના થી ડરવાની બિલકુલ આવશ્યકતા નથી.

 

જો તમે યોગ્ય રીતે વિધિ-વિધાનથી પુજા કરશો તો માં કાળી આશીર્વાદ આપીને જરૂરથી તમારું ભલું કરશે. બાળકો ખોટા હોઈ શકે છે પરંતુ માતા ક્યારેય પણ કુમાતા હોતી નથી. જો કાળી માતાની મુર્તિ અથવા ફોટો રાખવાથી ઘરના વાતાવરણમાં કલેશ થાય છે, તો બંગાળના ભાઈ-બહેનો જે માં કાળી ની વિશેષ ભક્તિ કરે છે, તે બધા પરેશાન થઇ ગયા હોત, પરંતુ એવું બિલકુલ થયું નથી.

 

માં કાળી ની પુજા અર્ચના કરવાથી ઘરમાં શોકનો નાશ થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે તથા શત્રુ નિયંત્રણમાં રહે છે. જો તમે પુરી શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની ઉપાસના કરો છો તો તમારી બધી મનોકામના પુરી થાય છે અને માતાજીના આશીર્વાદ તમારા જીવનને સુખદ અને સુંદર બનાવી દેશે.