આ એક ખાસ વસ્તુ, પૈસા રાખવાની જગ્યા પર રાખી દો,પછી જોવો ચમત્કાર ચુંબકની જેમ પૈસા ખેંચાઇને આવશે

Posted by

દરેક ઘરમાં તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા નિર્ધારિત હોય છે. આ સ્થાન પર પૈસા સિવાય કીમતી વસ્તુઓ પણ રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે તિજોરી ને ક્યારેય પણ ખાલી રાખવી જોઈએ નહીં. કારણ કે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. શાસ્ત્રોમાં ધનની તિજોરી સાથે જોડાયેલી અમુક એવા ઉપાય બતાવવામાં આવેલ છે, જેને કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે. સાથોસાથ ક્યારેય પણ તિજોરી ખાલી રહેતી નથી. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટિકલમાં તે ખાસ ચીજો વિશે જણાવીશું.

 

સોપારી

બે સોપારીને ગૌરી અને ગણેશનું સ્વરૂપ માનીને તેની પુજા કરો. પુજા બાદ આ બન્ને સોપારીને તિજોરીમાં રાખો. માનવામાં આવે છે કે જ્યારે ગણેશજીનો વાસ હોય છે, ત્યાં તેની સાથે માં લક્ષ્મી પણ સ્થાયી નિવાસ હોય છે.

 

૫ કોડી

શુક્રવારનાં દિવસે ૫ કોડી, એક ચાંદીનો સિક્કો, થોડું કેસર અને હળદરની ૩ પીળી ગાંઠને બાંધીને તિજોરી અથવા પૈસા રાખવાના સ્થાન પર રાખી દો. થોડા સમયમાં જ તેની અસર તમને જોવા મળશે. સાથો સાથ હંમેશા માં લક્ષ્મીનાં આશીર્વાદ પણ મળતા રહેશે.

 

દક્ષિણાવર્તી શંખ

તિજોરીમાં દક્ષિણાવર્તી શંખ રાખવાથી માતા લક્ષ્મી જાતે જ તેની તરફ આકર્ષિત થાય છે. માં લક્ષ્મી નાં આશીર્વાદથી ભિખારી પણ રાજા બની જાય છે. આ ઉપાયને ખુબ જ ચમત્કારીક માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખના આ ઉપાયને સોમ પુષ્ય નક્ષત્રમાં કરવું વધારે લાભકારી માનવામાં આવે છે.

 

બહેડા નું મુળ

બહેડા નાં વૃક્ષને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. રવિ પુષ્ય નક્ષત્રમાં તેના મુળની ઘરમાં પુજા કરો. ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને ઘરના ભંડાર પક્ષ અથવા તિજોરી વાળા સ્થાન પર રાખો. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહેશે.

 

શ્રીફળ

કોઈપણ મહિનાના શુક્રવારનાં રોજ શુભ મુહુર્તમાં શ્રીફળને લાલ કપડામાં બાંધી દો. ત્યારબાદ તેના પર સિંદુર લગાવી ને કપુર અને લવિંગ ચડાવીને તથા તેને ધુપ આપીને તિજોરીમાં રાખો. આ ઉપાયથી ખુબ જ જલ્દી ઘરમાં ધનનું આગમન થવા લાગશે.