આ નગ મા અદભુત શક્તિ રહેલી છે, પહેરતાની સાથે કરોડપતિ બનવાના રસ્તા ખુલી જાય છે

Posted by

વ્યક્તિએ રત્ન અને ઉપરત્નોની પસંદગી ખુબ જ સાવધાની પુર્વક કરવી જોઈએ. રત્ન ફક્ત શોભા વધારવાનું સાધન નથી, પરંતુ તેમાં અલૌકિક શક્તિ પણ રહેલી હોય છે. અમુક લોકો રત્નને શોખ માટે પહેરતા હોય છે, જે ખુબ જ મોટી ભુલ સાબિત થાય છે. રત્નોને હંમેશા કુંડળીનું વિશ્લેષણ કરીને પહેરવા જોઈએ, નહીંતર રત્ન વ્યક્તિને મહેલમાંથી રોડ ઉપર લાવી દેવામાં સક્ષમ હોય છે.

 

જાણકારી માટે જણાવી દઈએ કે ક્યારેય પણ મારક, બાધક, નીચ અથવા અશુભ ગ્રહનાં રત્ન પહેરવા જોઈએ નહીં. રત્નો ને ફક્ત શુભ ગ્રહ જો અસ્ત હોય અથવા નિર્બળ હોય ત્યારે જ પહેરવા જોઈએ. જેનાથી તે ગ્રહના પ્રભાવને વધારીને શુભ ફળમાં વધારો કરી શકાય. એટલા માટે આજે અમે વાત કરીશું માણિક્ય રત્ન વિશે, જે સુર્ય ગ્રહનું રત્ન માનવામાં આવે છે.

 

ભગવાન સુર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સાથોસાથ સુર્ય પિતા અને આત્માનાં પણ કારક જણાવવામાં આવે છે. એ જ કારણ છે કે તેમના પ્રતાપથી વ્યક્તિ જીવનમાં વિકાસ કરી શકે છે. વળી બીજી તરફ કુંડળીમાં જો સુર્ય દેવ કમજોર સ્થિતિમાં હોય તો મનુષ્ય એ માણિક્ય રત્ન પહેરવું જોઇએ. તો ચાલો જાણીએ માણિક્ય રત્નને ધારણ કરવાથી શું લાભ થાય છે અને તેને ધારણ કરવાની સાચી વિધિ શું છે.

 

માણિક્ય રત્નને પહેરીને સુર્ય ઉપાસના કરવા પર સુર્યની પુજાનો ફળ બમણું મળે છે. તેની સાથે સાથે માણિક્ય રત્નને ધારણ કરવા પર સુર્ય પ્રભાવિત રોગ જેમ કે હૃદયરોગ, પિત્ત વિકાર અને આંખોના રોગમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કાર્યોમાં તમને સફળતા અને પ્રગતિ કરાવવામાં સુર્યદેવની કૃપા પ્રાપ્ત થવા લાગે છે. તમારી અંદર ઉર્જા અને આત્મબળ નો વિકાસ થવા લાગે છે.

કયા લોકો પહેરી શકે છે માણિક્ય રત્ન

મેષ રાશી, સિંહ રાશિ અને ધન રાશિના લોકો માણિક્ય રત્ન પહેરી શકે છે. કર્ક રાશી, વૃશ્ચિક રાશિ અને મીન રાશિના લોકો અને માણિક્ય રત્ન સાધારણ પરિણામ પ્રદાન કરે છે. જો જાતકને હૃદય અને આંખ સાથે સંબંધિત પીડા હોય તો તેઓ પણ માણિક્ય રત્ન પહેરી શકે છે. સાથોસાથ કુંડળીમાં જો સુર્ય દેવ કમજોર સ્થિતમાં હોય તો પણ માણિક્ય રત્ન પહેરી શકાય છે. એટલું જ નહીં જો સુર્યદેવ ઉચ્ચ અથવા સ્વરાશિ સ્થિતિમાં હોય તો પણ તમે માણિક્ય રત્ન પહેરી શકો છો.

માણિક્ય રત્ન પહેરવાની યોગ્ય વિધિ

માણિક્ય રત્ન ગુલાબી અથવા લાલ રંગનું ખુબ જ સારું જણાવવામાં આવે છે. માણિક્ય રત્નનો વજન ઓછામાં ઓછો સાવ સાત રતિનો હોવો ખુબ જ સારો છે. તાંબા અથવા સોનાની ધાતુમાં માણિક્ય રત્નને પહેરવો સૌથી શુભ જણાવવામાં આવે છે. સુર્યોદય થવાના ૧ કલાક બાદ માણિક્ય રત્ન પહેરી શકાય છે.

માણિક્ય રત્ન પહેરતા પહેલા વીંટીને ગાયના દુધ અને ગંગાજળથી શુદ્ધ કરી લેવી જોઈએ. ત્યારબાદ મંદિરની સામે બેસીને એક માળા સુર્ય દેવ નાં મંત્ર “ૐ સુર્યાય નમઃ” નો જાપ કરવો જોઈએ. એટલું જ નહીં સાથોસાથ સુર્ય ગ્રહ સાથે સંબંધિત અમુક દાન કાઢીને મંદિરમાં કોઇપણ પુજારીને ચરણસ્પર્શ કરીને આપવું જોઈએ અને ત્યારબાદ વીંટી પહેરવી જોઈએ.