આ કારણોથી વધે છે તમારું પેટ, જાણો તેને ઘટાડવાના ઉપાયો

Posted by

વધેલી ફાંદ કોઈને ગમતી નથી. ઘણા લોકો પેટ વધવાની સમસ્યાથી પરેશાન છે. પેટને વૈજ્ઞાનિક ભાષામાં અબડોમિનલ ઓબેસિટી કહે છે. આમાં, પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે, જેના કારણે કમર વધે છે. પેટ ની ચરબી શરીરમાં ચરબીના વધારાનો સંકેત આપે છે. આમ તો શરીરમાં ચરબી જરૂરી છે, પરંતુ જો તે વધુ હોય તો હૃદયથી લઈને ડાયાબિટીસ સુધીની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પેટ વધવાના કેટલાક મુખ્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ.

વધારાની કેલરી

જ્યારે તમે વધુ પડતી કેલરી લો છો. ત્યારે તમારું વજન અને પેટ બંને વધવા લાગે છે. આ સિવાય જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તમારા શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા પણ ઘટતી જાય છે. એટલા માટે તમારે તમારી ઉંમર પ્રમાણે કેલેરી નું સેવન કરવું જોઈએ.

શરીરમાં ચરબીના સંતુલન માં સમસ્યા

કેટલીક બાબતો માં શરીરના હોર્મોન્સ શરીરના અમુક સ્થળોએ જ ચરબી જમા કરવાનું શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, મેનોપોઝ પછી સ્ત્રીઓમાં શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના કારણે તેમના પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. બીજી તરફ પુરુષોમાં ચરબી ડિસ્ટ્રિબુયશ ની સમસ્યાને કારણે પેટ બહાર આવે છે.

જીન્સ પણ એક કારણ છે

કેટલીકવાર જેનેટીક કારણોસર શરીરના કેટલાક ભાગોમાં ચરબી જમા થવા લાગે છે. પુરુષોના કિસ્સામાં, આ વસ્તુ પેટની આસપાસ થાય છે. તેથી, જો તમારા ઘરના વડીલોને ફાંદ વધવાની સમસ્યા છે, તો જેનિટિક કારણે, તમને એ થવાની સંભાવના પણ વધી જાય છે.

હોર્મોન્સ

લેપ્ટિન નામનું એક હોર્મોન છે જે  પેટ ભરાઈ ગયા નો સંકેત આપે છે. જો શરીરમાં આ લેપ્ટિન હોર્મોનની ઉણપ હોય તો તમે લાંબા સમય બાદ પેટ ભરાયુ હોવાનો ખ્યાલ આવેછે. આ બાબતમાં, તમે વધુ ખાઓ છો અને તમારું પેટ બહાર આવે છે.

સ્ટ્રેસ

માનો કે ન માનો પણ ફાંદ વધવા પાછળ સ્ટ્રેસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સ્ટ્રેસને કારણે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધી જાય છે. આ વસ્તુથી પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. આ રીતે પેટની વધેછે.  જેમ જેમ પેટ વધે છે, કોર્ટિસોલ પણ વધુ વધે છે, પરિણામે, તમારું પેટ વધુ વધવા લાગે છે. આ બધા સિવાય બાયપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિયાની સમસ્યા હોય ત્યારે પણ પેટ બહાર આવે છે.