આ પ્રકારના લક્ષણો વાળી સ્ત્રી હોય છે પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી, શું તમારી પત્નીમાં છે આ લક્ષણો

Posted by

સામુદ્રિક શાસ્ત્રમાં મહિલા અને પુરુષના શરીર ની રચના પરથી તેના ભવિષ્ય અને તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલી ઘણી વાતો ને જણાવવામાં આવે છે. મહિલાઓના શરીરના લક્ષણો અને તેના ચિન્હો જોઈને તેના વિશે જાણી શકાય છે. માટે જ, કેટલાક વિદ્વાનો લગ્ન પહેલાં સામુદ્રિક લક્ષણો વિશે જાણવાની સલાહ આપે છે. પિતા સમાન મુખવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી ગણવામાં આવે છે. તેમજ માતા સમાન મુખવાળા પુરુષો ભાગ્યશાળી ગણવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓ નો ચહેરો પોતાના પિતા સમાન હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તે વ્યવહાર કુશળ, બુદ્ધિમાન, દયાળુ અને પતિવ્રતા હોય છે. સામુદ્રીક શાસ્ત્ર માં પાંચ પ્રકારની મહિલાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

જે મહિલા અન્ય મહિલાઓની તુલનામાં થોડી લાંબી દેખાય છે અને જે મહિલા હંમેશા દુઃખી દેખાય છે, અપ્રસન્ન દેખાય છે અને જેને વિના કારણે હંમેશા ગુસ્સો આવ્યા કરે છે તે શંખિની સ્વભાવની મહિલા હોયછે.

જે મહિલા વડીલોનું માન સન્માન રાખે છે તેની કાળજી રાખે છે જેને મન પતિ જ પરમેશ્વર હોય, તે ચિત્રિણી સ્વભાવની હોય છે.

જે સુશીલ, ધર્મ કાર્યોમાં વિશ્વાસ રાખનાર અને માતા-પિતાની સેવા કરે છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તે ‌‌પભિણી સ્વભાવની મહિલા હોય છે.

સામુદ્રીક શાસ્ત્ર મુજબ જે મહિલાઓમાં ભોગવિલાસની ઈચ્છા વધારે હોય છે. તે હસ્તીની સ્વભાવની મહિલા હોય છે. તેનો સ્વભાવ હસમુખ હોય છે. આ પ્રકારની મહિલાઓને ભોજન વધારે પ્રિય હોય છે. તેને ગુસ્સો પણ ખૂબ જ આવે છે આ પ્રકારની મહિલાઓ ના પગની આંગળીઓ વાંકીચુકી હોય છે.

જે સ્ત્રીઓ પરિવારના દુઃખોનું કારણ બને છે, તેવી સ્ત્રીઓને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુંશ્ર્વ્લિ સ્ત્રીઓ કહેવાય છે. તેવી સ્ત્રીઓ કટાક્ષ કરવામાં માહિર હોય છે. આવી સ્ત્રીઓનું મન બીજા પુરુષોમાં લાગેલું રહે છે અને તેથી તેને કોઈ માન સન્માન મળતું નથી.