આ રાશિના વાળા ને સાઈબાબા ના મળશે આશીર્વાદ, દરેક સપના થશે પુરા.

Posted by

મેષ રાશિ

આજનો દિવસ વેપાર કરવા વાળા જાતકો માટે ઉત્તમ રહેશે. વેપારમાં લાભ મેળવવા માટે આજે અચાનક યાત્રા પર જવું પડી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે સામંજસ્ય બની રહેવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે. જીવનસાથી તરફથી તમને કોઈ ભેટ મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે શિક્ષકોની મદદની જરૂર પડશે. આજે તમારા ઘર પરિવારમાં લાંબા સમયથી કોઈ કામ અટકેલા હોય તો તે પૂરા થઈ શકે છે, જેમાં તમને સફળતા પણ મળશે. દાંપત્ય જીવન સારું રહેશે.

 

વૃષભ રાશિ

આજના દિવસે તમને બધી બાજુથી ખુશી ભરેલા સમાચારો સાંભળવા મળશે. જો તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઇ જવા ઈચ્છી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ સારો છે. કોર્ટ-કચેરીની કોઈ બાબતો ચાલતી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. આજે તમે તમારા અકેલા કામ પુરા કરશો. પરિવારની સમસ્યાઓને ઉકેલવામાં માટે વડીલોની સલાહ કારગર સાબિત થશે. કામના સ્થળે ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે, જેથી તમને પ્રમોશન મળવાની સંભાવના રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયક રહેશે. તમારામાં નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. જો તમે વેપારીની બાબતે કોઈ મહત્વનો નિર્ણય લેવા ઈચ્છતા હોય તો તેના માટે આજનો દિવસ શુભ છે. ધાર્મિક અને સામાજિક કામમાં આગળ પડતા રહીને ભાગ લેશો. સાંજનો સમય તમારા ઘર પરિવારના લોકો સાથે હસી ખુસીથી સમય પસાર કરશો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવવાથી રાહતનો શ્વાસ લેશો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના રસ્તાઓ ખુલશે.

 

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. તમે કોઈ મોટા સમુહની ભાગીદારી કરી રહ્યા હોય તો તે તમારા માટે લાભદાયક સાબિત થશે. તમે તમારે જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો. સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલી કોઇ યોજનામાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉત્તમ રહેશે.

 

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. તમારા વેપાર ધંધાની બાબતે તમે જે સપના જોયેલા છે તે હકીકતમાં બદલી શકે છે. ભાગીદારી વાળા વ્યવસાયમાં પ્રગતિ મળવાની સંભાવના છે. તમારી પ્રગતિ જોઇને તમારા શત્રુઓ જલનની ભાવના અનુભવશે, પરંતુ તે તમારું કંઈ બગાડી નહીં શકે. કાર્યાલયમાં ઉપરી અધિકારીઓની મદદથી તમે બધા કામ સમયસર પૂરા કરી શકશો. ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ હોય તો તેને મનાવવાના પ્રયત્નો કરવા અને ખુશ કરવા.

 

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. વેપાર-ધંધાની બાબતે કોઈ મહત્વના નિર્ણય લેવા ઈચ્છતા હોય તો તેના માટે આજનો દિવસ સારો છે. પરિવારના લોકો સાથે ઘણા સમયથી કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો કોઈ વડીલની સલાહથી તેનો ઉકેલ આવશે. તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવાથી સંબંધોમાં મધુરતા વધશે. સાંજનો સમય તમે પરિવાર નાના બાળકો સાથે રમત ગમતમાં સમય પસાર કરશો તેનાથી તમારો તણાવ દૂર થશે.