આ રાશિવાળા પેંડા વેચવાની ત્યારી કરી લેજો સારો સમય ચાલુ થઇ ગયો છે સારા સમાચાર મળવાના છે

Posted by

મેષ રાશિ

આજે મેષ રાશિવાળા લોકોને પોતાની કામ કરવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે. આજે પૈસાની આવક થઈ શકે છે. કોઈ ખાસ કામમાં વ્યસ્તતા રહેશે. લેખન અને અધ્યયનમાં સમય પસાર કરશો. તમે જે પણ કામ પૂરી મહેનતથી કરશો તેમાં સફળતા મળશે. આરોગ્ય સારું રહેશે. કારોબારમાં વિવાદ ઊભા થાય હશે એ શાંત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. ખરાબ ટેવને કારણે તમારા માન સન્માનમાં ઘટાડો થઈ શકે છે.

 

વૃષભ રાશી

આજે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ પ્રસ્તાવ મળશે. મહેનત અને લગનથી કામ કરશો તો કામયાબી મળશે. વડીલોનો સહયોગ અને લાભ મળશે. અધિકારીઓ તમારા ઉપર મહેરબાન રહી શકે છે. કારકિર્દીમાં બદલાવ કરવા ઈચ્છતા હોય તો થોડા સમય માટે રાહ જોવી. પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.

 

મિથુન રાશિ

સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. શારીરિક કષ્ટ ઓછો થશે. દિવસની શરૂઆત શુભ સંકલ્પોથી થશે. નવા કારોબારમાં લાભ મળવાના ચાન્સ ઓછા છે. જો તમે થોડા વધારે પ્રયત્નો કરો તો આવક વધી શકે છે. માતા-પિતાનું આરોગ્ય સારું રહેશે. કારકિર્દીના ક્ષેત્રે નિરાશ થવું નહીં, સમય બદલશે. લાંબા સમયના રોકાણથી ફાયદો મળશે. રોમેન્ટિક સંબંધો સારા રહેશે.

 

કર્ક રાશિ

મિત્રો અને સંબંધીઓ દ્વારા કેટલાક સારા વ્યાપારિક સોદા થવાની સંભાવના છે. ચુનોતીઓનો સામનો કરવો પડશે. કોઈ મોટા કરારો થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્યની બાબતે દિવસ નબળો રહેશે. તમે બીમાર પડી શકો છો માટે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું. ડ્રાઇવિંગ કરતા સમયે સાવધાન રહેવું. વેપાર-ધંધામાં ઉતાર-ચડાવ આવી શકે છે.

 

સિંહ રાશી

આ દિવસોમાં તમે બીજા સાથે કંઈક વધારે જ ચર્ચા-વિચારણા કરી શકો છો. પોતાની દિનચર્યામાં બદલાવ લાવવા. તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. પોતાના નજીકના લોકોને મળવાની ઈચ્છા તમારા મનને નબળું બનાવશે. આરોગ્ય પ્રત્યે સાવધાની રાખવી. તમારા વ્યવહારમાં નમ્રતા રાખવાની જરૂર છે. વિવાદોથી દૂર રહેવું કારણ કે તમે કાનુનની આરોપોમાં ફસાઇ શકો છો. તમારું મન ધાર્મિક કામમાં લાગશે.

 

કન્યા રાશિ

તમે તમારા જીવનના બધા પાસાઓમાં સારી રીતે વર્તન કરશો. ફિલ્મ અને ધારાવાહિકનો આનંદ લઇ શકો છો. પરિવારના તેમજ આસપાસના વડીલોની સલાહ રંગ લાવશે. સમયની કિંમત ન સમજવાને લીધે, તમને તમારા બાળકોના ભવિષ્યની ચિંતા રહેશે. સરકારી પક્ષ તરફથી અથવા તો વડીલો તરફથી સહયોગ મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો વિસ્તાર વધશે. તમારી બધી જવાબદારીઓને પૂરી કરવા માટેનો ખૂબ જ સારો સમય છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે.

 

તુલા રાશિ

આજે તમારું એકલાપણું દૂર થશે, સંબંધોમાં મજબૂતી આવશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરમાં પૂજા પાઠનું આયોજન થઈ શકે છે, પરિવારના બધા સભ્યો પૂજાના કામમાં વ્યસ્ત રહેશે. જુનિયર તમારી મદદ માટે તૈયાર રહેશે. શાસન સત્તાથી સહયોગ મળશે. પ્રેમીઓના સંબંધોમાં સુધારો આવશે. આજે તમે ખુબજ સારા મૂડમાં રહેશો. પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. રચનાત્મક કામમાં વધારો થશે.