મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. રોજગારની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. કપડાનો વ્યવસાય કરતા લોકોને લાભ મળવાની આશા છે. મિત્રો સાથે મનોરંજક યાત્રા પર જવાની યોજના બની શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. માતા-પિતાના આશીર્વાદ અને સહયોગ મળશે. તમે તમારી ચતુરાઈના બળ ઉપર કામકાજમાં સફળતા મેળવશો. મહેનતથી કમાયેલા પૈસાનો સમજી વિચારીને ઉપયોગ કરવો. નહીંતર આર્થિક તંગીનો સામનો કરવો પડશે. દાંપત્ય જીવન સારી રીતે પસાર થશે.
વૃષભ રાશિ
આજનો દિવસ તમારા માટે શભ રહેવાનો છે. તમે ઘરના સભ્યો માટે સમય મેળવી શકશો. તમારી આવક અને ખર્ચા બંને કંટ્રોલમાં બની રહેશે. જેથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. જીવનસાથી બધી બાબતમાં તમારો સાથ આપશે. તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવાથી લોકો સાથેના તમારા સંબંધો સારા બનશે. પ્રેમની બાબતમાં દિવસ સારો દેખાઈ રહ્યો છે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે દિલની વાત શેઅર કરી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોને ધન લાભ મળવાની આશા છે. કોઈ જરૂરી કામમાં મિત્રોની મદદ મળશે. સંપત્તિના કરારથી લાભ મળવાની સંભાવના છે. તમારું આરોગ્ય સારું રહેશે.
મિથુન રાશિ
આજે તમે પરિવારના લોકો સાથે હસી ખુસીથી દિવસ પસાર કરશો. તમારા જીવનમાં દુઃખ અને પરેશાનીઓ રહેલી હશે તો તે દૂર થશે. કારોબાર સારો ચાલશે. મોટા પ્રમાણમાં ધન લાભ મળવાની આશા છે. તમારા ગુપ્ત શત્રુઓ તમને નુકશાન પહોંચાડવાના પ્રયત્ન કરશે પરંતુ એ લોકો તમારું કંઈ બગાડી નહીં શકે. દૂરસંચારના માધ્યમથી શુભ સૂચના મળી શકે છે. માતા-પિતા સાથે ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. કોઈ સંબંધી તરફથી ખુશખબર મળવાની સંભાવના છે. જેનાથી ઘરનું વાતાવરણ ખુશહાલી વાળું રહેશે. રચનાત્મક કામમાં સફળતા મળશે.
કર્ક રાશિ
આજે તમે તમારી વાણીમાં મધુરતા રાખશો, જેથી તમારા નજીકના લોકો સાથેના સંબંધો વધારે સારા બનશે. પાડોશીઓ સાથેના સંબંધોમાં પણ સુધારો આવશે. અચાનક જ કામની બાબતે યાત્રા પર જવું પડશે અને તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે. વાહન સુખ મળી શકે છે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. મોટા અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. જે લોકો ઘણા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેને સારી નોકરી મળવાની આશા છે. પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા રહેશે. આરોગ્યનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે.
સિંહ રાશિ
આજે તમે મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. ઘણા લાંબા સમયથી જે કામ અટકેલા હશે તે કામ આગળ વધશે. દાંપત્યજીવનમાં ચાલી આવી રહેલી મુશ્કેલીઓનું સમાધાન મળશે. જીવનસાથી તમારી ભાવના ઓને સમજશે. કારકિર્દીના ક્ષેત્ર સાથે જોડાયેલી શુભ સૂચના મળી શકે છે. માનસિક શાંતિ બની રહેશે. કાનૂની અડચણો દૂર થવાની સંભાવના છે. કોઈ જૂના રોકાણમાંથી સારો લાભ મળી શકે છે. ખાસ લોકો સાથે ઓળખાણ થશે, જેનાથી ભવિષ્યમાં તમને સારો ફાયદો મળશે.
કન્યા રાશિ
આજે કામકાજની બાબતમાં તમે કંઈક નવું કરવાના પ્રયત્ન કરશો. તમારી વિચારધારા સકારાત્મક રહેશે. ધર્મ કર્મ પ્રત્યે તમારો રસ વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. જીવનસાથીને કારણે તમને લાભ મળવાની આશા છે. આજે તમે જીવનસાથી સાથે આરામદાયક રીતે દિવસ પસાર કરશો. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી પડશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે.