આ ર્શીના લોકો પર મહેબાન થયા કષ્ટભંજન દેવ , માગ્યા વગર બધુજ મળી જવાનું છે, સફળતા સામેથી ચાલી ને આવશે.

Posted by

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજે તમે તમારા માતા-પિતાના આશીર્વાદ લઈને નવા કામની શરૂઆત કરશો તો તેમાં તમને સફળતા મળશે. આજે ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને કોઈ મૂલ્યવાન વસ્તુઓ અથવા તો સંપત્તિ મેળવવાથી તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે, જેને કારણે તમારું મન ખુશ રહેશે. તમે પરિવારના સભ્યો સાથે નાનકડી પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળશે.

 

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. આજે તમે બીજાને મદદ કરવામાં દિવસ પસાર કરશો અને તેનાથી તમને શાંતિનો અનુભવ થશે. કામના ક્ષેત્રે બદલાવ થવાને કારણે તમારે તમારી કામ કરવાની રીતમાં થોડો બદલાવ કરવાની જરૂર રહેશે. સાંજના સમયે તમે તમારા જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો. સંતાનોને તમે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારીમાં લગાવી શકો છો.

 

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે તમે તમારા પરિવારના લોકો સાથે શુભ સમય પસાર કરશો. જેમાં પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તી પણ કરી શકશો. બપોર પછી તમારા નજીકના કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. સાંજના સમયે તમારા ઘરે મહેમાનનું આગમન થવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમે તમારા મનની વાત તમારા પિતાજી સાથે શેઅર કરશો અને તેનાથી તમારી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રમાં કેટલાક નવા અવસર મળી શકે છે.

 

કર્ક રાશિ

આજનો દિવસ તમારા પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ લઈને આવશે. પારિવારિક સંપત્તિ મળવાથી આજે તમે ખુશ રહેશો. ભાઈ અને બહેનો સાથેના સંબંધોમાં અણબનાવ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. વિદ્યાર્થીઓ ઉપર માનસિક ભારણ રહેલું હોય તો તેમાંથી તે લોકોને છુટકારો મળશે. સાંજના સમયે તમે દેવ દર્શન માટે જઈ શકો છો, તેનાથી તમને લાભ મળશે. જો તમારે કોઈ મહત્વનો નિર્ણય લેવાના હોય તો તેના માટે આજનો દિવસ શુભ છે.

 

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે આર્થિક પ્રગતિ વાળો રહેશે. આજે સમાજમાં તમારી નવી ઓળખાણ બનશે. વેપારમાં તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે પાછા મળવાની સંભાવના રહેશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. સંતાનોને સારા કામ કરતા જોઇને તમારા મનમાં પ્રસન્નતા રહેશે. સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે બહાર ફરવામાં સમય પસાર કરશો. જીવનસાથીની સલાહ તમારા વેપાર માટે મદદગાર સાબિત થઇ શકે છે અને એ દિશામાં કામ કરતા લોકોને તેની આશા મુજબની સફળતા મળશે.

 

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારાનો દિવસ રહેશે. આજે તમને સામાજિક કામમાં પ્રગતિ મળશે. તેમજ તમારા માન સન્માનમાં વધારો થશે, જેનાથી તમને જીવનસાથીનો સહયોગ મળશે, પરંતુ આજે તમારે તમારા આરોગ્ય પ્રત્યે સચેત રહેવું પડશે. સાંજના સમયે તમે તમારા માતા-પિતાની સેવા કરશો. ઘર પરિવારમાં કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો કોઈ વડીલ સભ્યોની મદદથી તેનો ઉકેલ આવશે. જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.