આ સંકેતો પરથી તમને ખબર પડશે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે, તો આવી રીતે કરો દુર

Posted by

એનર્જી એટલે કે ઊર્જા બે પ્રકારની હોય છે, સકારાત્મક એટલે કે પોઝિટિવ અને નકારાત્મક એટલે કે નેગેટિવ. જે રીતે કોઈ વ્યક્તિને અંદર નેગેટિવ અને પોઝિટિવિટી બન્ને હોય છે, એવી જ રીતે આપણા ઘરની અંદર પણ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા ની અવરજવર રહેતી હોય છે. જ્યારે ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે, પ્રગતિ થાય છે, પરંતુ જ્યારે નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે તો એક બાદ એક પરેશાનીઓ આવવા લાગે છે, ઘરમાં લડાઈ-ઝઘડા થવા લાગે છે, ઘરની ખુશહાલી ભંગ થઈ જાય છે, પૈસાની તંગી થવા લાગે છે, જેથી નકારાત્મક ઉર્જા ને ઓળખી ને તેનું નિવારણ કરવું જરૂરી છે, જેથી આ પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય.

 

 

ઘરની નકારાત્મક ઊર્જા ની આવી રીતે કરો ઓળખ

જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે તો તે તમારી અને ઘરમાં રહેતા લોકોના જીવનને પ્રભાવિત કરી શકે છે. આવું થવાથી ઘણી ચીજો તમારા હાથમાં રહેતી નથી. ઘરમાં હંમેશા પૈસાની તંગી જળવાઈ રહે છે. જીવનમાં સફળતા મેળવવાની ઇચ્છા ન રાખનાર વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવવા લાગે છે. જીવનમાં આગળ વધવા માટે ઘરનું વાતાવરણ સકારાત્મક હોવુ જરૂરી છે. પરંતુ તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે કે નહીં. આ જાણવા માટે તમારે અમુક સંકેત ઉપર ધ્યાન આપવાનું રહેશે. આવું કરવાથી તમે પોતાના ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી શકો છો.

 

વારંવાર સંઘર્ષ અને તકરાર

જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા છે, તો તમારા અને તમારા પરિવારના સદસ્યોની વચ્ચે વારંવાર મતભેદો અને તકરાર થઈ શકે છે. આ પ્રકારના ઝગડા સદસ્યોની વચ્ચેનાં બંધન ને કમજોર કરવામાં યોગદાન કરી શકે છે અને તેનાથી સંબંધો માં અંતર થવાની પણ સંભાવના રહે છે, એટલા માટે જેટલું બની શકે એટલું જલ્દી તેને દુર કરવું વધારે યોગ્ય છે.

 

પરિવારના કોઈ સદસ્ય નું સ્વાસ્થ્ય ખરાબ થવું

એવું પણ બની શકે છે કે પરિવારના કોઈ નિશ્ચિત સદસ્યને ખરાબ સ્વાસ્થ્ય અને નિરંતર સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થાય અને ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તેમની તબિયતમાં સુધારો થતો જોવા મળે નહીં, તો આ સ્થિતિમાં તમારે સતર્ક થઇ જવાની આવશ્યકતા છે, નહીંતર પરેશાની વધી શકે છે.

 

અવસરનો લાભ ઉઠાવવામાં અસફળતા

જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હોય છે તો ચીજો ક્યારે પણ તમારી અનુકુળ રહેતી નથી. બની શકે છે કે અંતિમ ચરણમાં પહોંચ્યા બાદ જ કોઈ અવસર તમારી પાસેથી છીનવાઇ શકે છે અને તેને બચાવી શકવાની સ્થિતિમાં તમે ન હોય, તો તેના માટે તમારે સતર્ક થઇ જવાની આવશ્યકતા છે.

 

બેચેની ની નિરંતર ભાવના

જો તમે ઘર ઉપર વધારે સમય સુધી બેચેન, સુસ્ત અને અસહજ મહેસુસ કરો છો તો નકારાત્મક વિચાર અને ભાવનાઓ તમારા મગજ ઉપર હાવી થઈ શકે છે અને તમને ચિંતિત અને ઉદાસ મહેસુસ કરાવી શકે છે. તો આ ચીજો ઉપર સતત ધ્યાન આપતા રહો અને તેને પોતાની ઉપર હાવી થવા દેવું નહીં.

 

ઘરમાં દરેક સમયે આળસ રહે, કોઈ કામ ઉપર ફોકસ ન કરી શકવું, આસપાસ ઘણા સારા અવસર હોવા છતાં પણ તેનો ફાયદો ન ઉઠાવી શકવો, વિચારવા અને સમજવાની ક્ષમતા ખોઈ દેવી, વારંવાર દિમાગમાં નકારાત્મક વાતો આવવી, મન અશાંત રહેવું, ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ રડવાનું મન થાય તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા રહેલી છે.

 

ઘરની નકારાત્મક ઊર્જા દુર કરવાના ઉપાય

ઘરના મુખ્ય દરવાજા માંથી જ્યાંથી તમે પ્રવેશ કરો છો તેને હંમેશા ચોખ્ખો રાખવો જોઈએ. જેથી નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ ન થઈ શકે. ઘર ફક્ત અંદરથી જ નહીં, પરંતુ બહારથી પણ ચોખ્ખું દેખાવું જરૂરી હોય છે.

 

તમે ઈચ્છો તો ગુરૂવારને બાદ કરીને બાકીના બધા દિવસો એ ઘરમાં પોતુ લગાવતા સમયે પાણીમાં ચપટી ભરીને મીઠું ઉમેરી દો અને આ મીઠાવાળા પાણીથી જ આખા ઘરમાં પોતું લગાવો. ઘરની નકારાત્મક ઊર્જા દુર ભગાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ઘરમાં પુજા પાઠ કરવાથી પણ ઘરની નકારાત્મક ઊર્જા દુર થઈ જાય છે. ઘરમાં સવાર-સાંજ પુજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો. કોઈ શુભ તિથિ જોઈને ઘરમાં સત્યનારાયણની કથા કરો.