આવી રહ્યો છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર, આ રાશિના જાતકો ભરી શકશે લાભના કોથળા, મહાદેવ રહેશે પ્રસન્ન

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ રૂપે ફળદાયક રહેશે. આજે તમે કેટલાક નવા સંબંધોથી તમારું ભાગ્ય ચમકશે, જેનાથી તમને લાભ મળશે. આજે સામાજિક કાર્યક્રમમાં લોકો સાથે મુલાકાત થશે. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે લાંબા અથવા તો ટૂંક રૂટની યાત્રા પર જઈ શકો છો. નોકરીમાં આજે કોઈ મોટા અધિકારીઓ સાથે અણ બનાવ બની શકે છે, જેમાં તમારી વાણી પર કાબૂ રાખવો પડશે નહીંતર તમારે ખૂબ જ નુકશાન સહન કરવું પડશે. દામ્પત્ય જીવનમાં મધુરતા બની રહેશે. જીવનસાથીને આજે તમે કોઇ ભેટ આપી શકો છો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. આજે તમારા વેપારમાં તમે કેટલીક નવી યોજનાઓ ઉપર કામ કરવાથી તમને અચાનક જ લાભ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબુતી આપશે. જો તમે વેપારી હોય તો આજે વધારે મહેનત કરવી પડશે ત્યારે જ તમને સફળતા મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને ઉપરી અધિકારીઓનો ગુસ્સો સહન કરવો પડશે, જેને કારણે મન ચિંતિત રહી શકે છે. સાંજના સમયે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે.

મિથુન રાશિ

આજના દિવસે તમારા વેપારમાં ઓછા લાભ મળતા રહેશે, જો તમે વધારે લાભની આશા રાખતા હોય તો તમને નિરાશા મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે તેના ઉપરી અધિકારીઓનો ગુસ્સો સહન કરવો પડશે. સાંજના સમયે તમારા માટે સામાજિક સંબંધો લાભદાયક બની રહેશે. સંતાનોને સારા કામ કરતા જોઇને તમારા મનમાં પ્રસન્નતા રહેશે. આજે વેપાર-ધંધા માટે તમે કેટલીક નવી યોજનાઓ ઉપર ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને જો કોઈ નવા કોર્સમાં એડમિશન લેવાનું હોય તો તેના માટે દિવસ ઉત્તમ રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો અને બીજા કોઈની ચિંતા નહીં કરો આ જોઇને તમારા શત્રુઓ તમારાથી પરેશાન થઈ શકે છે. આજે તમારા વિરોધીઓ તમારી નિંદા કરશે પરંતુ તમારે એ બાબતો ઉપર ધ્યાન ન આપવું અને તમારે તમારા કામ કરતા રહેવું, તો જ આગળ જતાં તમને સફળતા મળશે. આજે સામાજિક ક્ષેત્રે લોકો સાથે મેલ-મિલાપ વધારવો સફળ રહેશે તો તેને કારણે તમારા કેટલાક નવા મિત્રો પણ બનશે. સાંજના સમયે તમે તમારા માતા પિતાની સેવા કરશો.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ ભરેલો રહેશે. આજે તમારા પરિવારના સભ્યો માટે ચિંતા રહી શકે છે એટલા માટે તમે પણ થોડા ચિંતિત રહેશો અને તેમાં તમારા પૈસા પણ ખર્ચ થઈ શકે છે. આજે વેપાર ધંધાને લગતી કોઈ ડીલ ફાઇનલ ન થવાથી તમે નિરાશ થઇ શકો છો. આજે તમારી જવાબદારીમાં પણ વધારો થશે. જો તમે કોઇ વ્યક્તિ સાથે લેવડ-દેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો ન કરવી કારણ કે આ પૈસા પાછા મળવા મુશ્કેલ રહેશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્ય કરવામાં તમે વ્યસ્ત રહેશો. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો. પરિવારમાં કેટલાક લોકોને તણાવ રહી શકે છે, જેને કારણે તમને પણ ચિંતા રહેશે. નોકરી કરી રહેલા જાતકોને આજે પદોન્નતિ મળી શકે છે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના રસ્તાઓ ખુલશે.