આજે છે હરિયાળી અમાસ, આ રાશિ માટે આજથી આવનારા ૬ દિવસો રહેશે જબરદસ્ત, મળશે શુભ ફળ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. વેપારમાં આજે ઓછી મહેનતે વધારે સારું ફળ મળશે, જેનાથી તમે ખુશીનો અનુભવ કરશો. વ્યવસાયિક ગતિવિધિઓમાં વ્યસ્તતા હોવા છતાં તમે તમારા પરિવાર અને વડીલ સભ્યો માટે સમય મેળવવામાં કામયાબ રહેશો. જો તમે કોઈ સરકારી કામ કરી રહ્યા હોય તો તેમાં સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે. આજે સાંજનો સમય તમે તમારી માતા પિતાની સેવામાં પસાર કરશો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે વધારે શાંતિ વાળો રહેશે. આજે તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી શકો છો, જેથી તમારા મનમાં શાંતિ બની રહેશે. આજે તમારા વ્યવસાયમાં વધારે પરિશ્રમ કરવાથી તમારી એકાગ્રતામાં વધારો થઇ શકે છે. આજે તમે કોઈ નવા કામ કરવાનું વિચારશો અને તેનો અમલ પણ કરશો. જેને કારણે તમને લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. આજે વેપાર અથવા તો તમારા સંતાનોના અભ્યાસ માટે ટૂંકા રૂટની યાત્રા પર જવું પડશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ ફળ દાયક રહેવાનો છે. જો આજે તમે ધનની કોઈ યોજના પર સારી રીતે રોકાણ કરી રહ્યા હોય તો તેનાથી તમને લાભ મળશે. આજે તમે તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે સામાજિક અને ધાર્મિક આયોજનમાં હાજરી આપી શકો છો. આજે તમને વિદેશમાં વેપાર કરી રહેલા પરિવારના લોકો અથવા તો મિત્ર તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે.  વેપારમાં આજે વધારે ધનલાભ થવાને કારણે તમે થાકને ભૂલી જશો. જો તમને કોઈ શારીરિક મુશ્કેલી રહેલી હોય તો તે પણ આજે દૂર થશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. દાંપત્ય જીવન સારી રીતે પસાર થશે. જો કોઈ તણાવ ચાલી રહેલો હોય તો તે પણ આજે દૂર થશે. કામના ક્ષેત્રે આજે તમે વધારે સમય આપી શકશો અને જેનાથી તમે તમારા બધા કામ પૂરા કરવામાં સફળ રહેશો. આજે આખો દિવસ તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. સાંજનો સમયે તમે તમારા ઘરના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. ધાર્મિક કામમાં તમે આગળ વધતાં રહીને ભાગ લેશો અને જેને કારણે તમારા માન સન્માનમાં વધારો થશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. સામાજિક કાર્યોમાં રસ લેવાથી આજે તમારી પ્રશંસા થશે જેને કારણે તમારા જનસમર્થનમાં વધારો થશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે આજે પાછા મળી શકશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના રસ્તામાં આવી રહેલી અડચણો દૂર થશે. ઘરમાં મહિમાનો આવવાથી ઘરનું વાતાવરણ આનંદિત રહેશે. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે ઘરે પાર્ટી કરી શકો છો.