આજેજ ઘરમાં આ ૧૦ માંથી કોઈપણ ૧ વસ્તુ રાખી લેજો, એટલા પૈસા આવશે કે સાચવી નહીં શકો

Posted by

ઘણી વખત પારિવારિક સદસ્યો સખત મહેનત કરતા હોવા છતાં પણ ઘરમાં ધનનો અભાવ થાય છે. ઘરમાં હંમેશા પૈસાની બરકત રહેતી નથી. ખુબ જ મહેનત કરવા છતાં પણ ઘરમાં આર્થિક તંગી રહે છે. આવી ચિંતાઓ ઘરના વાસ્તુદોષનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવી ચીજો જણાવવામાં આવેલી છે, જેને ઘરમાં રાખવાથી પૈસા સાથે સંબંધિત ચિંતાઓમાંથી છુટકારો મેળવી શકાય છે અને ઘરમાં હંમેશા ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ચીજો ઘરમાં રહેવાથી ઘરમાં હંમેશા ધનસુખ જળવાઈ રહે છે. તમે પણ આ ચીજોને ઘરમાં રાખીને ધન સંબંધિત પરેશાનીઓ માંથી છુટકારો મેળવી શકો છો.

 

ઘરમાં સામાન્ય રીતે ઘણી માંગલિક વસ્તુઓ રાખવામાં આવે છે, જેનાથી ઘરનો વાસ્તુદોષ દુર થઈને સુખ-શાંતિ અને ધન-સમૃદ્ધિ જળવાઈ રહે. આજે અમે તમને આવી જ વસ્તુઓ માંથી એવી ૧૦ વસ્તુઓ વિશે સંક્ષિપ્ત જાણકારી આપવાના છીએ.

 

વાંસળી

વાંસળીથી વાસ્તુદોષ દુર થાય છે, સાથોસાથ ઘરની દરિદ્રતા દુર કરીને તે ઘરમાં ધન સમૃદ્ધિ વધારે છે. વાંસળીને ઘરની પુર્વ, ઈશાન અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાંસળી વાંસ અથવા ચાંદીની હોવી જોઈએ.

 

શંખ

જે ઘરમાં શંખ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. શંખ સુર્ય તથા ચંદ્ર સમાન દેવસ્વરૂપ છે. જેના મધ્યમાં વરુણ, પૃષ્ઠમાં બ્રહ્મા તથા અગ્ર ભાગમાં ગંગા અને સરસ્વતી નદીઓનો વાસ છે. તેને ઘરમાં રાખવાથી ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

 

લક્ષ્મી કુબેરની મુર્તિ

માતા લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં યક્ષરાજ કુબેર દેવ ખજાના રક્ષક અને ધનના દેવતા પણ નિવાસ કરે છે. બંનેની મુર્તિ ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને ધન સમૃદ્ધિ આવે છે.

 

ગણેશ પ્રતિમા

વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાને ઘરના ઈશાન ખુણામાં રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. તેનાથી સુખ શાંતિ અને ધન સમૃદ્ધિમાં આવી રહેલી તમામ પ્રકારની અડચણ દુર થઈ જાય છે.

 

એકાક્ષી નારિયેળ

નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે. “શ્રી” અર્થાત “લક્ષ્મી”, એકાક્ષી નારિયેળને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવેલ છે. એકાક્ષી નારિયેળ જેની પાસે હોય છે તે વ્યક્તિ ઉપર હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. તેના જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ આવતા નથી અને તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરાયેલું રહે છે.

 

લક્ષ્મીની પ્રતિક કોડીઓ

 

પીળી કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. અમુક સફેદ કોડીઓને કેસર અથવા હળદરમાં પલાળીને તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં રાખી દો. બે કોડીને પોતાના ખિસ્સામાં પણ હંમેશા રાખો તેનાથી ધન લાભ થાય છે.

 

હાથી

વિષ્ણુ તથા લક્ષ્મીને હાથે પ્રિય છે. શક્તિ, સમૃદ્ધિ અને સતાનું પ્રતીક હાથી ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે. ઘરમાં નક્કોર ચાંદીનો સાથી રાખવાથી રાહુ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિની સાથે ધન સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે.

 

મંગળ કળશ

કળશને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઈશાન ખુણામાં અષ્ટદળ કમળ બનાવીને સ્થાપિત કરવામાં આવે છે. તેમાં જળ ભરીને તેમાં ત્રાંબાના સિક્કા રાખો અને ત્યારબાદ આંબાનાં પાન ઉમેરીને તેના મુખ ઉપર નાળિયેર રાખી દો. કળશ પર કંકુથી સ્વસ્તિકનું ચિન્હ બનાવીને તેના ગળામાં નાડાછડી બાંધવામાં આવે છે.

 

વંદનવાર

આંબા અથવા પીપળાના નવા કોમળ પાનની માળાને વંદનવાર કહેવામાં આવે છે. તેને ઘરના મુખ્ય દરવાજા પર બાંધવામાં આવે છે. વંદનવાર તે વાતનું પ્રતીક છે કે દેવગણ આ પાનની ભીની સુગંધથી આકર્ષિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે. વંદનવાર બાંધીને રાખવાથી ઘર પરિવારમાં એકતા, શાંતિ તથા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

 

આખી હળદર

હળદર ની ગાંઠ બૃહસ્પતિ ગ્રહને શુભતા પ્રદાન કરે છે. હળદરની ગાંઠ ઉપર નાડાછડી બાંધીને પુજા સ્થળ અથવા તિજોરીમાં રાખવાથી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.