અડદની દાળ થી દરિદ્રતા રહે છે કોષો દૂર, શનિદેવ કરશે મનમાં રહેલ દરેક ઈચ્છા પૂર્ણ, ફ્ક્ત શનિવારના દિવસે કરો ઉપાય

Posted by

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે માણસ ના કર્મો પ્રમાણે ફળ આપે છે. બીજી તરફ જો કુંડળીમાં કોઈ દોષ કે શનિ ની સાડાસાતી હોય તો પણ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. પરંતુ તમે કેટલાક ખાસ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો. આવો જ એક ઉપાય છે અડદની દાળ નો સામાન્ય રીતે આપણે ખાવામાં અડદની દાળનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેના કેટલાક ખાસ ઉપાય કરીને તમે શનિ દોષથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાય તમારે શનિવારે કરવાનો છે. આનાથી તમને ઘણા લાભ થશે.

શનિવારે અડદ ની દાળ ના કરો આ ઉપાય

. જો ભાગ્ય તમારો સાથ ન આપી રહ્યું હોય અને ખરાબ  નસીબના કારણે તમારું કામ હંમેશા બગડે છે તો આ ઉપાયો કરો. શનિવારે સાંજે અડદની દાળના બે આખા દાણા લો અને તેના પર એક ચપટી દહીં અને સિંદૂર લગાવો. હવે આ દાણા ને પીપળના ઝાડ નીચે મૂકી દો. ધ્યાન રાખો કે, ત્યાંથી નીકળતી વખતે પાછળ વળીને ન જોવું. આ સાથે તમારું ખરાબ નસીબ તમારો સાથ છોડી દેશે. તમારે આ ઉપાય ૨૧ શનિવાર સુધી સતત કરવો.

. શું તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો શનિ દોષછે? જો હોય તો, આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શનિવારે અડદની દાળના ૪ દાણા લો. હવે તેને તમારા માથા પરથી 3 વાર ઉલ્ટી દિશા માં ફેરવી કાગડાને ખવડાવો. તમારે આ ઉપાય સતત ૭  શનિવાર સુધી કરવાનો છે. આમ કરવાથી તમને શનિ દોષથી મુક્તિ મળશે. જો તમે ઈચ્છો તો અડદની દાળ કોઈ ભિખારી અથવા ગરીબ વ્યક્તિને પણ દાન કરી શકો છો. તમને આવું કરવાથી પણ લાભ થશે.

. જો તમે ગરીબી અને આર્થિક તંગીથી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ખુબજ કારગર સાબિત થશે. શનિવારના દિવસે પલંગની નીચે સરસવનું તેલ ભરેલું વાસણ રાખો. ત્યારપછી એજ તેલમાં અડદની દાળના વડા બનાવીને કૂતરાઓને ખવડાવો. જો કૂતરો કાળો હોય તો તે વધુ સારું અથવા તમે કોઈ કુતરા ને ખવડાવી શકો છો. તેનાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

. જો તમે જીવનમાં અઢળક ધન કમાવવા માંગો છો તો અડદની દાળને પીસીને તેમાથી શનિવારે બે વડા બનાવો. પછી સૂર્યાસ્ત થતાં જ તે વડા પર દહીં અને સિંદૂર ચઢાવો. ત્યારબાદ તેને પીપળના ઝાડ નીચે રાખવા અને પાછળ જોયા વિના ત્યાંથી નીકળી જવું. તમારે આ ઉપાય ૨૧ શનિવાર સુધી સતત કરતા રહેવાનો છે. તેનાથી તમારી નાણાંકીય આવકમાં વધારો થશે. પૈસા કમાવવાના નવા માધ્યમો મળશે. આ ઉપાયથી બેરોજગાર લોકોને નોકરી ધંધો પણ મળી શકેછે.

. જો તમે નોકરીમાં પ્રમોશન કે બિઝનેસમાં નફો મેળવવા ઈચ્છતા હોવ તો આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અડદની દાળ ના ૪ દાણા લેવા અને તેને શનિદેવની સામે રાખીને પૂજા કરવી. હવે આ લીધેલા દાણા ને તમારા ખિસ્સામાં રાખો. રોજ તેને તમારી સાથે નોકરી પર કે દુકાને લઈ જાવ. આ ઉપાય થી નોકરી અને વ્યવસાયમાં તમને અચૂક લાભ થશે.