જો આર્થિક સમસ્યાઓ નો સામનો કરી રહિયા હોય, તો આજેજ ઘરમાં આ જગ્યા એ લગાવીદો મંદિર, થઈ જશો કરોડપતિ

Posted by

આજના સમયમાં દરેક વ્યક્તિને પછી એ પુરુષ હોય કે મહિલા, બધાને ધનની આવશ્યકતા રહેતી હોય છે. ધન વગર આજના સમયમાં એક પણ ડગલું ચાલી શકવું મુશ્કેલ છે. આજે દરેક ચીજ પૈસાથી જ મળી રહે છે. વળી સમાજમાં ઈજ્જત પણ તે વ્યક્તિને મળે છે, જેની પાસે વધારે ધન હોય છે. તેવામાં ગરીબ વ્યક્તિ નું શું થતું હશે, તે વિચારીને પણ ડર લાગે છે. જોકે દરેક જગ્યાએ આવું હોતું નથી, પરંતુ મોટાભાગની જગ્યાએ એવું જ જોવા મળી રહ્યું છે કે ગરીબનો ઉપહાસ ઉડાવવામાં આવે છે. લોકો બહારથી ગરીબ પ્રત્યે સાંત્વના બતાવે છે.

મંદિરનું યોગ્ય જગ્યા પર હોવું જરૂરી

દરેક વ્યક્તિ પોતાની દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દેવતાઓના પૂજાપાઠ કરે છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તે પોતાના ધર્મ અનુસાર પૂજાપાઠ જરૂર કરે છે. હિન્દુમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેના માટે ઘણા લોકો દેવી-દેવતાઓના મંદિરમાં જાય છે, તો ઘણા લોકો ઘરે મંદિર બનાવીને દેવી દેવતાઓનો નિવાસ કરાવી લેતા હોય છે. દરેક ઘરમાં સવાર-સાંજ પૂજા થતી હોય છે, પરંતુ ઘણા ઘરોમાં મંદિરનું સ્થાન યોગ્ય હોતું નથી. જ્યારે તેનું યોગ્ય સ્થાન હોવું ખૂબ જ જરૂરી છે.

ભોગવવા પડે છે ખરાબ પરિણામ

એવું માનવામાં આવે છે કે પૂજા કરવાનું સ્થાન યોગ્ય ન હોય તો કરવામાં આવતી પૂજાનું યોગ્ય ફળ મળતું નથી. તેનું યોગ્ય ફળ મળવાને બદલે વ્યક્તિને ખરાબ પરિણામ પ્રાપ્ત થાય છે. તેનો ખરાબ પ્રભાવ પોતાની ઉપર અથવા પરિવારના સદસ્યો ઉપર જોઇ શકાય છે. એટલા માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે ઘરમાં પૂજાનું સ્થાન યોગ્ય જગ્યા પર હોય. વાસ્તુશાસ્ત્રના હિસાબથી ઘરમાં પૂજાનું સ્થાન કુવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ફક્ત એટલું જ નહીં યોગ્ય દિશામાં મંદિર હોવાથી તમે ધનવાન પણ બની શકો છો. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ઘરમાં કઈ દિશામાં મંદિર હોવું જોઈએ.

ઘરમાં મંદિર બનાવતા સમયે રાખો સાવધાની

  • વાસ્તુના હિસાબથી ઘરમાં પૂજાનું સ્થાન ઉત્તર અથવા પૂર્વ હોવું જોઈએ.
  • ભૂલથી પણ પુજાવાળા સ્થાનને રસોઈઘરમાં બનાવવું જોઈએ નહીં.
  • ભૂલથી પણ ઘરના મંદિરમાં એક જ ભગવાનનાં બે ફોટો અથવા મૂર્તિ રાખવા જોઇએ નહીં.
  • એક ઘરમાં પૂજા માટે એકથી વધારે પૂજા વાળા સ્થાન બનાવવા પણ હાનિકારક હોય છે. એટલા માટે ઘરમાં એક જ મંદિર હોવું જોઈએ.
  • ક્યારે પણ પૂજા ઘર તમારા બેડરૂમમાં હોવો જોઈએ નહીં અને પૂજા કરતા સમયે તમારી પીઠ હંમેશા ઉત્તર તરફ હોય તે વધારે યોગ્ય છે. તમારું મુખ પૂર્વ અથવા ઉત્તરમાં હોય તો પૂજા ફળીભૂત થાય છે.
  • હંમેશા પૂજા વાળી જગ્યા જમીન થી થોડી ઉપર હોવી જોઈએ અને પૂજા વાળા સ્થાનની આસપાસ સાવરણી બિલકુલ રાખવી જોઈએ નહીં.
  • જ્યાં પણ પૂજા કરવામાં આવતી હોય ત્યાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ અથવા પ્રતિમા જરૂર રાખવી જોઈએ.
  • પૂજાના સ્થાને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત તેની સફાઇ કરવી જોઇએ.

જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ વાતો ધ્યાન રાખશો તો તમને ધનવાન બનવા થી કોઈ રોકી શકશે નહીં. તમે થોડા સમયમાં જ કરોડપતિ બની શકો છો. વિશ્વાસ ન હોય તો એકવાર આ ઉપાય જરૂરથી અજમાવી જુઓ.